ડૉગ સ્ક્વોડએ કપડાં અને બેગ સૂંઘીને કરી ઓળખ, સુરક્ષાબળોએ આતંકવાદી ઠાર માર્યા

સુરક્ષાબળોએ જમ્મૂ-કાશ્મીરમાં ચાર સુરક્ષાકર્મીઓની શહાદત બાદ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જમ્મૂ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી અને સીઆરપીએફના બે જવાનો શહીદ થયા હોવાની વચ્ચે સુરક્ષાબળોએ આતંકવાદીઓનો પીછો કર્યો અને મુઠભેડૅમાં તેમાંથી બેને ઠાર માર્યા હતા.

ડૉગ સ્ક્વોડએ કપડાં અને બેગ સૂંઘીને કરી ઓળખ, સુરક્ષાબળોએ આતંકવાદી ઠાર માર્યા

શ્રીનગર: સુરક્ષાબળોએ જમ્મૂ-કાશ્મીરમાં ચાર સુરક્ષાકર્મીઓની શહાદત બાદ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જમ્મૂ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી અને સીઆરપીએફના બે જવાનો શહીદ થયા હોવાની વચ્ચે સુરક્ષાબળોએ આતંકવાદીઓનો પીછો કર્યો અને મુઠભેડૅમાં તેમાંથી બેને ઠાર માર્યા હતા.

ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે રવિવારે એન્કાઉન્ટર બાદ ભાગી ગયા પરંતુ કપડાં અને બેગ છોડી ગયા. સોમવારે આતંકવાદી હુમલા બાદ આશંકા હતી કે આ તે જ લોકો છે. ડૉગ સ્ક્વોડની મદદથી તેમને ટ્રેક કરવામાં સરળતા થઇ અને હુમલાના થોડા કલાકોની અંદર તેમનો શોધી કાઢવામાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમને ઘેરી લેવામાં આવ્યા છે. મોડી સાંજે વધુ એક જવાન શહીદ થયો હતો. આ પ્રકારે અત્યાર સુધી સુરક્ષાબળોના ચાર જવાન શહીદ થયા છે. રાત થઇ જતાં સુરક્ષાબળોએ ઓપરેશન અટકાવી દીધું છે. 

આ પહેલાં પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તરી કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના કરીરી વિસ્તારમાં સુરક્ષાબળોની સાથે મુઠભેડમાં બે આતંકવાદી ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓના લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ હોવાની શંકા છે. તેમણે જણાવ્યું કે સુરક્ષાબળોની 'નાકા' પાર્ટી પર હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળના બે અને જમ્મૂ કાશ્મીર પોલીસના એક સ્પેશિયલ પોલીસ અધિકારી શહીદ થયાના થોડા કલાક બાદ આ મુઠભેડ શરૂ થઇ હતી. 

અધિકારીઓએ જણાવ્યું કે હુમલા બાદ સુરક્ષાબળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરી દીધી અને આતંકવાદીઓને પકડવા માટે અભિયાન શરૂ કરી દીધું. આ દરમિયાન હુમલાવરોએ આમને-સામને આવી ગયા અને તેમાંથી બે આતંકવાદીઓને ઠાર મારી દીધા. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે સુરક્ષાકર્મીઓ પર ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યો જેમનો લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ હોવાની આશંકા છે. 

વિજય કુમારે હુમલાવળી જગ્યા વિશે સંવાદદાતાઓને કહ્યું કે ''પ્રત્યક્ષદર્શીઓના અનુસાર ત્રણ આતંકવાદી હતા જે નજીકના ગાઢ બગીચામાંથી આવ્યા અને તેમણે 'નાકા' પર અંધાધૂન ગોળીબારી શરૂ કરી દીધે જેમાં આપણા ત્રણ જવાન-સીઆરપીફમાંથી બે અને જમ્મૂ કાશ્મીર પોલીસમાંથી એક શહીદ થયા. એવું લાગે છે કે હુમલાને લશ્કર-એ-તયૈબાએ અંજામ આપ્યો. તેમણે કહ્યું કે 'અમે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે અને શોધખોળ અભિયાન ચાલુ છે. 

તેમને પૂછવામાં આવ્યું કે શું આતંકવાદીઓએ પોતાની રણનીતિ બદલી લીધી છે અને હવે તે સુરક્ષાબળો પર હુમલા કરી ઘટનાસ્થળેથી ભાગી જાય છે, તો તેમણે કહ્યું કે આ ચિંતાનો વિષય છે, પરંતુ સુરક્ષાબળ જલદી જ સમસ્યાનું સમાધાન નિકાળી લેશે. આંતરીયાળ વિસ્તારમં જ્યાં આતંકવાદી સામાન્ય લોકોઈ સાથે આવીને પોતાને છુપાવી લે છે અને પછી સુરક્ષાકર્મીઓ પર ગોળીબારી કરે છે. ઘણીમાં અમને નુકસાન થયું છે અને તે ભાગવામાં સફળ રહ્યા છે. પરંતુ જલદી અમે તેનો રસ્તો શોધી કાઢીશું અને આ સમસ્યાને દૂર કરી દઇશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news