એક સ્ટેશન પર બે દેશના હક્ક, અડધું સ્ટેશન ભારતમાં તો અડધું પાકિસ્તાનમાં! અમુક જગ્યાએ વિઝા ફરજિયાત

લવે સ્ટેશન પર તો તમે ગયા હશો. તમને લાગશે એમાં વળી શું નવી વાત છે. પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે રેલવે સ્ટેશન પર જવા માટે વિજાની જરૂર પડે. ભારતેમાં એવા પણ રેલવે સ્ટેશન છે જ્યા વિજા વગર એન્ટ્રી નથી મળતી. ભારતમાં કુલ 7,325 રેલવે સ્ટેશન છે. આ તમામ રેલવે સ્ટેશન પોતાની વિવિધા માટે જાણીતા છે.

એક સ્ટેશન પર બે દેશના હક્ક, અડધું સ્ટેશન ભારતમાં તો અડધું પાકિસ્તાનમાં! અમુક જગ્યાએ વિઝા ફરજિયાત

નવી દિલ્હીઃ રેલવે સ્ટેશન પર તો તમે ગયા હશો. તમને લાગશે એમાં વળી શું નવી વાત છે. પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે રેલવે સ્ટેશન પર જવા માટે વિજાની જરૂર પડે. ભારતેમાં એવા પણ રેલવે સ્ટેશન છે જ્યા વિજા વગર એન્ટ્રી નથી મળતી. ભારતમાં કુલ 7,325 રેલવે સ્ટેશન છે. આ તમામ રેલવે સ્ટેશન પોતાની વિવિધા માટે જાણીતા છે. કેટલાક રેલવે સ્ટેશન પોતાની સુંદરતાના લીધે ખુબ જાણીતા છે. તો કેટલાક રેલવે સ્ટેશનો તેમના લાંબા પ્લેટફોર્મ માટે. તો કેટલાક સહુથી વધુ પ્લેટફોર્મ માટે પ્રખ્યાત છે. 7,325માંથી કેટલાક એવા રેલવે સ્ટેશન છે જેના વિશે સાંભળીને તમામ લોકો વિચારમાં પડી જાય છે. કેટલાક રેલવે સ્ટેશન એવા છે જે બે રાજ્યોની સરહદે આવેલા છે. તો કેટલાક તો એવા છે જે બે દેશ વચ્ચે વેચાયેલા છે. તો આજે આવા જ કેટલાક રેલવે સ્ટેશન વિશે જાણીશું જે પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે.

No description available.

ભવાની મંડી-
દિલ્હી-મુંબઈ રેલ લાઈન પર આવેલ ભવાની મંડી રેલવે સ્ટેશન ખુબ રસપ્રદ છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લા અને કોટા વિભાગમાં આવતા ભવાની મંડી સ્ટેશનને રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચવામાં આવ્યું છે. જેથી અહીં ટ્રેનનું એન્જિન એક રાજસ્થાનમાં હોય તો ટ્રેનના ડબ્બા મધ્યપ્રદેશની હદમાં હોય છે. રેલવે સ્ટેશનના એક છેડે રાજસ્થાનનું બોર્ડ છે અને બીજા છેડે મધ્યપ્રદેશ રાજ્યનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

No description available.

નવાપુર રેલવે સ્ટેશન-
આ રેલવે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની સરહદ પર આવે છે. આ રેલવે સ્ટેશન પર બેંચ પર બેસતા પહેલા એ જોઈ લેવું પડે છે કે તમે ક્યાં રાજ્યની હદમાં બેઠા છો.  સ્ટેશનની અડધી બેંચ મહારાષ્ટ્રના ભાગમાં અને અડધી બેંચ ગુજરાતના ભાગમાં આવેલી છે. સાથે એક અનોખી વાત એ પણ છે કે અહીં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી જેવી જુદી જુદી ભાષાઓમાં સુચનાઓ આપવામાં આવે છે.સ્ટેશન બન્યું ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર જુદા નહોંતા થયા.. 1 મે, 1961ના રોજ મુંબઈથી ગુજરાત અલગ થતા આ સ્ટેશન બંને રાજ્યોની હદમાં વહેંચાયેલું છે.

13 વર્ષ પછી પર સ્ટેશનને નથી મળ્યું નામ-
પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં આવેલ એક રેલવે સ્ટેશનને હજુ સુધી કોઈ નામ નથી આપવામાં આવ્યું. આ રેલવે સ્ટેશન 2008માં બાંકુરા-માસગ્રામ રેલવે લાઇન પર બનાવવામાં આવ્યું હતું. જે બર્ધમાન ટાઉનથી 35 કિમી દૂર છે. જેને રૈયાગઢ નામ આપવામાં આવ્યું હતું. પણ રૈના ગામના લોકોને નામ પસંદ ના આવતા તેમણે રેલવે બોર્ડમાં ફરિયાદ કરી હતી. જેથી સ્ટેશનના નામ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

ઝારખંડનું નામ વગરનું સ્ટેશન-
રાંચીથી ઝારખંડની રાજધાની તોરી જતી ટ્રેન એક સ્ટેશન પરથી પસાર થાય છે જેનું કોઈ નામ નથી. આ સ્ટેશન પર તમને કોઈ સાઈન બોર્ડ જોવા નહીં મળે. 2011માં જ્યારે આ સ્ટેશનનું  નામ બરકીચંપી રાખવાનું વિચાર્યું હતું. જેનો કમલે ગામના લોકોએ વિરોધ કર્યો હતો. લોકોનું કહેવું હતું કે રેલવે સ્ટેશન માટે અમે જમીન અને શ્રમદાન આપ્યો છે જેથી આ સ્ટેશનનું નામ કમલે રાખવામાં આવે. જો કે વિવાદનો ઉકેલ ના આવતા હજુ સુધી સ્ટેશનને નામ મળ્યું નથી.

No description available.

અટારી-
આપણા દેશનું સૌથી ખાસ રેલવે સ્ટેશન છે અટારી. અહીં જવા માટે તમારે વિજા લેવા પડે છે. અહીં તમે વિજા વગર જાઓ તો સજા પણ ભોગવવી પડી શકે છે. ભારતમાં આવેલા આ સ્ટેશન પર જવા માટે તમારી પાસે પાકિસ્તાનના વિજા હોવો જરૂરી છે. અમૃતસરનું અટારી રેલવે સ્ટેશન ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું છે. આ સ્ટેશન પર હંમેશા સુરક્ષા દળોની કડક દેખરેખ હોય છે. જો કોઈ વિજા વગર અહીં પહોંચી જાય તો તેની સામે 14 જેટલા અલગ અલગ કાયદાના ભંગ બદલ કેસ નોંધાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news