દિલ્હીમાં સરકારી હોસ્પિટલોના કર્મચારીઓની રજાઓ રદ્દ, ઉપરાજ્યપાલે પોતાનો નિર્ણય પરત લીધો
દિલ્હી અને કેન્દ્ર સરકારના લાખ પ્રયત્નો છતાં રાજધાનીમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે હોસ્પિટલોના ડોક્ટરો અને સપોર્ટ સ્ટાફ સહિત સ્વાસ્થ્ય વિભાગના બધા કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી અને કેન્દ્ર સરકારના લાખ પ્રયત્નો છતાં રાજધાનીમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે હોસ્પિટલોના ડોક્ટરો અને સપોર્ટ સ્ટાફ સહિત સ્વાસ્થ્ય વિભાગના બધા કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે. તો બીજીતરફ કોરોના પોઝિટિવ દર્દીઓને સરકારી ફેસલિટીમાં ક્વોરેન્ટીન કરવાનો આદેશ ઉપરાજ્યપાલે વિવાદ બાદ પાછો ખેંચી લીધો છે. એલજીએ કહ્યુ કે, હવે લક્ષણો વગરના કે ઓછા લક્ષણો વાળા કોરોના પોઝિટિવ દર્દીઓને સરકારી ક્વોરેન્ટીન કરવાની જરૂર નથી. મહત્વનું છે કે આ એલજીના આ નિર્ણયનો સીએમ અરવિંદ કેજરીવાલે વિરોધ કર્યો હતો.
ઉપ રાજ્યપાલે પરત લીધો આદેશ
દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે રાજધાનીમાં કોરોના દર્દીઓ માટે 5 દિવસ સરકારી ક્વોરેન્ટીનમાં રાખવાના નિર્ણયને પરત લઈ લીધો છે. ઉપ રાજ્યપાલે કહ્યુ કે, ઇન્સ્ટીટ્યૂશન આઇસોલેશનના મામલામાં માત્ર તે કોવિડ -19 પોઝિટિવ દર્દીઓને ઇન્સ્ટીટ્યૂશન આઇસોલેશનમાં જવુ પડશે જેને ક્લિનિકલ અસેસમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી અને જેની પાસે હોમ આઇસોલેશનની પર્યાપ્ત સુવિધા નથી.
Regarding institutional isolation, only those COVID positive cases which do not require hospitalisation on clinical assessment & do not have adequate facilities for home isolation would be required to undergo institutional isolation.
— LG Delhi (@LtGovDelhi) June 20, 2020
રજાઓ રદ્દ કરવાનો આદેશ
દિલ્હી સરકારે એક ઓર્ડરમાં બધા ડીએમ, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવનાર બધી હોસ્પિટલો અને મેડિકલ સંસ્થાઓના ડીન અને ડાયરેક્ટરને કહ્યું છે કે, તમારા હેઠળ આવનાર બધા કર્મચારીઓને તત્કાલ ડ્યૂટી પર આવવાનો નિર્દેશ આપો. તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી હોસ્પિટલોના કર્મચારી અનિવાર્ય સંજોગોમાં જ રજા લઈ શકે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે