અમદાવાદના પ્રોપર્ટી માર્કેટના મોટા સમાચાર, તો શું સસ્તા મળશે મકાન? જાણો શુ કહે છે પ્રોપર્ટીના આગાહીકારો
Ahmedabad Property Market Investment : અચાનક ખબર વહેતી થઈ કે, અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં મંદી આવી છે, રાજ્યના મુખ્ય પાંચ શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગર ઉપરાંત અન્ય સ્થળોએ નોંધાયેલા કુલ પ્રોજેક્ટ્સ પૈકી તૈયાર થયેલા 6.35 લાખ જેટલા યુનિટ્સ હજી ખાલી પડ્યાં છે
Trending Photos
Ahmedabad Property Market અમદાવાદ : ગુજરાતનું અમદાવાદ શહેર એટલે સતત ધમધમતુ શહેર. આ શહેર હવે મુંબઈ, દિલ્હી, બેંગલુરુની હરોળમાં આવી ગયું છે. સતત નવા ડેવલપમેન્ટથી અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ પણ ઉંચકાયું છે. પરંતું અમદાવાદના પ્રોપર્ટી માર્કેટના એક ખબરે સૌના કામ સરવા કરી દીધા છે. અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં મંદી આવી છે તેવા અપડેટથી લોકો પૂછતા થયા છે કે, શું મકાનોના ભાવ ઓછા થયા. ત્યારે મંદીના આ સમાચાર અંગે એક્સપર્ટસનું શું કહેવું છે તે જાણીએ.
પ્રોજેક્ટ તૈયાર પડ્યા છે, પણ વેચાતા નથી
ગુજરાતના રિયલ એસ્ટેટમાં અનેક પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે છતાં આર્થિક મંદીના કારણે તૈયાર થયેલા યુનિટ્સ સમય મર્યાદામાં વેચાતા નથી, પરિણામે ડેવલપર્સની મોટાભાગની મૂડી રોકાયેલી જોવા મળે છે. રાજ્યમાં પ્રોપર્ટીઝના ભાવમાં થયેલા તીવ્ર વધારાના કારણે લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) ના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, “જ્યારથી ઓથોરિટીની રચના કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં કુલ 15 હજાર જેટલા પ્રોજેક્ટ્સ રજિસ્ટર્ડ થયાં છે. ગુજરાત કે દેશના કોઈપણ રાજ્યમાં કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો રેરા રજિસ્ટ્રેશન ફરજિયાત છે.’’ દેશમાં ગુજરાત એવું ત્રીજા નંબરનું રાજ્ય છે કે જ્યાં રિયલ એસ્ટેટના સૌથી વધુ પ્રોજેક્ટ્સ નોંધાયા છે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સનું મૂડીરોકાણ 5.50 લાખ કરોડ રૂપિયા છે. રાજ્યના મુખ્ય પાંચ શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગર ઉપરાંત અન્ય સ્થળોએ નોંધાયેલા કુલ પ્રોજેક્ટ્સ પૈકી તૈયાર થયેલા 6.35 લાખ જેટલા યુનિટ્સ હજી ખાલી પડ્યાં છે, જેના મુખ્ય કારણો મંદી અને લોકોની ખરીદશક્તિમાં આવેલો ઘટાડો છે.
પ્રોપર્ટી માર્કેટમાં કોઈ મંદી નથી
તો આ મામલે ગાહેડના ચેરમેન ધ્રુવ પટેલે જણાવ્યું કે, અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં આવેલી મંદીના સમચારમાં કોઈ તથ્ય નથી. નાઈટ ફ્રેન્ક રિપોર્ટ, એનારોક રિપોર્ટ તો અમદાવાદનું માર્કેટ ઉંચું જ બતાવે છે. હાલ સૌથી ઓથી ઈન્વેન્ટરી હોય તે અમદાવાદની છે. સ્કીમમાં ફ્લેટ વેચાતા નથી અને માલ પડ્યો છે, રૂપિયા રોકાયા છે તે વાતમાં કોઈ દમ નથી. હા એમ કહી શકાય કે, છેલ્લા દોઢ મહિનામાં વરાસદને કારણે તમામ ઉદ્યોગને અસર પડી છે. તમામ વ્યવસાયની સાથે રિયલ એસ્સેટને પણ અસર થઈ છે. તેથી નવી ઈન્ક્વાયરી ઓછી થઈ છે. આ સમયમાં કોઈ ડેવલપરે બુકિંગ નથી તેવું કહ્યું હોય તો તે સાચુ હોઈ શકે. હવે નવરાત્રિથી સીઝન ફરી શરૂ થશે, તેના બાદ પ્રોપર્ટી માર્કેટનો ગોલ્ડન પીરિયડ આવશે. હાલ મકાનના ભાવ પણ સ્ટેબલ છે. તેમાં કોઈ ઘટાડો આવ્યો નથી.
અમદાવાદના કયા વિસ્તારમાં હાલ ડિમાન્ડ છે
ગાહેડના ચેરમેન ધ્રુવ પટેલે જણાવ્યું કે, અમદાવાદના કયા વિસ્તારની હાલ સૌથી વધુ ડિમાન્ડ છે તે જવાબ આપવો અઘરો છે. કારણ કે, અમદાવાદમાં સરક્યુલર ડેવલપમેન્ટ છે. શહેર ચારેતરફથી વિકસી રહ્યું છે. હાલ ગોતા, શેલા, નિકોલ, આંબલી બોપલ રોડ, બિલિયોનર સ્ટ્રીટ ડિમાન્ડ છે. તો લિંકિંગ રોડ મીડિયમ ડિમાન્ડમાં છે.
મધ્યમવર્ગ માટે ફેવરિટ વિસ્તારો
અમદાવાદના ગોતા, નિકોલ, ચાંદખેડા, વૈષ્ણોદેવી સર્કલ આસપાસના વિસ્તારો મધ્યવર્ગીય માટે ફેવરિટ વિસ્તારો છે. આ વિસ્તારોમાં મધ્યવર્ગીય પરિવારોને એફોર્ડેબલ સ્કીમમાં મકાન મળી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે