દિલ્હીમાં ખૂટી પડ્યો Oxygen, દોઢ કલાક ચાલશે: 20 દર્દીના મોત, 200 જીંદગી ખતરામાં

ડોક્ટર એસસીએલ ગુપ્તાએ આગળ કહ્યું કે કોવિડ દર્દીની સારવાર માટે ઓક્સિજન ખૂબ જરૂરી છે. અમને 500 લીટર ઓક્સિજન મળી ગયો છે. અમને દિવસભરમાં 8,000 લીટર ઓક્સિજનની જરૂર છે.

દિલ્હીમાં ખૂટી પડ્યો Oxygen, દોઢ કલાક ચાલશે: 20 દર્દીના મોત, 200 જીંદગી ખતરામાં

નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એવામાં હોસ્પિટલોમાં એડમિટ દર્દીઓની સારવારમાં ઓક્સિજન (Oxygen) ની અછત જોવા મળી રહી છે. જયપુર ગોલ્ડનના ડોક્ટર ડીકે બલૂજાએ જણાવ્યું કે ગત રાત્રે 20 દર્દીઓના મોત ઓક્સિજનની અછતના લીધે થયા છે. અમારી પાસે ફક્ત 1.5 કલાકનો ઓક્સિજન બચ્યો છે. 200 લોકોની જીંદગી ખતરામાં છે. 

તો બીજી તરફ રાહતની વાત એ છે કે દિલ્હીના તુગલકાબાદ ઇંસ્ટીટ્યૂશનલ એરિયામાં સ્થિત બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન ખતમ થયાની થોડી મિનિટોની અંદર દિલ્હી સરકારે ઓક્સિજનની ઇમરજન્સી આપૂર્તિ કરી, અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી.

હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક સુધાંશુ વૈંકટે જણાવ્યું કે હોસ્પિટલમાં સવારે નવ વાગે ઓક્સિજન ખત થઇ ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે 'હમણાં દિલ્હી સરકાર તરફથી અમારા ત્યાં ઓક્સિજનની ઇમરજન્સી આપૂર્તિ કરવામાં આવી છે. આ લગભગ દોઢ કલાક ચાલશે. અમારે ત્યાં આપૂર્તિકર્તા ફોનનો જવાબ આપી રહ્યા નથી. તેમણે આગળ કહ્યું કે હોસ્પિટલમાં લગભગ 350 દર્દી દાખલ છે. જેમાંથી 265 કોરોના વાયરસથી પીડિત છે અને 30 દર્દી આઇસીયૂમાં છે. 

— ANI (@ANI) April 24, 2021

દિલ્હીના બત્રા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેંટરમાં શનિવારે ઓક્સિજનનું ટેંકર પહોંચ્યું. બત્રા હોસ્પિટલના એમડી ડોક્ટર એસસીએલ ગુપ્તાએ જણાવ્યું કે અમારી પાસે હવે 1.5 કલાકનો ઓક્સિજન છે. અમારી હોસ્પિટલમાં 200 દર્દી એડમિટ છે. 

— ANI (@ANI) April 24, 2021

ડોક્ટર એસસીએલ ગુપ્તાએ આગળ કહ્યું કે કોવિડ દર્દીની સારવાર માટે ઓક્સિજન ખૂબ જરૂરી છે. અમને 500 લીટર ઓક્સિજન મળી ગયો છે. અમને દિવસભરમાં 8,000 લીટર ઓક્સિજનની જરૂર છે. જો ઓક્સિજન ન મળ્યો તો અમે શું કરીશું. 

આ દરમિયાન દિલ્હીના સરોજ હોસ્પિટલે કહ્યું કે 'ઓક્સિજનની અછતના લીધે અમે દર્દીઓને એડમિટ કરવાનું બંધ કરી દીધું છે. અમે દર્દીઓને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news