1.87 કરોડનો હત્યારો, એમ જ નહોતો થયો કરીનાના દીકરાના નામનો વિરોધ, 1 લાખ હિંદુઓના કાપ્યા હતા માથા
તૈમુર લંગ આ નામનો વિરોધ પણ એમ જ નથી થયો પણ તૈમુર લંગનો ભૂતકાળ વાંચશો તો તમે ફફડી જશો. એે એટલો બર્બર જુલમી હતો કે ઇતિહાસ તેના લોહિયાળ કારનામાથી રંગાયેલો છે. પરંતુ, જ્યારે તે ભારત આવ્યો, ત્યારે તેને એ હદે કત્લેઆમ કરી હતી કે તેની ચીસો દિલ્હી સુધી ગૂંજી હતી. તેને કોઈ રોકી શક્યું નહોતું અને દુનિયામાં તેને 1.87 કરોડ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
Trending Photos
મર્યા બાદ પણ એનો એટલો ફફડાટ છે કે આજે પણ તેની કબ્રને ખોદવાની કોઈ હિંમત કરી શકતું નથી. એની કબ્ર પર લખાયેલું છે કે મોત બાદ હું ઉભો થયો તો દુનિયા ફફડી જશે, આ સિવાય એ પણ લખ્યું છે કે જે કોઈ પણ મારી કબ્ર ખોદશે એને મારાથી પણ ભયાનક દુશ્મનનો સામનો કરવો પડશે. આજે પણ એના નામનો ફફડાટ એટલો જ છે.
ઉઝબેકિસ્તાનના ચરવાહા પરિવારમાંથી આવતા એક લંગડો અને ક્રૂર શાસક ભારત તરફ વળ્યા ત્યારે તેનો હેતુ અહીં શાસન કરવાનો ન હતો. મોંગોલ તૈમુરે ભારતની અપાર સંપત્તિ અને ભવ્યતા વિશે ઘણું સાંભળ્યું હતું. સુન્ની મુસ્લિમ તૈમુરે, 1398માં ભારતમાં ભટનેર કિલ્લો લૂંટી લીધા પછી તેની 92,000 લોકોની મજબૂત તાતાર સેના સાથે સિરસા, ફતેહાબાદ, સુનામ, કૈથલ અને પાણીપત જેવા શહેરો પર હુમલો કર્યો હતો. પર્શિયન ઈતિહાસકાર શરાફુદ્દીન અલી યઝદીના જણાવ્યા અનુસાર, તૈમુરે આ શહેરોને લૂંટીને બાળી નાખ્યા હતા. જ્યારે તૈમૂરની તતાર સેના સરસુતી (સિરસા) પહોંચી ત્યારે તેના ભયાનક હુમલાને કારણે ત્યાંના રહેવાસીઓ તેમના ઘર છોડીને ભાગી ગયા. તાતાર સૈન્ય દ્વારા ભાગી રહેલા હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
ઈતિહાસકાર યઝદીના કહેવા પ્રમાણે, તૈમૂર હરિયાણામાં જ્યાં પણ જતો, તે શહેરને બાળીને તબાહ કરી નાખતો. ગામડાઓ અને ખેતરોનો નાશ કરતો હતો. પુરુષોના શિરચ્છેદ તો સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવતો હતો. તેનું કારણ એ હતું કે તે પોતાને ઈસ્લામની તલવાર કહેતો હતો. તે માનતો હતો કે તેમના પુરોગામી ચંગીઝ ખાનની જેમ તેઓ સમગ્ર વિશ્વમાં ઇસ્લામનું શાસન સ્થાપિત કરશે.
ભારત પર હુમલાનું કારણ જણાવતા તૈમુરે લખ્યું છે કે ભારત પર હુમલો કરવાનો મારો હેતુ કાફિર હિંદુઓ વિરુદ્ધ ધાર્મિક યુદ્ધ છેડવાનો છે, જેથી ઈસ્લામની સેના પણ હિંદુઓની સંપત્તિ અને કિંમતી વસ્તુઓ મેળવી શકે. કાશ્મીરના પ્રસિદ્ધ કટોર કિલ્લા પર થયેલા હુમલામાં પુરુષોની હત્યા કરવામાં આવી હતી. તેમના માથા ઉપર મિનાર પર લટકાવી દેવામાં આવ્યા હતા.
તૈમુર લખે છે કે ' એક કલાકમાં 10 હજાર લોકોના માથા કાપી નાખવામાં આવ્યા હતા. ઇસ્લામની તલવાર કાફિરોના લોહીમાં નહાતી હતી. જે બીજા શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો તે સરસુતી હતું. તમામ નાસ્તિક હિંદુઓની હત્યા કરવામાં આવી હતી. તેમની પત્નીઓ, બાળકો અને મિલકત અમારી બની ગઈ. જ્યારે તૈમૂર જાટોના પ્રદેશમાં પ્રવેશ્યો, ત્યારે તેણે તેની સેનાને આદેશ આપ્યો કે જે મળે તેને મારી નાખો. તે લંગડો હોવાને કારણે તેને તૈમૂર લંગડો કહેવામાં આવતો હતો.
દિલ્હી પહોંચતાં પહેલા તૈમુરે 1 લાખ હિંદુઓને પકડી લીધા હતા
તૈમુરની સેના, કાબુલમાંથી પસાર થઈને ઓક્ટોબરમાં સતલજ નદી પર રોકાઈ ગઈ, જ્યાં એક કમાન્ડર, સારંગ ખાને તેમનો રસ્તો રોક્યો. પરંતુ, તૈમુરે તેના પર જીત મેળવી હતી. પંજાબ અને હરિયાણા થઈને દિલ્હી પહોંચતા પહેલાં તૈમુરે લગભગ એક લાખ હિંદુ લોકોને પકડ્યા હતા. દિલ્હી પહોંચ્યા પછ, તૈમુરે લોનીમાં પોતાનો આર્મી કેમ્પ બનાવ્યો અને યમુના નદી પાસે એક ટેકરા પર ઉભા રહીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તે સમયે દિલ્હી પર ખૂબ જ નબળા સુલતાન નસીરુદ્દીન મહમૂદનું શાસન હતું. કહેવાય છે કે તૈમુરે આખી દુનિયામાં લગભગ 1.87 કરોડ લોકોની હત્યા કરી હતી. તેણે તુર્કી ખલીફાને પાંજરામાં મૂક્યો હતો ત્યાં જ તે મૃત્યુ પામ્યો.
1 ડરના કારણે તૈમુરે 1 લાખ કેદીઓના માથા કાપી નાખ્યા
જસ્ટિન મરોઝીના જણાવ્યા અનુસાર, તૈમૂર અને દિલ્હીના સૈનિકો વચ્ચે પ્રથમ અથડામણ ત્યારે થઈ જ્યારે તૈમૂરની 700 સૈનિકોની એડવાન્સ ટુકડી પર તુગલકના કમાન્ડર મલ્લુ ખાનના સૈનિકોએ હુમલો કર્યો. પછી તૈમુરને ડર હતો કે જો મલ્લુ ખાનના સૈનિકો તેના પર હુમલો કરશે તો તેની સાથે આવેલા એક લાખ હિંદુ કેદીઓ તેના સમર્થનમાં બળવો કરશે. તેથી તેણે તમામ હિંદુ કેદીઓને સ્થળ પર જ મારી નાખવાનો આદેશ આપ્યો. તેણે મૌલાનાઓને આ યુદ્ધ કેદીઓને ખતમ કરવા કહ્યું. સર ડેવિડ પ્રાઈસના પુસ્તક 'મેમોઈર્સ ઓફ ધ પ્રિન્સિપલ ઈવેન્ટ્સ ઓફ મોહમ્મડન હિસ્ટ્રી'માં લખ્યું છે કે માનવ ઈતિહાસમાં આવી બર્બરતાનું બીજું કોઈ ઉદાહરણ નથી.
દિલ્હી થોડા કલાકોની લડાઈમાં તબાહ થઈ ગયું, રસ્તાઓ પર લાશોના ઢગલા હતા
યઝદી કહે છે કે તૈમૂર દિલ્હી આવ્યો ત્યાં સુધીમાં તેની તતાર સેનાના 15,000 સૈનિકો દિલ્હી પહોંચી ચૂક્યા હતા. વિજયનગરની મુલાકાતે આવેલા ઈરાની ઈતિહાસકાર મોહમ્મદ કાસિમ ફરિશ્તાએ તેમના પુસ્તક 'હિસ્ટ્રી ઓફ ધ રાઈઝ ઓફ મોહમ્મડન પાવર ઈન ઈન્ડિયા'માં લખ્યું છે કે જ્યારે હિન્દુઓએ જોયું કે તેમની મહિલાઓની ઈજ્જતની જાહેરમાં હરાજી થઈ રહી છે ત્યારે તેઓએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા. ઘરોને આગ લગાડવામાં આવી હતી. તેમની પત્નીઓ અને બાળકોની હત્યા કર્યા પછી, તેઓએ તૈમૂરના સૈનિકો પર હુમલો કર્યો. આ પછી દિલ્હીમાં હત્યાકાંડ થયો કે રસ્તાઓ પર લાશોના ઢગલા પડ્યા. તૈમુરની આખી સેના દિલ્હીમાં ઘુસી ગઈ. લડાઈના થોડા કલાકોમાં જ દિલ્હીએ દમ તોડી દીધો હતો.
યઝદીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે મોંગોલ-તાતારોએ દિલ્હીમાં એવો નરસંહાર કર્યો કે દરેક જગ્યાએ લોહી અને કપાયેલા માથા દેખાતા હતા. આ તતાર સૈનિકોએ જૂની દિલ્હીની એક મસ્જિદમાં આશરો લઈ રહેલા હિન્દુઓને મારી નાખ્યા. હિંદુઓના કપાયેલા માથાનો મિનાર બનાવ્યો હતો. તેમના કપાયેલા ધડને પણ ગરુડ અને કાગડા ખાવા માટે છોડી દેવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી એવો નરસંહાર ચાલ્યો કે દિલ્હીને આ હુમલામાંથી બહાર આવતાં 100 વર્ષ લાગ્યાં.
એક ઈતિહાસકાર ગિયાસુદ્દીન અલી દ્વારા પુસ્તક 'ડાયરી ઓફ તૈમુર કેમ્પેઈન ઈન ઈન્ડિયા'માં લખ્યું છે કે તૈમૂરની તતાર સેનાએ દિલ્હીના લોકો પર એ રીતે હુમલો કર્યો કે જેમ ભૂખ્યા વરુઓ ઘેટાંના સમૂહ પર હુમલો કરે છે. તે સમયે દિલ્હીના ખૂણે ખૂણેથી સડેલી લાશોની દુર્ગંધ આવી રહી હતી.
તૈમુરની કબર પર લખેલું છે - મૃત્યુ પછી હું ઊભો રહીશ તો દુનિયા ધ્રૂજશે
ઉઝબેકિસ્તાનમાં તૈમુરની કબર પર લખેલું છે કે મારા મૃત્યુ પછી જ્યારે હું ઉભો થઈશ તો દુનિયા ધ્રૂજશે. આ સાથે કબર પર લખ્યું હતું કે, જે મારી કબર ખોલશે તેને મારાથી પણ ભયંકર દુશ્મન મળશે. આ કારણે ઘણા શાસકો આવ્યા, પરંતુ તેઓએ કબરને નુકસાન પહોંચાડ્યું નહીં. કહેવાય છે કે 1941માં રશિયન શાસક જોસેફ સ્ટાલિને પણ આ કબર ખોદવાનો પ્રયાસ કર્યો હતો. કબર ખોદ્યાના એક દિવસ પછી 11 જૂન, 1941 ના રોજ હિટલરે સોવિયત સંઘ પર હુમલો કર્યો હતો. આ પછી આ કબરને ફરીથી દફનાવવામાં આવી. જર્મનીની થોડી જ વારમાં હાર થઈ. એવું પણ કહેવાય છે કે ઈરાનના શાસક નાદિર શાહે તૈમૂરની કબરમાંથી એક ખાસ પથ્થર લઈ લીધો હતો, પરંતુ તેનું પતન થવા લાગતાં તે ડરના માર્યા તેણે તે પથ્થર પાછો કબર પર મૂકી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે