ડિયર જિંદગી: જ્યારે મનગમતું ન થાય...
સરખામણીથી બચવું, મુશ્કેલીઓમાં પોતાના પર ભરોસો રાખવો એ એક કળા છે. જેમની અંદર ધૈર્ય, સાહસ, ભરોસો હશે, તેઓ આ કળાનો એટલો જ વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે...
Trending Photos
ક્યારેક ક્યારેક આપણે કોઈ બાબતે એટલું બધુ વિચારીએ છીએ કે તે જો શક્ય ન બને તો પણ આપણે તેવી જ દુનિયા ઘડીને બેસી જઈએ છીએ, જેવી આપણે મગજમાં કલ્પી લીધી! પોતાની બનાવેલી દુનિયા મુજબ જ આપણે વ્યવહાર કરવા લાગીએ છીએ. તે મુજબ જ આપણી સોચ, સમજ બની જાય છે. તે અનુસાર જ આપણે નિર્ણય પણ લેવા લાગીએ છીએ.
આપણને લાગે છે કે આપણા બાળકો ગત પેઢીની સરખામણીમાં વધુ સ્માર્ટ છે! તેઓ વધુ વ્યવહારિક, સમજદાર છે. પરંતુ આ સિક્કાની માત્ર એક જ બાજુ છે. જીવનની સંપૂર્ણતામાં એવું હોતું નથી. તેનું ખુબ જ સહજ ઉદાહરણ થોડા સમય અગાઉ જ મને મળ્યું.
અમારી કોલોનીમાં રહેતા રેણુકા તિવારી એક આઈટી કંપનીમાં કામ કરે છે. એક દિવસ ખુબ જ પરેશાન જોવા મળ્યાં. વાત કરતા માલુમ પડ્યું કે તેઓ આનંદ વિહાર રેલવે સ્ટેશન જઈ રહ્યાં છે. તેમની સખી અનુરાધા ગોયલ ગોરખપુરથી આવવાની હતી, જેમની તબિયત અચાનક જ બગડી ગઈ.
આથી રેણુકા તેમને પોતાના ઘરે લાવવા માટે જઈ રહ્યાં હતાં. રેણુકા 'ડિયર જિંદગી' સાથે જોડાયેલી પહેલ 'જીવન સંવાદ'ના કેટલાક સંવાદ સત્રોનો ભાગ પણ રહ્યાં છે. આથી તેમણે પોતાના કેટલાક સાથીઓ માટે 'જીવન સંવાદ'નું નાનકડું સત્ર રાખ્યું, જેમાં અનુરાધા પણ સામેલ હતી.
ત્યાં અનુરાધાએ પોતાના કેટલાક અનુભવો શેર કર્યાં. થોડા થોભીને, ધ્યાનથી જોશો તો માલુમ થશે કે આપણી આસપાસ એવા અનેક લોકો છે જે પોતાની જિંદગીને અચાનક જ આવી રીતે રોકીને બેસી જાય છે.
અનુરાધાના પિતા સેન્ટ્રલ સર્વિસિઝમાં હતાં. તેઓ પટણા, રાંચી, જયપુર, અને ત્યારબાદ દસ વર્ષ સુધી દિલ્હીમાં રહ્યાં બાદ રિટાયર થયાં. આ દસ વર્ષ એ સમયના હતાં, જ્યારે તે શાળાની શિક્ષા પૂરી કરી રહી હતી. શાળાના અભ્યાસ બાદ પિતાએ ગોરખપુર જઈને રહેવાનો નિર્ણય લીધો. અનુરાધા પણ પિતા સાથે ત્યાં ગઈ.
તેમનું કહેવું છે કે દિલ્હીમાં દસ વર્ષ સુધી રહ્યાં બાદ તેમને આગામી 3 વર્ષ ગોરખપુરમાં વિતાવવામાં ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. તેમના માટે ગોરખપુર જેવા શહેર મુજબ ઢળી જવું ખુબ મુશ્કેલ થઈ રહ્યું હતું.
અનુરાધાના કહેવા મુજબ, ત્યાંની રહેણી-કરણી, લોકોની સોચ તેમને ખુબ પરેશાન કરતી હતી. જેના કારણે પોતની જાતને તેમણે માત્ર કોલેજ જવા આવવા સુધી જ સિમિત કરી નાખી. તેમના કપડાંની પસંદગીથી લઈને ચીજોની પતાવટની રીતભાત સુદ્ધા ત્યાં પ્રમાણે એકદમ અલગ હતાં.
આ આખી કહાની તેમણે પોતે આગળ આવીને જણાવી. આથી તેના પર ધ્યાન આપવું જરૂરી છે.
અનુરાધાએ જણાવ્યું કે 'દિલ્હી એક અલગ શહેર હતું. અહીંથી ત્યાં જઈને મેં મારી જાતને બસ પોતાના પુરતું સિમિત કરી નાખી. કારણ કે હું ત્યાં મારા જ પરિવા, સંબંધીઓની વાતો, ટોણાથી કંટાળી ગઈ હતી. તેમણે આગળ વધીને કઈંક કરવાની જગ્યાએ બે ડગલાં પાછા ખેંચી લીધા.ત્યાં પણ તેમના માટે તમામ સાધનો ઊભા કરી શકાતા હતાં પરંતુ અનુરાધાએ તો જાણે પોતાની જાતને પોતાની સોચના દાયરામાં કેદ કરી નાખી હતી. કઈ કરવું નથી, કઈં શીખવું નથી. બસ કોલેજ જવાનું અને આવવાનું. એટલે સુધી કે પુસ્તકોમાં રૂચિ હોવા છતાં લાઈબ્રેરી સુધી ન જવું!'
કોલેજ પૂરી થતા જ તેમને એમબીએ માટે નોઈડા આવવાની મંજૂરી મળી ગઈ. અનુરાધાના કહેવા મુજબ 3 વર્ષમાં તે કોલેજની સાથે સાથે બેંકિંગ, સિવિલ સર્વિસિઝ, રેલવેની તૈયારીઓ કરી શકત પરંતુ તેમણે સમયનો ઉપયોગ કર્યો નહીં.
બીજી બાજુ તેમની સાથેની દિલ્હીથી આવેલી વિદ્યાર્થીનીએ તે જ પરિસ્થિતિઓ સાથે તાલમેળ બેસાડતા ત્યાં બેંકિંગની તૈયારીઓ કરતા સફળતા મેળવી.
તેની અસર એ થઈ કે અનુરાધા ઉદાસી, એકલાપણામાંથી પસાર થતા ડિપ્રેશન તરફ આગળ વધવા લાગી. સદનસીબે તેમને એક એવી બહેનપણી મળી ગઈ, જે એક કુશળ મનોચિકિત્સક પાસે તેમને લઈ ગઈ અને ત્યારબાદ બધુ સારું થવા લાગ્યું.
તેમણે પોતાની કહાની એટલા માટે શેર કરી કે બીજા તે રસ્તે ન જાય જે રસ્તે તેઓ અજાણતા જ આગળ વધી ગયાં.
આપણે એ સમજવાનું રહેશે કે આપણે ભલે ઉમરના ગમે તે પડાવ પર હોઈએ, પરંતુ જો કઈં એવું હોય કે જે મનગમતું નથી થઈ રહ્યું તો પોતાની જાતને ખૂણામાં, એકલતા તરફ ધકેલવાની જગ્યાએ મજબુતાઈથી સંભાળતા શીખવું પડશે. પોતાને મનગમતું ન થવું, અસમાં એક તૈયારી તરીકે પણ જોવું જોઈએ. કદાચ સમય એ બતાડવા માંગે છે કે ચીજોને મેળવવા માટે તમારામાં કેટલું સાહસ, કૌશલ અને જુસ્સો છે.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે