કાશ્મીરમાં સેનાને મળી સફળતા, લશ્કર-એ-તૈયબાનો ખુખાંર આતંકી સલીમ ઢેર
વર્ષ 2022ની શરૂઆતમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. એક અથડામણમાં લશ્કર-એ-તૈયબાના આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે.
Trending Photos
શ્રીનગરઃ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. આ કડીમાં આજે એટલે કે સોમવારે શ્રીનગરમાં પોલીસે લશ્કર-એ-તૈયબાના ખુંખાર આતંકવાદી સલીમ પર્રેને ઠાર કરી દીધો છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે ખુબ આ વાતની જાણકારી આપી છે. હજુ આ એનકાઉન્ટર અંગે વધુ વિગત સામે આવી નથી.
કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યુ કે, શ્રીનગરના શાલીમાર ક્ષેત્રમાં એક અથડામણ થઈ છે. એક જગ્યા પર આતંકી છુપાયેલા હતા. પોલીસને તેની સૂચના મળી તો તત્કાલ શાલીમાર ક્ષેત્રમાં પોલીસે ઘેરાબંધી કરી હતી. જે જગ્યા પર આતંકી છુપાયા હતા ત્યાંથી ફાયરિંગ શરૂ થયું. પહેલા આતંકીઓને આત્મસમર્પણ કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આતંકીઓએ ધ્યાન આપ્યું નહીં અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબમાં પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું અને અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ખુંખાર આતંકી સલીમ પર્રેને ઢેર કરી દેવામાં આવ્યો છે.
#SrinagarEncounterUpdate: Only 1 #terrorist neutralized. Terrorist Salim Parray of proscribed #terror outfit LeT Salim Parray neutralized. #Operation going on. Further details shall follow. IGP Kashmir@JmuKmrPolice https://t.co/MGKwkrXf16
— Kashmir Zone Police (@KashmirPolice) January 3, 2022
કાશ્મીર ઝોન પોલીસે આ સંક્ષિપ્ત અથડામણના સંબંધમાં ઇન્ટરનેટ મીડિયા પર એક ટ્વીટ કરી જાણકારી આપી છે. આ અથડામણ બાદ હજુ પણ પોલીસ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે