દિલ્હી વિધાનસભામાં હંગામો, CM કેજરીવાલે ફાડી કૃષિ કાયદાની કોપી

સીએમે કહ્યુ કે, યોગી આદિત્યનાથે બરેલીમાં રેલી કરી અને ત્રણ બિલના ફાયદા સમજાવવામાં લાગ્યા કે તમારી જમીન જશે નહીં, એપીએમસી બંધ નહીં થાય. ભાજપ જણાવે કે કાયદાથી શું ફાયદો છે? ભાજપના નેતાઓને એક લાઇન ગોખવા આપવામાં આવી છે કે કિસાન દેશમાં ગમે ત્યાં પાક વેચી શકે છે. 

દિલ્હી વિધાનસભામાં હંગામો, CM કેજરીવાલે ફાડી કૃષિ કાયદાની કોપી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં નવા કૃષિ કાયદા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદાની કોપી ફાડી ગતી. તેમણે કહ્યુ કે, સરકાર વધુ કેટલા જીવ લેશે? અત્યાર સુધી 20થી વધુ કિસાન આ આંદોલનમાં શહીદ થઈ ચુક્યા છે. એક-એક કિસાન ભગત સિંહ બનીને આંદોલનમાં બેઠા છે. અંગ્રેજોથી ખરાબ ન બને સરકાર.

સીએમે કહ્યુ કે, યોગી આદિત્યનાથે બરેલીમાં રેલી કરી અને ત્રણ બિલના ફાયદા સમજાવવામાં લાગ્યા કે તમારી જમીન જશે નહીં, એપીએમસી બંધ નહીં થાય. ભાજપ જણાવે કે કાયદાથી શું ફાયદો છે? ભાજપના નેતાઓને એક લાઇન ગોખવા આપવામાં આવી છે કે કિસાન દેશમાં ગમે ત્યાં પાક વેચી શકે છે. હવામાં વાત કરવાથી શું થશે? કિસાનોને નહીં ભાજપ વાળાને ભ્રમિંત કરવામાં આવ્યા છે, ભાજપ વાળાને અફીણ ખવડાવી દેવામાં આવ્યું છે. 

— ANI (@ANI) December 17, 2020

કોરોના કાળમાં કેમ ઓર્ડિનેન્ટ પાસ કર્યું?
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટમાં અમારા વકીલે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. કોરોના કાળમાં કેમ ઓર્ડિનેન્ટ પાસ કરવામાં આવ્યો? પ્રથમવાર રાજ્યસભામાં મતદાન વગર 3 કાયદાને પાર કરી દેવામાં આવ્યા? આ કાયદા ભાજપના ચૂંટણીમાં ફન્ડિંગ માટે બન્યા છે. 

સીએમે કહ્યુ કે, દિલ્હી વિધાનસભા કેન્દ્રના કૃષિ કાયદાને નકારી રહી છે, કેન્દ્ર સરકાર અંગ્રેજોથી ખરાબ બનાવેલા કાયદાને પરત લે. દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાને રદ્દ કરવાનો સંકલ્પ પત્ર સ્વીકારી લેવામાં આવ્યો છે. 

જય જવાન, જય કિસાનના નારા લાગ્યા
મહત્વનું છે કે કૃષિ કાયદાને લઈને દિલ્હી વિધાનસભામાં ગુરૂવારે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. સત્રની શરૂઆત થવા પર મંત્રી કૈલાશ ગેહલોતે એક સંકલ્પ પત્ર રજૂ કર્યો, જેમાં ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરવામાં આવી છે. ત્યારબાદ દરેક વક્તાને બોલવા માટે પાંચ-પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલ, સોમનાથ ભારતીએ ગૃહમાં કૃષિ કાયદાની કોપી ફાડી. આ દરમિયાન જય જવાન, જય કિસાનના નારા લાગ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news