હરિયાણામાં બે ભાગ પડશે INLDના, અજય ચૌટાલા કહે છે - કશું માંગશે નહીં, હવે લડાઈ થશે

અજય સિંહ ચૌટાલાએ સોમવારે પાર્ટીથી હાંકી કાઢવામાં આવેલા તેમના પુત્રના પક્ષમાં ખુલ્લીને સામે આવ્યા અને દાવો કર્યો છે કે પાર્ટીમાં ઘણા હાજર તથા પૂર્વ ધારાસભ્ય તેમના સમર્થનમાં છે.

હરિયાણામાં બે ભાગ પડશે INLDના, અજય ચૌટાલા કહે છે - કશું માંગશે નહીં, હવે લડાઈ થશે

ચંડીગઢ: ઇન્ડિયન નેશનલ લોક દળ (ઇનેલો)ના બે ભાગ થવાની કગાર પર જોવા મળી રહી છે. ઇનેલોના વરિષ્ઠ નેતા અજય સિંહ ચૌટાલાએ સોમવારે પાર્ટીથી હાંકી કાઢવામાં આવેલા તેમના પુત્રના પક્ષમાં ખુલ્લીને સામે આવ્યા અને દાવો કર્યો છે કે પાર્ટીમાં ઘણા હાજર તથા પૂર્વ ધારાસભ્ય તેમના સમર્થનમાં છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ઇનેલોના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલાનો માટો પુત્ર અજય બે અઠવાડીયાથી પેરોલ પર દિલ્હીની તિહાડ જેલથી મુક્ત થયો છે. જેલથી મુક્ત થયા બાદ અજયે નવી દિલ્હીમાં તેમના પુત્ર અને હિસારથી સાંસદ દુષ્યંત ચૌટાવાના સરકારી આવાસ પર શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમણે ત્યાં જાહેરાત કરી હતી કે ‘પાર્ટી કોઇના બાપની મિલકત નથી.’

અજયે પાર્ટીથી હાંકી કાઢવામાં આવેલા તેના પુત્ર દુષ્યંત અને દિગ્વિજયનું સમર્થન કરતા તેના નાના ભાઇ અભય સિંહ ચૌટાલા પર પરોક્ષ હુમલો કર્યો હતો. ઇનેલો કાર્યકર્તાઓને સંબોધીત કરાતા અજયે કહ્યું કે, અમે હવે કોઇની પાસેથી કશું માંગશું નહીં, હેવ લડાઇ થશે. અમે ચૌટાલા સાહેબની સામે એવી સ્થિતિ ઉભી કરી દઇશું કે તેઓ દુષ્યંતને પાર્ટીમાં ફરી લેવા માટે મજબૂર થઇ જશે. અજયે તેમના પિતાના એક ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચૌટાલા સાહેબ કહેતા હતા કે ‘કોઇને માંગવાથી કશું મળતું નથી, છીનવાથી મળે છે.’ દુષ્યંત અને દિગ્વિજયને ગેરશિસ્ત, ગુનાખોરી અને પાર્ટીને તોડવાના આરોપમાં પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.

ઓમ પ્રકાશ ચૌટાલાએએ તેમના પૌત્રને પાર્ટીમાંથી કાઢ્યો હતો.
ઇન્ડિયન નેશનલ લોક દળના અધ્યત્ર ઓમ પ્રકાશ ચૌટાલાએ તેમને બન્ને પૌત્રને ગેરશિસ્ત, ગુનાખોરીનો દોષી સમજીને તેને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેના થોડા દિવસ પહેલા જ આ બંને- હિસાર ના સાંસદ દુષ્યંત ચૌટાલા અને યુવા નેતા દિગ્વિજય ચૌટાલાને પાર્ટીથી બહાર કરવામાં આવ્યા હતા. બંને ઓમ પ્રકાશ ચૌટાલાના મોટા પુત્ર અજયના પુત્ર છે.

ઓમ પ્રકાશ ચૌટાલાએ આપલા એક નિવેદનમાં કહ્યું કે, ઇનેલો સાંસદ દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલાને તાત્કાલીક પ્રભાવના પ્રાથમિક સભ્ય પદથી બહાર કાઢવામાં આવ્યા છે. નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે દુષ્યંત ચૌટાલા હેવ પાર્ટીના સભ્ય બોર્ડના નેતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news