ચૂંટણી પહેલા ED એ શરદ પવાર પર 'લગામ' કસી, NABARD ના રિપોર્ટ આધારે કેસ દાખલ

શરદ પવાર સહિત 75 નેતાઓની વિરુદ્ધ નાબાર્ડ દ્વારા 2010માં તૈયાર કરાયેલા એક અહેવાલનાં આધારે તપાસ ચાલુ કરી છે

ચૂંટણી પહેલા ED એ શરદ પવાર પર 'લગામ' કસી, NABARD ના રિપોર્ટ આધારે કેસ દાખલ

મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 ની (Maharashtra Assembly Elections 2019) તારીખ જેમ જેમ નજીક આવતી રહે છે, તેમ તેમ એનસીપી પ્રમુખ શરદ પવારની (NCP chief Sharad Pawar) મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છેકે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં કથિત ગોટાળામાં એનસીપી ચીફ શરદ પવારની (Sharad Pawar) મુશ્કેલીઓ વધી ચુકી છે. હાલની માહિતી અનુસાર ઇડીએ (ED) નાબાર્ડના (NABARD) અહેવાલ અંગે શરદ પવારની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર શરદ પવાર સહિત 75 નેતાઓની વિરુદ્ધ નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલના આધારે ઇડી તપાસ કરી રહી છે. શરદ પવાર અને મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં 2001 થી 2017 વચ્ચે રહેલા પૂર્વ ડાયરેક્ટરોની હવે ઇડી પુછપરછ (inquiry) કરવાની તૈયારીમાં છે.

ડુંગળીએ રોવડાવ્યા બાદ હવે ટમેટા લાલઘુમ થયા...
બીજી તરફ ભાજપે પણ  (BJP) એનસીપી (NCP) સુપ્રીમો શરદ પવાર પર કાર્ટુન દ્વારા વ્યંગ કર્યો છે. શરદ પવાર મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેંક ગોટાલામાં ઇડીના શકંજા અંગે મહારાષ્ટ્ર ભાજપે આ હુમલો કર્યો છે. ભાજપ દ્વારા પવાર પર રાજકીય હુમલો સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ભાજપે કાર્ટુ ન દ્વારા પવારને ફિલ્મ સ્ટાર સંજય દતની ફિલ્મના ડાયલોગને યાદ કરાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે, ઘણુ બધુ જ જીવનમાં પહેલીવાર થાય છે. ભાજપનાં ટ્વીટર હેન્ડલ (BJP Twitter Handle) પર અપલોડ થયું તે કાર્ટુન વાઇલ થઇ રહ્યું છે.

રાત્રે આતંકવાદ અને દિવસે ક્રિકેટ શક્ય નહી: એસ. જયશંકરની સ્પષ્ટ વાત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં ભાજપે (BJP) અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ (Underworld Don Dawood Ibrahim) અને શરદ પવારનું નામ ઉછાળ્યું હતું. પાકિસ્તાન (Pakistan) પ્રેમ પર વ્યંગ કરતા ભાજપે શરદ પવારને (Sharad pawar) પાકિસ્તાનમાં દાઉદ ઇબ્રાહિમ જેવા સમર્થકોની મદદથી પાકિસ્તાનમાં ચૂંટણી લડવા અને પાકિસ્તાનનાં વડાપ્રધાન બનવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election) છે. સોશિયલ મીડિયા (Social Media) પર રાજકીય જંગ વધી ચુકી છે. બીજી તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે પોતાની વિરુદ્ધ ઇડી દ્વારા કેસ દાખલ થયા બાદ જણાવ્યું કે, તપાસમાં સહયોગ કરીશ અને 27 સપ્ટેમ્બરે ઇડી ઓફીસ જઇશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news