બંગાળના પૂર્વ CS Alapan Bandyopadhyay ને કેન્દ્રએ ફટકારી નોટિસ, ત્રણ દિવસમાં માંગ્યો જવાબ

પશ્ચિમ બંગાળના સર્વોચ્ચ અધિકારી અલપન બંદોપાધ્યાયના ટ્રાન્સફરને લઈને કેન્દ્ર અને બંગાળ વચ્ચે હજુ વિવાદ ચાલી રહ્યો છે. હવે કેન્દ્રએ તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51 (B) હેઠળ કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. 

બંગાળના પૂર્વ  CS Alapan Bandyopadhyay ને કેન્દ્રએ ફટકારી નોટિસ, ત્રણ દિવસમાં માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ સચિવ અલપન બંદોપાધ્યાયે નિવૃતિ લીધાના થોડા કલાકો બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 (Disaster Management Act 2005) હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી. તેમાં બે વર્ષ સુધીની સજા કે દંડ અથવા બન્ને થઈ શકે છે.

કેન્દ્ર સરકારના દિશા નિર્દેશોને ન  માનવા માટે આ નોટિસ ફટકારવામાં આવી છે. અલપન બંદોપાધ્યાયને કહેવામા આવ્યું છે કે તે ત્રણ દિવસની અંદર આ વાતનું લેખિતમાં સ્પષ્ટીકરણ આપે કે તેમની વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદાની કલમ 51 હેઠળ કેમ કાર્યવાહી કરવામાં ન આવે. 

આ નોટિસ 31 મેએ નિવૃત થવાના થોડી કલાકો પહેલા મોકલવામાં આવી હતી. તેમણે ત્રણ મહિનાનું એક્સટેન્શન કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્વીકૃત હોવા છતાં ઇનકાર કરી દીધો હતો. 

31 મેએ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) એ તેમને પત્ર લખીને પૂછ્યું કે 28 મેના આદેશનું પાલન કરવા માટે કહ્યું હતું, જેમાં તેમને દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારની ઓફિસમાં આવી રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે 1987 બેચના પશ્ચિમ બંગાળ કેડરના આઈએએસ અધિકારી બંદોપાધ્યાયએ સોમવારે 60 વર્ષની ઉંમર પૂરી થયા બાદ સેવાનિવૃત થવાનું હતું. પરંતુ થોડા દિવસ પહેલા કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ બંગાળના મુખ્ય સચિવ તરીકે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અલપન બંદોપાધ્યાયએ સોમવારે નિવૃતિની જાહેરાત કર્યા બાદ બંગાળ સરકારે તેમને મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર તરીકે નિમણૂક કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news