સ્મિથ-વોર્નર આવવાથી વિશ્વ કપ પર ઓસ્ટ્રેલિયાની દાવેદારી થઈ મજબૂતઃ સ્ટોઇનિસ

ઓસ્ટ્રેલિયાને 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વ કપ માટે ટાઇટલનું દાવેદાર માનવામાં આવી રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયને આગામી ટૂર્નામેન્ટ માટે પસંદ કરેલી ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને જગ્યા આપી છે. 
 

 સ્મિથ-વોર્નર આવવાથી વિશ્વ કપ પર ઓસ્ટ્રેલિયાની દાવેદારી થઈ મજબૂતઃ સ્ટોઇનિસ

બેંગલુરૂઃ ઓસ્ટ્રેલિયાને 30 મેથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વકપમાં ટાઇટલનું દાવેદાર માનવામાં આવી રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયને આગામી ટૂર્નામેન્ટ માટે પસંદ કરેલી ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને પણ સ્થાન મળ્યું છે. ઓલરાઉન્ડર ખેલાડી માર્કસ સ્ટોઇનિસનું કહેવું છે કે, આ બંન્ને ખેલાડીઓ આવવાથી ટાઇટલ પર ઓસ્ટ્રેલિયાની દાવેદારી વધુ મજબૂત થઈ છે. 

'ક્રિકઇન્ફો'એ સ્ટોઇનિસના હવાલાથી જણાવ્યું,  તેની ટીમને ઘણો ફાયદો થશે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં અન્ય ખેલાડીઓએ પણ આગળ આવીને જવાબદારી લીધી છે અને અમે સતત જીત મેળવી છે. 

સ્ટોઇનિસે કહ્યું, હું સમજું છું કે તમામ આત્મવિશ્વાસથી ભરેલા છે. આઠ જીત અને તે પણ ઘરની બહાર, હું સમજુ છું કે આ અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અમારે તેની જરૂર હતી. છેલ્લા એક વર્ષમાં અમે ઘણી મેચ ગુમાવી. આ સમય સારો છે, મને લાગે છે કે દરેક ખેલાડીએ બીજા ખેલાડી પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું છે અને અમે એક ટીમના રૂપમાં શાનદાર પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. 

સ્ટોઇનિસ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે રમી રહ્યો છે. વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચ એક જૂને અફગાનિસ્તાન વિરુદ્ઘ રમશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news