કોઇ ગોટાળો થયો જ નથી તો સુપ્રીમ કે CAGથી ગભરાવાની ક્યાં જરૂર? દસોલ્ટ CEO

દસોલ્ટનાં સીઇઓ એરિક ટ્રેપિયરે કહ્યું કે, તેમને ગર્વ છે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ એક વર્ષમાં નાગપુરમાં ફાલ્કન 2000 વિમાનનું કોકપિટ તૈયાર કરી લેવામાં આવ્યું છે

કોઇ ગોટાળો થયો જ નથી તો સુપ્રીમ કે CAGથી ગભરાવાની ક્યાં જરૂર? દસોલ્ટ CEO

બેંગ્લુરૂ : રાફેલ વિમાન સોદા અંગે દેશમાં ચાલી રહેલા રાજનીતિક ઉહાપોહ વચ્ચે દસોલ્ટ કંપનીનાં સીઇઓએ કહ્યું કે, તેમને ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કૈગ) અને સુપ્રીમ કોર્ટનાં ચુકાદા મુદ્દે કોઇ બેચેની નહોતી કારણ કે આ ડીલ તમામ રીતે પારદર્શી હતી. તેમણે ક્હયું કે, રાફેલ ડીલમાં કોઇ ગોટાળો નથી થો. ભારતમાં અમે 36 વિમાન આપવાના છે. જો ભારતને વધારે વિમાન જોઇએ તો અમે પુરા પાડવામાં આનંદ અનુભવીશું. 

બેંગ્લુરૂમાં ચાલી રહેલા એરો ઇન્ડિયા - 2019 એર શોમાં પહોંચેલા રાફેલ બનાવનારી કંપની દસોલ્ટનાં સીઓઇ એરિક ટ્રેપરે કહ્યું કે, આ સંપુર્ણ પારદર્શક ડીલ છે. એટલા માટે મને કેગ રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં ચુકાદા મુદ્દે કોઇ જ બેચેની નહોતી. પહેલી રાફેલ વિમાન સપ્ટેમ્બરનાં મહિનામાં ભારત પહોંચશે. ત્યાર બાદ દર મહિને એક વિમાન ભારત આવશે. આ દ્રષ્ટીએ 36 મહિનામાં 36 વિમાન પુરા પાડવામાં આવશે. રાફેલ વિમાનને દેશમાં બનાવવાનાં સવાલ અંગે ટ્રેપિયરે કહ્યું કે, ભારતમાં એરક્રાફ્ટ બનાવવા માટે ઓછામાં ઓછા 100 વિમાનોનો ઓર્ડર હોવો જોઇએ. 

રિલાયન્સ ઇન્ફોકોમ અને એરિક્શન કેસમાં સુપ્રીમ કોર્ટથી અનિલ અંબાણીને મળેલા ઝટકા મુદ્દે પુછાયેલા સવાલનાં જવાબમાં એરિક ટ્રેપિયરે કહ્યું કે,  આ કંપનીનો આંતરિક આર્થિક મુદ્દો છે. તેમની કંપનીમાં અમારો (દસોલ્ટ) રોકાણ સુરક્ષીત છે અને સતત ઓબ્ઝર્વેશનમાં છે. બુધવારે સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને આર્થીક મુદ્દે અવગણના કરવાના મુદ્દે દોષીત ઠેરવ્યા છે. આ કેસમાં કોર્ટ અંબાણીને એરિક્સન ઇન્ડિયાની બાકી રકમ આપવાનો આદેશ આપ્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, દસોલ્ટ અને અનિલ અંબાણીની કંપની વચ્ચે રાફેલ ડીલ હેઠળ ઓફસેટ કરાર થયો છે, જે મુદ્દે વિપક્ષ સતત સવાલ ઉઠાવતું રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, રાફેલ વિવાદમાં કોંગ્રેસ સતત દસોલ્ટ કંપનીનાં સીઇઓ એરિક ટ્રેપિયરનાં 26 માર્ચ, 2015નાં રોજ તત્કાલીન વાયુ સેના અધ્યક્ષ અરુપ રાહા અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અધ્યક્ષની હાજરીમાં અપાયેલા નિવેદનનો હવાલો ટાંકતુ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, દસોલ્ટ અને એચએએલની સમજુતી પોતાના અંતિમ તબક્કામાં છે. યુપીએ સરકાર દરમિયાન વાતચીત ચાલી રહી હતી તેમાં 18 વિમાન સીધા ફ્રાંસથી આવવાના હતા, જ્યારે 108 વિમાન દસોલ્ટ અને એચએએલ દ્વારા ભાગીદારીમાં બનવાના હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news