CM Arvind Kejriwal એ કેન્દ્ર સરકારને કરી અપીલ, CBSE પરીક્ષા રદ કરો, હોટસ્પોટ બનવાનું જોખમ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) કેન્દ્ર સરકારને CBSE Board Exam 2021 રદ કરવાની અપીલ કરી છે.

CM Arvind Kejriwal એ કેન્દ્ર સરકારને કરી અપીલ, CBSE પરીક્ષા રદ કરો, હોટસ્પોટ બનવાનું જોખમ 

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) કેન્દ્ર સરકારને CBSE Board Exam 2021 રદ કરવાની અપીલ કરી છે. દેશભરના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવાની માગણી કરી છે. અનેક રાજ્ય સરકારોએ પણ પોતાના ત્યાં થનારી બોર્ડ પરીક્ષાઓની તારીખ બદલી નાખી છે. દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસ જોતા વિદ્યાર્થીઓના હિતમાં અનેક નિર્ણય લેવાઈ રહ્યા છે. 

સીબીએસઈ પરીક્ષાઓ રદ કરવાની અપીલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગત 24 કલાકમાં સાડા 13 હજાર કેસ સામે આવી ચૂક્યા છે. આ વખતની વેવ  વધુ ખતરનાક છે અને તેનાથી યુવાઓ વધુ પ્રભાવિત થાય છે. આવામાં તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરતા કહ્યું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 (CBSE Board Exam 2021) માં 6 લાખ વિદ્યાર્થીઓ બેસશે અને એ તમામ માટે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. આવામાં તેઓ ઈચ્છે છે કે પરીક્ષાઓ હાલ પુરતી કેન્સલ કરવામાં આવે. 

— ANI (@ANI) April 13, 2021

પોતાની સુરક્ષાની જવાબદારી લેવી જરૂરી
અરવિંદ કેજરીવાલે છેલ્લા 10-15 દિવસનો ડેટા દેખાડતા કહ્યું કે 65 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના છે. દેશના યુવકો પર પોતાની સાથે સાથે પોતાના પરિજનોની પણ જવાબદારી છે. આથી આ વખતે વધુ સતર્કતા રાખવી જરૂરી છે. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી પોતાના ઘરમાંથી બહાર ન નીકળો. 

લોકડાઉનના પક્ષમાં નથી સરકાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે તેઓ લોકડાઉનના પક્ષમાં નથી. નવા પ્લાન મુજબ ઓછા લક્ષણોવાળા દર્દીઓને બેન્ક્વેટ હોલમાં રાખવાની વિચારણા ચાલુ છે અને વધુ ગંભીર લક્ષણોવાળા દર્દીઓ હોસ્પિટલમાં રહેશે. કેટલીક હોસ્પિટલોને 100 ટકા કોવિડ-19 ના કેસ માટે રિઝર્વ કરી દીધી છે. જે દર્દીઓને બેડની જરૂર નહીં હોય તેમને હોટલ કે પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઈન થવાનું રહેશે. આ સાથે જ તેમણે સાજા થઈ ચૂકેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની પણ અપીલ કરી છે. આ વખતે દિલ્હીમાં કોરોનાની ચોથી વેવ ગણાઈ રહી છે આવામાં બધાએ પોતાનો ખ્યાલ રાખવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news