દારુલ ઉલુમનો વિચિત્ર ફતવો: મહિલા- પુરૂષો સાથે ઉભા રહી ભોજન કરવું બિન ઇસ્લામીક

ઇસ્લામમાં સામેની વ્યક્તિને જાણ ન હોય તે રીતે તેનાં કોલને રેકોર્ડ કરવો પણ હરામ હોવાની સ્પષ્ટતા કરતા ફતવો બહાર પાડવામાં આવ્યો

દારુલ ઉલુમનો વિચિત્ર ફતવો: મહિલા- પુરૂષો સાથે ઉભા રહી ભોજન કરવું બિન ઇસ્લામીક

સહારનપુર : ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલૂમ દેવબંધે ફરી એકવાર પોતાનાં ફતવાનાં કારણે ચર્ચામાં છે. આ વખતે દારૂલ ઉલૂમ દેવબંધે ફતવો બહાર પાડીને કોઇ પણ કાર્યક્રમ કે સમરંભમાં સામુહિક રીતે પુરૂષો અને મહિલાઓને એક સાથે ઉભા રહીને ભોજન કરવાને પણ ઇસ્લામ વિરુદ્ધ ગણાવ્યું છે. આ ઉપરાંત એક અન્ય ફતવામાં મોબાઇલ ફોનનું પરવાનગી વગરનું રેકોર્ડિંગ પણ બિન ઇસ્લામીક ગણાવ્યું છે. દારુલ ઉલુમ દેવબંધે પરવાનગી વગર કોઇ પણ વ્યક્તિનો કોલ રેકોર્ડ કરવાને ગુનો ગણાવતા તેને અમાનતમાં ખયાનત ગણાવ્યું છે. 

સંસ્થાના ફતવા વિભાગને કોઇ વ્યક્તિએ મુફ્તિ એ કરામને પુછ્યું હતું કે મોબાઇલ પર અવાજોને રેકોર્ડ કરવી સામાન્ય વાત છે અને અનેક મોબાઇલ સેટમાં તો ઓટો કોલ રેકોર્ડની વ્યવસ્થા હોય છે. વાત કરનારાને પણ આ અંગે માહિતી હોતી નથી કે તેનો કોલ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. દારુલનાં ફતવા વિભાગની ખંડપીઠના મુફ્તી એ કરામે આ સવાલનાં જવાબમાં કહ્યું કે, ઇસ્લામ ધર્મમાં આંતરીક વાતચીત કરનારા લોકો એકબીજાની અમાનત સાચવતા હોય છે અને આ વાતચીતનું રેકોર્ડિંગ અન્ય કોઇ વ્યક્તિને સંભળાવવું તથા તેની મજાક બનાવવી અમનતમાં ખયાનત હોય છે. તેમણે કહ્યું કે, એટલા માટે પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવો યોગ્ય નથી. 

એક અન્ય ફતવામાં દારુલ ઉલુમ દેવબંધે કોઇ પણ કાર્યક્રમમાં સામુહીક રીતે મર્દો અને મહિલાઓને એક સાથે ઉભા રહીને ખાવાને પણ ઇસ્લામ વિરુદ્ધ ગણાવ્યું છે. દેવબંધને એક વ્યક્તિએ ઇફતા વિભાગને કોઇ પણ કાર્યક્રમમાં ભોજનની સામુહિક વ્યવસ્થા તથા પુરૂષો અને મહિલાઓને એક સાથે ઉભા રહીને ભોજન કરવા મુદ્દે સવાલ કર્યો હતો. 

જેનાં જવાબમાં મુફ્તિઓની ખંડપીઠે સામુહિક રીતે કહ્યું કે, સામુહિક રીતે પુરૂષો અને મહિલાઓએક સાથે કોઇ પણ કાર્યક્રમનો હિસ્સો બનવું અને ભોજન કરવું ન માત્ર નાજાયજ (અયોગ્ય) છે પરંતુ ગુનાહ (ગુન્હો) પણ છે. ખંડપીઠે મુસલમાનોને આ પ્રકારની વસ્તુઓથી બચવાની સલાહ આપી છે. ખંડપીઠનું કહેવું હતું કે આ ઇસ્લામી તહજીબ (રીતભાત) નહી પરંતુ અન્યોની તહજીબ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news