તારીખ
|
3 ઓગસ્ટ, 2018 ગુરૂવાર
|
માસ
|
અષાઢ વદ છઠ
|
નક્ષત્ર
|
રેવતી
|
યોગ
|
ધૃતિ
|
ચંદ્ર રાશી
|
મીન (બપોરે 2.25 થી મેષ)
|
અક્ષર
|
દચઝથ (અલઈ)
|
- કઈકાલે ગુરૂ ગ્રહે નક્ષત્ર પરિવર્તન કર્યું હતું. આજે સૂર્યદેવ સવારે 9.14થી નક્ષત્ર પરિવર્તન કરશે. સૂર્યદેવ આશ્લેષા નક્ષત્રમાં ભ્રમણ કરશે.
- અમૃતસિદ્ધિ યોગ સવારે 6.25 થી બપોરે 2.25 સુધી રહેશે.
- પંચક પણ બપોરે 2.25 વાગે પૂર્ણ થશે.
- શુક્રવાર છે. દેવીકવચનો પાઠ અવસ્ય કરી શકાય. કનકધારા સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરજો. ઘરમાં જો શ્રીયંત્ર હોય તો તેનું પણ આજે પૂજન અવશ્ય કરજો. અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
- આજે શક્ય હોય તો ચાંદીની વાટકીમાં માતાજીને ખીર ધરાવજો.
- મંત્ર – ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મયૈ નમઃ
મેષ (અલઈ)
|
- પરદેશથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય
- જો કાકા પરદેશ હોય તો તેમના દ્વારા લાભ છે
- ગૃહકલેશ ન થાય તેની સાવધાની રાખવી
- બપોર પછી આવેશ યુક્ત ભાષા ન બોલાય તે જોવું
|
વૃષભ (બવઉ)
|
- ભાઈ-બહેન સાથે મુસાફરી સૂચવે છે
- લાભપ્રદ મુસાફરી રહે તેવું બને દર્શાવે છે
- સ્ત્રી પાત્રથી આપને લાભ થાય
- સંતાન સાથે સંબંધો સુધરે
|
મિથુન (કછઘ)
|
- સૂર્યદેવ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે..
- જે આપના માટે ખૂબ સાનુકૂળ વાત છે
- રાજનીતી સાથે સંકળાયેલાને લાભ
- મેડીકલ વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
|
કર્ક (ડહ)
|
- સંબંધીઓ સાથે એટલે કે બનેવી, માસી, મામા સાથે મુસાફરી સૂચવે છે
- અન્યની મદદથી કાર્ય સિદ્ધિ થાય
- ભાષા ઉપર અવશ્ય કાબૂ રાખજો
- આપની વાણી આપના માટે દુશ્મનનું ગરજ સારશે
|
સિંહ (મટ)
|
- આરોગ્ય જાળવજો
- ગેસ અથવા અપચો જેવી બિમારી થઈ શકે
- જે જાતકો ગેસની બિમારીથી પીડાતા હોય તેમણે વશેષ સાવધાની રાખવી
- જીવનસાથી સાથે સુમેળ રહેશે
|
કન્યા (પઠણ)
|
- પ્રતિપક્ષ સાથે મનદુખ ન થાય જોવું
- ભાગીદારી પેઢીમાં સંયમ જાળવવો
- અગત્યના નિર્ણય બપોર પછી લેવા
- ઢીંચણની બિમારીથી સાવધાન રહેવું
|
તુલા (રત)
|
- લગ્નોત્સુક યુવક-યુવતી માટે સાનુકૂળતા
- વેવિશાળની વાત આગળ વધે
- સગપણ માટે નવી વાત પણ આવી શકે
- ભાગ્યનો સાથ સારી પેઠે મળી શકે છે
|
વૃશ્ચિક (નય)
|
- સંધ્યા સમય પહેલા સારા સમાચાર મળી શકે
- જીવનસાથી દ્વારા લાભ મળે
- ઘરમાં બિન જરૂરી ચર્ચાથી દૂર રહેવું
- આજે આપે લક્ષ્મીજીને બરફીનો પ્રસાદ ધરાવવો
|
ધન (ભધફઢ)
|
- તુલા અને મેષ રાશી દ્વારા લાભ થઈ શકે છે
- ભાગ્યનો સાથ 10 વાગ્યા પછી વિશેષ મળી શકે છે
- પદોન્નતીની શક્યતા નકારી ન શકાય
- માતાનું આરોગ્ય જાળવવું
|
મકર (ખજ)
|
- આજે હૃદયમાં મૂંઝારો રહે
- જાત જાતના વિચારોના ઘોડાપૂર ઉમટે
- પણ હા, નકારાત્મકતા હાવી નહીં થાય
- મોડી સાંજે આધ્યાત્મિકતા મનને ઘેરી વળે અને શાંતિ વ્યાપી જાય
|
કુંભ (ગશષસ)
|
- આપ તો આમ પણ આધ્યાત્મિક છો
- એમાં ય આજે વિશેષ ઉમેરો થશે
- ધનસ્થાન બળવાન બન્યું છે
- અચાનક ધનલાભ પણ મળી શકે છે
|
મીન (દચઝથ)
|
- યશ, માન, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
- ભાષામાં સંયમ અવશ્ય રાખજો
- જમીન-મકાનના કાર્યમાં હાલ થોભી જજો
- કોર્ટ કચેરીના કાર્યમાં યારી મળે
|
જીવનસંદેશ – ઉત્તમ અને પ્રેરક વાતો સતત સાંભળવી અને વાંચવી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે