Delhi: મુખરજી નગરના કોચિંગ સેન્ટરમાં આગ લાગી, જીવ બચાવવા સ્ટુડન્ટ્સ બારીમાંથી કૂદ્યા
દિલ્હીના મુખરજી નગરમાં બત્રા સિનેમા પાસે આવેલા જ્ઞાન બિલ્ડિંગમાં આગ લાગી. આ બિલ્ડિંગમાં અનેક કોચિંગ સેન્ટર છે. ઈમારતમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ. વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાં કૂદવા લાગ્યા. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓના ઘાયલ થવાના રિપોર્ટ્સ છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
Trending Photos
દિલ્હીના મુખરજી નગરમાં બત્રા સિનેમા પાસે આવેલા જ્ઞાન બિલ્ડિંગમાં આગ લાગી. આ બિલ્ડિંગમાં અનેક કોચિંગ સેન્ટર છે. ઈમારતમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ. વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાં કૂદવા લાગ્યા. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓના ઘાયલ થવાના રિપોર્ટ્સ છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા છે. જો કે કોઈને ગંભીર ઈજા થઈ નથી તે રાહતની વાત છે.
ઘટનાની જાણ થતા જ ફાયરની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરાયું. દિલ્હીના ફાયર વિભાગે પણ આ અંગે નિવેદન આપતા કહ્યું કે બધાને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી. દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નલવાએ આ અંગે કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓને આગ લાગતા બિલ્ડિંગમાંથી બહાર નીકળતી વખતે ઈજા થઈ હતી. બિલ્ડિંગમાં કોઈ પણ હાલ ફસાયેલું નથી. બિલ્ડિંગના ઈલેક્ટ્રિસિટી મીટરમાં આગ લાગી હતી. ધૂમાડો ફરી વળતા અફરાતફરી મચી હતી.
વાયરના સહારે ઉતર્યા વિદ્યાર્થીઓ
એવું કહેવાય છે કે બિલ્ડિંગમાં 12 વાગે આગ લાગી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ઈમારતમાં આગ લાગ્યા બાદ કેવી રીતે વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી રહ્યા છે.
#BreakingNews: दिल्ली के मुखर्जी नगर इलाके में एक कोचिंग सेंटर में लगी भीषण आग
▶️ खिड़की से तार द्वार लटक कर छात्रों ने बचाई अपनी जान
▶️ मौके पर फायर ब्रिगेड की कई गाड़ियां पहुंची#Fire #MukherjeeNagar #CoachingCenter #Students @malhotra_malika @priyasi90 pic.twitter.com/Wwv8lTl2JU
— Zee News (@ZeeNews) June 15, 2023
સૂરતમાં ઘટી હતી આવી ઘટના
આ અગાઉ મે 2019માં સૂરતના સરથાણામાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. આ ભીષણ અગ્નિકાંડમાં 20 સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યો હતો. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે