બિહારના પૂર્વ CM જીતન રામ માંઝી સહિત તેમના પરિવારના 18 લોકો કોરોના પોઝિટિવ
હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય પ્રવક્તા દાનિશ રિઝવાને સોમવારે જણાવ્યુ કે, છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી અને પરિવારના કેટલાક લોકો શરદી-તાવથી પરેશાન હતા. તેને જોતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.
Trending Photos
પટનાઃ બિહારમાં ફરીથી થયેલા કોરોના વિસ્ફોટ વચ્ચે સોમવારે પૂર્વ મુખ્યમંત્રી તથા હિન્દુસ્તાન આવામ મોર્ચા (HAM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝી કોરોનાથી સંક્રમિત થયા છે. પૂર્વ મુખ્યમંત્રીની સાથે તેમના પત્ની શાંતિ દેવી, પુત્રી પુષ્મા માંઝી અને વહુ દીપા માંઝીની સાથે પરિવાર સાથે જોડાયેલા 18 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય પ્રવક્તા દાનિશ રિઝવાને સોમવારે જણાવ્યુ કે, છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી અને પરિવારના કેટલાક લોકો શરદી-તાવથી પરેશાન હતા. તેને જોતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. તેમમે કહ્યુ કે, ટેસ્ટ થવા પર જીતન રામ માંઝી, તેમના પત્ની, પુત્રી અને વહુની સાથે સચિવ ગણેશ પંડિત અને તેમની સુરક્ષામાં લાગેલા કર્મિઓ સહિત પરિવારના 18 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ લોકો જીતન રામ માંઝીના પૈતૃક આવાસ મહાકારમાં આઇસોલેશનમાં છે. તમામને કોઈ મુશ્કેલી નથી અને સુરક્ષિત છે.
નીતીશ કુમારના જનતા દરબારમાં 14 લોકો પોઝિટિવ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના જનતા દરબારમાં 14 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમાંથી છ ફરિયાદી, ભોજન બનાવવા આવેલ હોટલના પાંચ કર્મચારી અને ત્રણ સિપાહી સામેલ છે. એન્ટીજન ટેસ્ટમાં આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત મળવા પર અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે જનતા દરબારમાં સીએમની પાસે જનાર ફરિયાદીઓનો પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.
5 દિવસમાં 5 ગણી વધી કોરોનાની ગતિ
બિહારમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાની ગતિ 5 ગણી વધી છે. 29 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના 77 કેસ સામે આવ્યા હતા તો 2 જાન્યુઆરીએ 350થી વધુ કેસ સામે આવ્યા છે. બિહારમાં 29 ડિસેમ્બરે 77 કેસ સામે આવ્યા તો 30 ડિસેમ્બરે 132 નવા કેસ સામે આવ્યા હતા. વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરીએ સંક્રમિતોની સંખ્યા વધીને 281 થઈ તો બે જાન્યુઆરીએ રાજ્યમાં 352 કેસ સામે આવ્યા હતા. આ રીતે જોઈએ તો 5 દિવસમાં 25 કલાકમાં સામે આવેલા નવા દર્દીઓમાં 5 ગણો વધારો થયો છે.
24 કલાકમાં 26 ટકા વધારો, જુલાઈ બાદ પ્રથમવાર આવ્યા આટલા કેસ
રવિવારે બિહારમાં 352 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં એક દિવસ પહેલા 281 નવા કેસ નોંધાયા હતા. આ પ્રકારે 24 કલાકની અંદર આશરે 26 ટકાનો વધારો થયો છે. આ પહેલા રાજ્યમાં 18 જુલાઈ, 2021ના 347 નવા કેસ સામે આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે