સુપ્રીમ કોર્ટનાં જજે કહ્યું, દિલ્હી તરફ જોઇએ તો દુખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે
Trending Photos
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હી સીલિંગ મુદ્દે (Delhi Sealing Case) સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર દિલ્હીમાં તંત્ર મુદ્દે લડાઇ લડી રહી છે પરંતુ તેમને દિલ્હીમાં રહેનારા લોકોની કોઇ પરવાહ નથી. કોઇ પણ યોગ્ય દિશામાં આગળ નથી ચાલવા માંગતા.
મહાનંદા નદીમાં 50 લોકો ભરેલી બોટ પલટી, દુર્ઘટનાનો હચમચાવી નાખે તેવો VIDEO સામે આવ્યો
દિલ્હીમાં ઓથોરિટી મુદ્દે તાલમેલનાં અભાવ પર શીર્ષ કોર્ટમાં નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે, જ્યારે દિલ્હી તરફથી જોઇએ છીએ તો અમને દુખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે. અહીં ઓથોરિટીમાં કોઇ તાલમેલ જોવા નથી મળી રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની દેખરેખ સમિતીનાં આદેશ પર દિલ્હીમાં એક વર્ષ પહેલા સીલિંગ ચાલુ થયું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: ભાજપના આ દિગ્ગજ નેતાઓનું આ વખતે કપાયું પત્તું
રહેણાકની સંપત્તીઓનો ઉપયોગ વ્યાવસાયિક ઉદ્દેશ્યો માટે કરનારા વ્યાપારિક પ્રતિષ્ઠાનોની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતી દ્વારા સીલિંગ અભિયાન ચલાવવામાં આવી રહી છે. તેને દિલ્હીમાં ભાજપ નેતૃત્વ વાળા ત્રણ નગર નિગમો દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે