દેશમાં બેવડી સિઝનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ક્યાંક ભારે ગરમી તો હિમાચલમાં બરફ પડ્યો
દેશમાં લોકો બે સિઝનનો અનુભવ કરી રહ્યો છે. એપ્રિલમાં હવામાનનો માહોલ બદલાયો છે. કેટલીક જગ્યાએ ભારે ગરમી પડી રહી છે તો હિમાચલ અને કાશ્મીરમાં બરફ પડી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં મોટાભાગના રાજ્યોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે... ત્યારે હિમાચલ પ્રદેશમાં મોસમનો મિજાજ બદલાયો છે... જ્યાં લાહૌલ સ્પીતિના પહાડો અને જમ્મુ કાશ્મીરમાં એપ્રિલ મહિનામાં બરફવર્ષા થઈ... હિમાચલ પ્રદેશમાં તાજો બરફ પડતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.. ત્યારે કયા રાજ્યમાં કેવો છે માહોલ?... જોઈશું આ રિપોર્ટમાં...
અડધું હિંદુસ્તાન અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે... ક્યાંક સૂર્ય આગ ઓકી રહ્યો છે... તો ક્યાંક આકાશી આફત ચાલુ છે. બિહારની રાજધાની પટનામાં હીટવેવના કારણે લોકો ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠ્યા છે... રસ્તા પર લોકોની અવરજવર પણ ઘટી ગઈ છે... લોકો કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે ઠંડા પીણા, શેરડીના રસ અને નાળિયેર પાણીનો સહારો લઈ રહ્યા છે.
ભરઉનાળે હિમાચલ પ્રદેશના એવા દ્રશ્યો સામે આવ્યા છે... જેણે હવામાન વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે.. કેમ કે અહીંયા લાહૌલ સ્પીતિના પહાડી વિસ્તારોમાં શનિવારે મનભરીને બરફ વરસ્યો... પહાડો પર વરસી રહેલા બરફના કારણે જ્યાં જુઓ ત્યાં બસ બરફની સફેદ ચાદર જ જોવા મળી... કાળઝાળ ગરમીની વચ્ચે બરફ પડતાં લોકોને ગરમીમાં રાહત મળી અને તાપમાન પણ ઠંડુગાર બની ગયું..
જમ્મુ કાશ્મીના ગુરેઝ સેક્ટરમાં પણ ભારે હિમવર્ષા થઈ ... જેના કારણે ગુરેઝ-બાંદીપોરા રોડ પર 35 વાહનો બરફમાં ફસાઈ ગયા... જોકે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ટીમે તમામ વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી.... એપ્રિલ મહિનામાં પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ બરફ પડવાનું શરૂ જ રહ્યું છે..
હવામાન ખાતાએ હિમાચલ પ્રદેશ સહિત અમુક ભાગમાં હજુ પણ વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે... તો પશ્વિમ બંગાળ અને ઓડિશાના કેટલાંક ભાગમાં રેડ અલર્ટ આપ્યું છે..
હવામાન ખાતાએ 2 દિવસ દરમિયાન હીટવેવ અને કરા પડવાની આગાહી કરી છે... ત્યારે કયા રાજ્યમાં કઈ આગાહી કરી તેની વાત કરીએ તો...
29 એપ્રિલે છત્તીસગઢ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી શકે છે... કર્ણાટક, તમિલના઼ડુ, પુડુચેરી, કેરળ અને ગોવામાં ભેજવાળી ગરમી રહેશે... તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં હીટવેવ રહેશે....
જ્યારે 30 એપ્રિલે ઉત્તરાખંડ, તેલંગાણા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આંધી અને વીજળી પડવાનું એલર્ટ છે... તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગોવા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં હીટવેવ રહેશે....
હાલ તો દેશમાં બેવડી સિઝનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... ત્યારે આશા રાખીએ કે ઝડપથી ઋતુચક્ર યોગ્ય રીતે કામ કરે અને લોકોને સિઝનના બેવડા મારથી રાહત મળે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે