દિલ્હીમાં ડોક્ટર પણ બન્યો દર્દી, કોરોનાના લક્ષણ જોવા મળતા કરાયો કવોરન્ટાઇન
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં વધુ એક સ્થાનિક ક્લીનિકના ડોક્ટરમાં કોરોના વાયરસ (Coronavirus)ની પુષ્ટિ થઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ડોક્ટર ઉત્તર-પૂર્વના બાબરપુર વિસ્તારમાં સ્થાનિક ક્લીનિક ચલાવે છે. ડોક્ટરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ મળતી જાણકારી અનુસાર 12 થી 20 માર્ચ વચ્ચે ક્લીનિકમાં આવેલા તમામ દર્દીઓને આગામી 15 દિવસ સુધી હોમ કવોરન્ટાઇન થવા માટે કહેવામાં આવ્યું છે.
ક્લીનિકની બહાર એક નોટીસ લગાવવામાં આવી છે. જેમાં તમામ દર્દીઓને કવોરન્ટાઇનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે જે 12 થી 20 માર્ચ વચ્ચે ક્લીનિકમાં આવ્યા હતા.
Delhi: A Doctor of Mohalla Clinic in Babarpur has tested positive for #Coronavirus. A notice has been put up in the area asking patients who had visited the clinic between 12th to 20th March, should self-quarantine at home for the next 15 days. pic.twitter.com/pFDFaLjE7f
— ANI (@ANI) March 31, 2020
આ પહેલા દિલ્હીના એક સ્થાનિક ક્લીનિકના ડોક્ટરમાં કોરોનાની પુષ્ટિ થયા બાદ લગભગ 800 લોકોને કવોરન્ટાઇનમાં મોકલવામાં આવ્યા હતા. સાઉદીથી પરત આવેલી એક મહિલાએ સ્થાનિક ક્લીનિકમાં પોતાની સારવાર કરાવી હતી. આ મહિલાની સારવાર દરમિયાન સ્થાનિક ક્લીનિકનો ડોક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. ત્યારબાદ ડોક્ટરની પત્ની અને પુત્રીને પણ કોરોના પોઝિટીવ આવ્યો હતો.
ત્યારબાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને સામે આવીને સમગ્ર મામલે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાઉદી અરબથી આવેલી એક મહિલાએ તેની સારવાર સ્થાનિક ક્લીનિકના ડોક્ટર ગોપાલ ઝા પાસેથી કરાવી હતી. મહિલા 12 માર્ચના ભારત આવી હતી. મહિલાના સંપર્કમાં આવવાથી ડોક્ટરના પરિવાર સહિત 4 લોકોમાં કોરોના પોઝિટીવ જોવા મળ્યો હતો. ત્યારબાદ તે વિસ્તારના ડોક્ટરના સંપર્કમાં આવનાર 800 લોકોને કવોરન્ટાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે