લોકસભા ચૂંટણી 2019: જાણો પીએમ મોદીનો વારાણસીમાં નામાંકન ભરવાનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી ખાતે લોકસભા ચૂંટણી 2019 માટે ગુરૂવારે નામાંકન ભરતા પહેલા બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઐતિહાસિક લંકા ગેટ ખાતે પંડિત મદનમોહન માલવિયની પ્રતિમાને હાર પહેરાવશે અને પછી અહીંથી રોડ શો શરૂ કરશે 
 

લોકસભા ચૂંટણી 2019: જાણો પીએમ મોદીનો વારાણસીમાં નામાંકન ભરવાનો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી વારાણસી લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. 2014માં પણ તેઓ વારાણસી અને વડોદરા બેઠક પરથી ચૂંટાયા હતા અને પછી તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી. ગુરૂવારે તેઓ વારાણસીની બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે, તેઓ ગુરૂવારે વારાણસીમાં એક વિશાળ રોડ શો કરશે અને શુક્રવારે તેઓ લોકસભા ચૂંટણી માટેનું નામાંકન ભરશે. 

પીએમ મોદીનો ગુરૂવારનો કાર્યક્રમ
બપોરે 12.00 કલાકઃ વારાણસી ખાતે આગમન 
બપોરે 1.00 કલાકઃ ભાજપના સિનિયર નેતાઓ અમિત શાહ, જે.પી. નડ્ડા, લક્ષ્મણ આચાર્ય, સુનિલ ઓઝા અને આશુતોષ ટંડન સાથે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા. 

બપોરે 3.00 કલાકઃ 7 કિમી લાંબા રોડ શોનો પ્રારંભ 

  •    બનારસ હિન્દુ યુનિવર્સિટીના લંકા ગેટ ખાતે પંડિત મદનમોહન માલવિયની પ્રતિમાને હાર પહેરાવ્યા બાદ રોડ શોનો પ્રારંભ
  •    લંકા ગેટથી કાફલો રવાના થશે
  •    માર્ગમાં 150 સ્થળે વડાપ્રધાન મોદીનું ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે. 
  •    20 સ્થળે વડાપ્રધાન પર ગુલાબની પાંદડીઓનો વરસાદ કરાશે 
  •    વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકો તેમના સ્થાનિક પરંપરાત વેશભૂષામાં પીએમ મોદીનું સ્વાગત કરશે.
  •    મુસ્લિમ બહુમતિ ધરાવતા મદનપુરા અને સોનારપુરામાંથી પણ પીએમ મોદીનો કાફલો પસાર થશે, જ્યાં મુસ્લિમ સમુદાય તેમનું સ્વાગત કરશે. 
  •    દશાશ્વમેધ ઘાટ ખાતે પીએમ મોદીનો રોડ શો સમાપ્ત થશે. 

પીએમ મોદીના રોડ શોનો સમગ્ર રૂટ 
બીએચયુ(લંકાગેટ)થી પ્રારંભ - રવિદાસ ગેટ - અસ્સી ચૌરાહા - ભદાઈની - શિવાલય - સોનારપુરા - પાંડે હવેલી - મદનપુરા - જંગમબાડી - ગોડોલિયા - કાશી વિશ્વનાથ - દશાશ્વમેધ ઘાટ. 

સાંજે 6.30 કલાકઃ દાશાશ્વમેધ ઘાટ ખાતે પીએમ મોદી ગંગા પૂજન અને આરતીમાં ભાગ લેશે. 

રોડ શો પૂરો થયા બાદ બૌદ્ધિકો સાથે મુલાકાત
રોડ શો પૂરો થયા બાદ પીએમ મોદી વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. સમાજના તમામ વર્ગો સાથે 'મિશન ઓલ' કાર્યક્રમ બાબતે વાતચીત કરશે. 

પીએમ મોદીનો શુક્રવારનો કાર્યક્રમ

  • સવારે 8.00 કલાકઃ બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે મુલાકાત અને ચર્ચા. 
  • સવારે 10.00 કલાકઃ કાલ ભૈરવ મંદિરની મુલાકાત. પીએમ મોદી અહીં મંદીરમાં બે કલાક સુધી રોકાશે. 
  • બપોરે 12.00 કલાકઃ પીએમ મોદી વિજય મૂહૂર્તમાં નામાંકન ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચશે અને લોકસભા ચૂંટણી 2019 માટે નામાંકન પત્ર ભરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news