દિલ્હી: નરેલામાં પગરખા બનાવવાની ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં લાગી આગ

નરેલા ઇંડસ્ટ્રિયલ એરિયામાં બૂટ-ચંપલ બનાવનાર બે ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડર ફાટતાં આગ લાગી છે. એક ફેક્ટરીમાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. તો બીજી તરફ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગી ગઇ છે. ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

દિલ્હી: નરેલામાં પગરખા બનાવવાની ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં લાગી આગ

નવી દિલ્હી: નરેલા ઇંડસ્ટ્રિયલ એરિયામાં બૂટ-ચંપલ બનાવનાર બે ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડર ફાટતાં આગ લાગી છે. એક ફેક્ટરીમાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. તો બીજી તરફ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગી ગઇ છે. ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આગ લાગી તે સમયે ફેક્ટરીમાં કોઇ ન હતું. કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જોકે આગ ઓલવવાના ક્રમમાં ત્રણ ફાયરબ્રિગેડના કર્મચારી ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે પાંચ વાગે લગભગ આગ લાગી હતી. આ સાથે જ એક મહિનામાં દિલ્હીમાં આગની ત્રણ મોટી ઘટનાઓ સર્જાઇ છે. આ પહેલાં 24 કલાક અગાઉ કિરાડી વિસ્તારમાં આગ લાગી હતી. 

આ અફેલાં સોમવારે દિલ્હીના કિરાડી વિસ્તારમાં આગ લાગવાથી 9 લોકોના મોત નિપજ્યા હતા. આ આગ ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત કપડાંના ગોડાઉનમાં લાગી હતી. કિરાડીના જે મકાનમાં આગ લાગી હતી તે બે માળનું હતું. જેની નીચેના ફ્લોર પર કપડાનું ગોડાઉન હતું. ગોડાઉનમાં શોર્ટ સર્કિટના લીધે કપડાએ આગ પકડી લીધી હતી. ત્યારબાદ આગ ભડકી હતી. આગની જ્વાળાઓ ફેલાતા ઉપરના ફ્લોર પર પહોંચી હતી. જેના લીધે લોકોને ભાગવાની તક મળી ન હતી. ઘટના વખતે 13 લોકો હાજર હતા. જેમાંથી 9 લોકોના મોત નિપજ્યા હતા. 

ફાયર વિભાગને રવિવારે મોડી રાત્રે લગભગ 12:30 કલાક સમાચાર મળ્યા હતા કે કિરાડી સ્થિત ઇંદર એન્કલેવ ફેસ-1, ડી બ્લોક ગલી નંબર 4 મકાન નંબર 206માં આગ લાગી છે. ત્યારબાદ ફાયર બ્રિગેડ વિભાગ અને પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા. 

આગ ઓલવવામાં ફાયર બ્રિગેડની કુલ 7 ગાડીઓ પહોંચી હતી. આગ પર કાબૂ મેળવતી વખતે ઘણા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ તેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોના બેભાન હતા. જેમને નજીક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. પછી તેમાંથી પાંચ લોકોના મોત નિપજ્યા હતા. દિલ્હી સરકારે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. 

સાત ડિસેમ્બરે પણ થયો અકસ્માત
આ પહેલાં 7 ડિસેમ્બરના રોજ દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજ મંડીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 43 લોકોના મોત નિપજ્યા હતા. અહીં પણ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જ હતું. ત્યાં ત્રણ માળની બિલ્ડીંગમાં સવારે 5-6 વાગે લગભગ ભીષણ આગ લાગી હતી, તે સમયે તમામ લોકો સુતા હતા અને મોટાભાગના લોકોનો શ્વાસ રૂંધાતા મોત નિપજ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news