ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 206 તાલુકાઓમાં 1થી 10 ઇંચ વરસાદ પડ્યોં

રાજ્યમાં રાતના આઠ વાગ્યા સુધીમાં 192 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ સુરતના માંડવીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપીના દોલવનમાં 9 ઇંચ, ગીર સોમનાથના તલાલામાં 7, નવસારીનાં વાસદમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનાં 14 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યનાં 24 તાલુકાઓમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યનાં 35 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યનાં 63 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 206 તાલુકાઓમાં 1થી 10 ઇંચ વરસાદ પડ્યોં

અમદાવાદ : રાજ્યમાં રાતના આઠ વાગ્યા સુધીમાં 192 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ સુરતના માંડવીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપીના દોલવનમાં 9 ઇંચ, ગીર સોમનાથના તલાલામાં 7, નવસારીનાં વાસદમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનાં 14 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યનાં 24 તાલુકાઓમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યનાં 35 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યનાં 63 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 

તો 10 વાગ્યા સુધીની વાત કરીએ તો રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તાપીનાં દોલવનમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે સમગ્ર દિવસ દરમિયાનનો 11 ઇંચ વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી પાંચ દિવસમાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી તોફાની બેટિંગ બાદ મેઘરાજાની સવારી હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી છે. સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં ડેમ, જળાશયો અને નદીનાળા છલકાઇ ચુક્યા છે. તેવામાં હવે લાંબા સમયથી ગરમીથી અકળાઇ રહેલા અમદાવાદીઓ પર મેઘરાજાએ મહેરબાની વરસાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news