Devendra Fadnavis નો આકરો પ્રહાર, નવાબ મલિકનો અંડરવર્લ્ડ સાથે સંબંધ, આપીશ પુરાવા

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક (Nawab Malik) ના આરોપો પર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એ આકરો પલટવાર કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ચાર વર્ષ જૂનો ફોટો ટ્વીટ કર્યો છે.

Devendra Fadnavis નો આકરો પ્રહાર, નવાબ મલિકનો અંડરવર્લ્ડ સાથે સંબંધ, આપીશ પુરાવા

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક (Nawab Malik) ના આરોપો પર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એ આકરો પલટવાર કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ચાર વર્ષ જૂનો ફોટો ટ્વીટ કર્યો છે. નવાબ મલિક દિવાળીના લવિંગીયા ફટાકડા ફોડી રહ્યા છે. તેમના આરોપો હાસ્યાસ્પદ છે. રિવર એંથર માટે જે ટીમ આવી હતી, તે હાયર્ડ ટીમ હતી અને આજે ચાર વર્ષ બાદ તેના પર સંબંધ બનાવી રહ્યા છે. 

મારી પત્નીને જાણીજોઇને બનાવી રહ્યા છે નિશાન: ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નવાબ મલિકે મારી સાથે તેમના ફોટાને ટ્વીટ કર્યો છે. જાણી જોઇને મારી પત્ની સાથે ફોટા ટ્વીટ કર્યા છે. જો ફોટાથી ડ્રગ રેકેટનો ખુલાસો થાય છે. તો તેમના જમાઇના ઘરેથી ગાંજો મળ્યો હતો તે શું હતું? 

કહેવત કહી ફડવીસે કર્યો પ્રહાર
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નવાબ મલિકને ફૂલઝડી સળગાવી હતી તો દિવાળી પછી ફટાકડા પણ ફૂટશે. તેમના ડ્રગ્સ માફિયાની સાથે શું સંબંધ છે અને એનસીપી સુપ્રીમો પવાર સાહેબનો શું સંબંધ છે તેનો પણ ખુલાસો થશે. નીરજ ગુંડે સાથે સંબંધ છે. અમે તેનાથી મનાઇ કરતા નથી. હું નવબ મલિકને એટલી સલાહ આપીશ કે જો સીએમ છે ઠાકરે તેમને પૂછી લે કે તે કેટલીવાર નીરજ ગુંડા પાસે ગયા છે અને જો નીર ગુંડા વિરૂદ્ધ કોઇ પુરાવા છે તો તેને અરેસ્ટ કરો. એટલા માટે કહેવા માંગુ છું કે ખિજાયેલી બિલાડી થાંભલો ખંજવાળે. હું કાચના ઘરમાં રહેતો નથી. 

હું મર્યાદા ઓળંગીશ નહી-ફડણવીસ
તેમણે કહ્યું કે હું મર્યાદા ઓળંગીશ નહી પરંતુ તે મર્યાદા ઓળંગીશ તો હું જવાબ તો જરૂર આપીશ. દિવાળી થવા દો બોમ્બ ફૂટશે. તેમના પર એટલા માનહાનિના કેસ થઇ ગયા છે. હું ક્રિમિનલ ડિફેમેશન કરવા વિચાર કરીશ. હું કાચના ઘરમાં રહેતો નથી ઇંટનો જવાબ પથ્થરથી આપવા માંગુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news