દુશ્મનો પર તૂટી પડશે ભારતનું આ હાઇપરસોનિક હથિયાર, 12 હજાર kmphની સ્પીડ, ઓડિશામાં થયો ટેસ્ટ
ડીઆરડીઓએ ભારતના ખતરનાક હથિયારનું પરીક્ષણ કર્યું છે. ટેસ્ટિંગ ઓડિશાના કિસાના પર શુક્રવાર એટલે કે 27 જાન્યુઆરી 2023ના થયું છે. આ ટેસ્ટ એક હાયપરસોનિક હથિયારનો છે. તેને HSTDV કહે છે. આવો જાણીએ ભારતનું આ હથિયાર સેનાની તાકાત કેટલી વધારશે.
Trending Photos
નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનો ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટ ઓડિશાના કલામ દ્વીપ પાસે કરવામાં આવ્યો. ડિફેન્સ સોર્સેના માધ્યમથી આ માહિતી સામે આવી છે. ટેસ્ટ સફળ રહ્યો કે નહીં તે અંગે કોઈ માહિતી નથી મળી.
આપને જણાવી દઈએ કે HSTDV એક માનવ રહિત વિમાન છે, જે હાયપરસોનિક ગતિથી યાત્રા કરી શકે છે. આ વિમાનમાં હાઈપરસોનિક એર-બ્રેથિંગ સ્ક્રેમજેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આ વિમાન સાઉન્ડ કરતાં પાંચથી છ ગણી ઝડપે ઉડી શકે છે. ડીઆરડીઓએ સૌપ્રથમ વર્ષ 2019માં હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનું પરીક્ષણ કર્યું હતું.
DRDOએ કર્યો HSTDVનો ટેસ્ટ
DRDO today carried out the test of the Hypersonic Technology Demonstrator Vehicle (HSTDV) off the coast of Odisha: Defence Sources
— ANI (@ANI) January 27, 2023
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશને 2010ના શરૂઆતમાં HSTDV એન્જિનના વિકાસ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ઈસરોએ પણ આ ટેક્નોલોજીના વિકાસ પર કામ કર્યું છે અને વર્ષ 2016માં તેની સાથે સંબંધિત સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ ટેક્નોલોજી વિકસાવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો.
2008માં, DRDOના પૂર્વ પ્રમુખ વી.કે. સારસ્વતે જણાવ્યું હતું કે HSTDV પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 15 કિમીથી 20 કિમીની ઉંચાઈએ સ્ક્રેમ-જેટ એન્જિનનું પ્રદર્શન પ્રદર્શિત કરવાનો હતો. સ્ક્રેમ-જેટ એન્જિન સાથેનું HSTDV 7408.8 કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે