'ઇસ દેશ મેં જો પ્રધાનમંત્રી હૈ, વહી રાજા હૈ'...જુઓ સૈફની 'તાંડવ'નું ટીઝર

સૈફ અલી ખાન સ્ટારર સીરીઝ તાંડવનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. વેબ સીરીઝ 15 જાન્યુઆરીના રોજ પ્રીમિયર થશે. 

'ઇસ દેશ મેં જો પ્રધાનમંત્રી હૈ, વહી રાજા હૈ'...જુઓ સૈફની 'તાંડવ'નું ટીઝર

નવી દિલ્હી: સૈફ અલી ખાન સ્ટારર સીરીઝ તાંડવનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ વેબ સીરીઝ અમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે. આ પોલિટિકલ ડ્રામાને અલી અબ્બાસ જફરે ક્રિએટ કરી છે. હિમાંશું મેહરા અને અલી અબ્બાસે તેને પ્રોડ્યૂસ કરી છે. વેબ સીરીઝ 15 જાન્યુઆરીના રોજ પ્રીમિયર થશે. 

શું છે ટીઝરમાં?
એક મિનિટના ટીઝરની શરૂઆત ભારે ભીડ અને પોલિટિકલ ધ્વજ સાથે થઇ. સૈફ સીરીઝમાં પોલિટિશયનના રોલમાં છે. ટીઝરમાં સૈફની ઇમ્પ્રેસિવ એન્ટ્રી જોવા મળે છે. તો બેંકગ્રાઉન્ડમાં વોઇસ ઓફર છે- હિંદુસ્તાનને ફક્ત એક વસ્તુ જ ચલાવે છે, રાજનીતિ. આ દેશમાં જે વડાપ્રધાન છે તે જ રાજા છે. 

મોટા ગજાના કલાકારો
તાંડવમાં સૈફ અલી ખાન લીડ  રોલમાં છે. તેમના ઉપરાંત તેમાં ડિંપલ કાપાડિયા, તિગ્માંશૂ ધૂળિયા, સુનીલ ગ્રોવર પણ મહત્વપૂર્ણ રોલમાં છે. આ ઉપરાંત જિશાન અયૂબ ખાન, કૃતિકા કામરા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન , અનૂપ સોની , Sarah-Jane Dias, કૃતિકા અવસ્થી, ડીનો મોરિયા, અને પરેશ પહુજા છે. ટીઝરમાં લગભગ તમામ સ્ટારની ઝલક જોવા મળે છે. વેબ સીરીઝ પોલિટિક્સ પર બેસ્ડ છે. તેમાં રાજકીય દાવપેચનો ખેલ જોવા મળશે. 

તાંડવ પર અલી અબ્બાસ જફરે શું કહ્યું
તાંડવ ફિલ્મના નિર્માતા અલી અબ્બાસ અને ડિંપલ કાપડિયાનું ડિજિટલ ડેબ્યૂ છે. વેબ સીરીઝ વિશે વાત કરતાં અલી અબ્બાસ જફરે કહ્યું કે ''તાંડવના માધ્યમથી, અમે દર્શકોને રાજકારણમાં સત્તાની ભૂખી દુનિયામાં લઇ જઇએ છીએ. જેવી રીતે તમે શો જોશો, તો તમને અહેસાસ થશે કે કોઇ સાચુ કે ખોટું નથી. કોઇ કાળું કે ધોળું નથી. તમને ગ્રે શેડ્સ જોવા મળશે. હું ઉત્સાહિત છું કે ડિજિટલમાં એક નિર્માતા-નિર્દેશકના રૂપમાં મારી શરૂઆત થઇ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news