Coronavirus: Oxygen લેવલ ઓછું થઈ જાય તો ગભરાશો નહીં, સરકાર ઘરે સિલિન્ડર પહોંચતો કરશે, આ રીતે કરો રજિસ્ટ્રેશન

રાજધાની દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો માટે સરકાર ઘરે જ ઈમરજન્સી ઓક્સિજન (Emergency Oxygen) આપવા માટે ઓક્સિજન પૂલ બનાવશે. ઓક્સિજન પૂલ (Oxygen Pool) ની નિગરાણી ડીએમ પોતે કરશે. 

Coronavirus: Oxygen લેવલ ઓછું થઈ જાય તો ગભરાશો નહીં, સરકાર ઘરે સિલિન્ડર પહોંચતો કરશે, આ રીતે કરો રજિસ્ટ્રેશન

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો માટે સરકાર ઘરે જ ઈમરજન્સી ઓક્સિજન (Emergency Oxygen) આપવા માટે ઓક્સિજન પૂલ બનાવશે. ઓક્સિજન પૂલ (Oxygen Pool) ની નિગરાણી ડીએમ પોતે કરશે. 

કેવી રીતે મળશે ઓક્સિજન સિલિન્ડર?
અત્રે જણાવવાનું કે ડીએમ કોવિડ દર્દીની ગંભીરતા ચકાસીને નક્કી કરશે કે તેમના ઘરે ઓક્સિજન આપવો કે નહીં. સ્વાસ્થ્ય વિભાગે દિલ્હીના દરેક જિલ્લાને 20 ઓક્સિજન સિલિન્ડરનો કોટા આપ્યો છે. 

ઘરે ઘરે પહોંચાડશે ઓક્સિજન સિલિન્ડર
અત્રે જણાવવાનું કે હાલ દિલ્હીમાં 50 હજારથી વધુ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જો શરીરમાં ઓક્સિજન લેવલનીકમી થવા પર કોઈ હોસ્પિટલ જશે તો ત્યાં ભીડ વધશે. આવામાં દિલ્હી સરકાર ઘરે જ દર્દીઓને ઓક્સિજન ઉપલબ્ધ કરાવશે. જેનાથી હોસ્પિટલમાં ભીડ ઓછી થાય. 

દિલ્હી સરકારે લોકોને અપીલ કરી છે કે સપ્લાયમાં મદદ કરવા માટે ખાલી ઓક્સિજન સિલિન્ડરનું દાન કરે. સ્વાસ્થ્ય વિભાગના સિનિયર ઓફિસર આશીષ કુંદ્રાએ કહ્યું કે રાજઘાટ ડીટીસી બસ ડેપોને સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં ઓક્સિજન સિલિન્ડરનું દાન કરી શકાય છે. વધુ જાણકારી માટે લોકો 011-23270718 પર ફોન કરી શકે છે. 

આ રીતે કરો રજિસ્ટ્રેશન
હોમ આઈસોલેશનમાં રહેતા કોરોનાના દર્દીઓ દિલ્હી સરકારના પોર્ટલ  www.delhi.gov.in પર રજિસ્ટ્રેશન કરીને ઓક્સિજન સિલિન્ડર મેળવી શકે છે. રજિસ્ટ્રેશન માટે ફોટો, આધાર કાર્ડ, ઓળખ પત્ર, અને કોરોના ટેસ્ટ રિપોર્ટ જરૂરી છે. જો સીટી સ્કેન કરાવ્યું હોય તો તેનો રિપોર્ટ પણ પોર્ટલ પર અપલોડ કરી શકો છો. 

રિફિલ કરાશે સિલિન્ડર
પોર્ટલ પર રજિસ્ટ્રેશન બાદ ડીએમ કોવિડ દર્દીને ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવશે. જરૂર પડ્યા બાદ રિફિલિંગ પ્લાન્ટથી સિલિન્ડર રિફિલ  કરાવવા માટે પાસ પણ અપાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news