ડિયર જિંદગી: 'પહેલાં આપણે પપ્પા સાથે રહેતા હતા, હવે પપ્પા આપણી સાથે રહે છે...'

તમારા પરિવારમાં કોણ-કોણ છે. હું પત્ની અને બે બાળકો. હવે પરિવારનો આ સામાન્ય પરિચય થઇ ગયો છે. દરેક આ રીતે જ પોતાના પરિવાર વિશે જણાવે છે. જો કોઇ જૂનો મિત્ર, મળી જાય તો વાત આગળ વધી જાય છે, 'અમે માતા-પિતા.' તે અમારી સાથે રહે છે. 

ડિયર જિંદગી: 'પહેલાં આપણે પપ્પા સાથે રહેતા હતા, હવે પપ્પા આપણી સાથે રહે છે...'

દયાશંકર મિશ્રા: તમારા પરિવારમાં કોણ-કોણ છે. હું પત્ની અને બે બાળકો. હવે પરિવારનો આ સામાન્ય પરિચય થઇ ગયો છે. દરેક આ રીતે જ પોતાના પરિવાર વિશે જણાવે છે. જો કોઇ જૂનો મિત્ર, મળી જાય તો વાત આગળ વધી જાય છે, 'અમે માતા-પિતા.' તે અમારી સાથે રહે છે. 

આ અવાર-નવાર બે પરિચિત, મિત્રની વચ્ચે થનાર સંવાદનું સરળ ઉદાહરણ છે, પરંતુ જરા થોભો, હવે તમે યુવા છો, કેરિયર શરૂ થયું ન હતું, ત્યારે. 

તમે તમે શું કહેતા હતા! ત્યારે તમે તમારા માતા-પિતાનો પરિચય આપતા કહેતા કે તમે તેમની સાથે રહો છો.

બંને વાતોના વ્યાકરણમાં અંતરન અથી, પરંતુ 'અર્થ'માં ઉંડું અંતર છે. પહેલાં તમે પરિવાર સાથે રહેતા હતા, પરંતુ હવે પરિવાર તમારી સાથે રહે છે. પહેલા માલિક પિતા હતા, હવે તમે થઇ ગયા છો! આ તમારા સ્ટેટસને બદલનાઅર વ્યાક્ય છે.

આપણે તેના પર ઘણા પ્રકારના તર્ક કરી શકીએ છીએ, પરંતુ હકિકતમાં આ તમારા 'મેંટલ સ્ટેટસ'માં આવી રહેલા પરિવર્તનનું સટીક ઉદાહરણ છે.

આપણે ભારતીય પિતાના રિટારમેંટને ખૂબ મહત્વ આપીએ છીએ. જ્યારે તે કામ કરતા હોય છે. આપણે 'તેમની સાથે' રહીએ છીએ, પરંતુ જેવા તે રિટાયર થઇ જાય છે, 'તે આપણી સાથે' રહેવા લાગે છે!

રવિવારની સાંજે એકદમ આત્મીય રહી. ગાજિયાબાદના વસુંધરામાં એક પ્રતિષ્ઠિત સ્કૂલના સભાખંડમાં 'ફેરફાર અને ઢાઇ આખર ફાઉન્ડેશન'ને 'ઇન્ટરનેશનલ વર્લ્ડ સિટીઝન્સ ડે'ના બહાને વડીલો સાથે સુંદર સંવાદ 'આજે અને આવતીકાલ : પોતાનું કંઇ કહો, કંઇક અમારું સાંભળો'નું આયોજન કર્યું હતું.

શિક્ષક, ચિંતક, કવિ,પત્રકાર અને સમાજશાસ્ત્રી, કાઉંસલર્સ આ સંવાદનો ભાગ હતા. 

અમારા બધાની વાતો વચ્ચે કવિ મંગલા પ્રસાદ યાદવે પોતાની એક કવિતામાં તે તરફ સંકેત કર્યો, જેના પર અમારી નજર જાય તો છે, પરંતુ તે આપણી સમજની બહાર છે. સંબંધોમાં પડી રહેલી તિરાડો, બનતી દિવાલો વચ્ચે અનેશ શબ્દ સીધા અંતમન પર અસર કરે છે. 'પહેલાં આપણે પપ્પાની સાથે રહેતા હતા, હવે પપ્પા આપણી સાથે રહે છે...'

આપણે, તમે મોટાભાગે તેને અંગત, સાર્વજનિક સંવાદમાં અનુભવ્યું હશે. જ્યાં સુધી પિતા સક્ષમ છે, કમાતા રહે છે, તે આર્થિક રીતે સક્ષમ છે. આપણે એમ કહીએ છીએ, અમે પપ્પાની સાથે રહીએ છીએ. (અહીં એક શહેરમાં રહેતા, ન રહેતાથી થોડું અંતર હોઇ શકે છે, એટલા માટે આ વાતને તથ્યથી વધુ ભાવ/સંદર્ભમાં સમજવાની જરૂર છે) પરંતુ જેવા આપણે સંપન્નાની ગલી વળીએ છીએ, અચાનક પિતા ને માતા આપણી સાથે રહેવા લાગે છે.

અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે આ ફક્ત શબ્દોની ગુંથણી નથી. શબ્દ આપણી ભાવનાના પ્રતિનિધિ છે. તેમની સાથે આપણા વિચાર, શ્રદ્ધા સંબંધ હોય છે. 

બાળક, જે તમારી નજરમાં નાનું હોય છે. પરંતુ હકિકતમાં તે આપણી વચ્ચે સૌથી ગાઢ, સંવેદનાથી વસ્તુઓને અનુભવ કરનાર હોય છે, બધુ જ જોઇ સમજી રહ્યું છે. તે આ 'શિફ્ટીંગ'ને સારી રીતે નોટીસ કરી રહ્યું છે, કેવી રીતે દાદાજી પરિવારમાં નંબર 'ટૂ' તરફ આગળ વધી રહ્યા છે અને તમે એટલે કે બાળકના પિતા 'નંબર વન' થઇ રહ્યા છો. બાળકને અનુભવ, તેની નજરમાં 'નાની-મોટી' નથી, તે દરેક વસ્તુને ફક્ત સમજવાનો પ્રયત્ન કરે છે. 

જો તેણે આ પાવર શિફ્ટિંગને સમયની હકિકત અનુસાર સમજી લીધો તો તમે આ લખીને રાખજો કે તમારા રિટાયર થતાં જ/ તેના સક્ષમ થતાં તે તમને તેનાથી બદતર સ્થિતિ તરફ લઇ જશે, જ્યાં તમે તેના 'દાદા'જીને લઇ રહ્યા છો.

બાળકો વ્યવહારથી વધુ 'કેવી રીતે' અને કેમ ધ્યાનમાં રાખે છે. તમે બાળકને માર માર્યો, તેમાં તે મારથી વધુ એ વાતને નોટીસમાં રાખે છે કે માર કઇ વાત પર અને કયા શબ્દો સાથે થઇ. તેના વિશે અનેક શોધ, મનોચિકિત્સક પોતાના મંતવ્યો આપી ચૂક્યા છે કે બાળકો સામે કહેવામાં આવેલી વાત તેમના મન પર ઉંડી અસર કરે છે. આગળ જતાં કદાચ તમે પોતાનો વ્યવહાર બદલી દો, પરંતુ તમારા શબ્દ તેના મગજમાં ક્યાંક ઉંડાણપૂર્વક રહે છે. 

દાદા-દાદી, નાના-નાની, ભાઇ-બહેન, કાકા-કાકી, માસા-માસી અને તે બધા સંબંધો જેનાથી આપણું 'કુટુંબ' બને છે, માતા-પિતા જેટલા જ મૂલ્યવાન છે. બાળકોનું શિક્ષણ જરૂરી છે, પરંતુ જો શિક્ષણમાં મૂલ્ય નથી, મનુષ્યની કદર નથી. સંબંધોની ઉષ્મા નથી, તો આગળ જતા બાળકો 'મશીન' બનશે, મનુષ્ય નહી! મશીન પ્રેમ કરતા નથી, બસ તે પ્રેમનો ભ્રમ બનાવી રાખનાર વસ્તુઓ બનાવે છે.

અને યાદ રાકજો, મશીન/રોબોટ અમનુષ્ય સાથે રહેતા નથી, હા તે મનુષ્ય માટે કામ કરે છે, પરંતુ તે જાદુઇ સ્પર્શ વિના જે આપણને કોઇનો પુત્ર, ભત્રીજો, મિત્ર, ભાઇ બનાવે છે.

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  

ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news