રશિયાએ ગોળ-ગોળ વાત કર્યા વગર સ્પષ્ટ જણાવ્યું અહીંયા છે આતંકવાદીઓનો અડ્ડો

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પોતાના સંબોધનમાં કહ્યું કે, આઇએસ તથા અન્ય આતંકવાદી સંગઠનો ફરી ઉછરે તેવું જોખમ છે

રશિયાએ ગોળ-ગોળ વાત કર્યા વગર સ્પષ્ટ જણાવ્યું અહીંયા છે આતંકવાદીઓનો અડ્ડો

સંયુક્ત રાષ્ટ્ર : રશિયાનાં વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે સંયુક્ત સુરક્ષા પરિષદમાં પોતાનાં સંબોધનમાં કહ્યું કે, અફઘાનિસ્તાનનાં ઉત્તરમાં ઇસ્લામિક સ્ટેટ (IS) તથા બીજા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો વધવાનું નવું જોખમ છે. લાવરોવે બુધવારે કહ્યું કે, બંન્ને સામુહિક સુરક્ષા સંધિ સંગઠન (CSTO) - સોવિયત ગણરાજ્ય બાદનું એક સૈન્ય જુથ અને શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)એ અફઘાનિસ્તાનથી આવનારા ખતરા અંગે પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમાંથી મધ્યએશિયા પણ ખતરો છે.

ડુંગળીએ રોવડાવ્યા બાદ હવે ટમેટા લાલઘુમ થયા...
અફઘાનિસ્તાનનાં ઉત્તરમાં આઇએસની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો આગળ વધવાનો અવસર છે. સમાચાર એજન્સી તાસે  તેના નિવેદનોનાં હવાલાથી કહ્યું કે, નિશ્ચિત રીતે અફઘાનિસ્તાનને તે ખતરા તથા પડકારોથી પાર મેળવવા માટે પ્રાસંગિક બાહ્ય સહાયતાની જરૂર છે. લાવરોવે કહ્યું કે, હાલનાં અનુભવો પરથી માહિતી મળે છે કે અફઘાનિસ્તાનની સાથે સાથે આર્થિક સહયોગને આ જોખમો અંગે યોગ્ય પ્રતિક્રિયા આપ્યા વગર ક્રિયાન્વિત કરવામાં આવી શકે નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news