તારીખ
|
28 જુલાઈ, 2018 શનિવાર
|
માસ
|
અષાઢ વદ એકમ
|
નક્ષત્ર
|
શ્રવણ
|
યોગ
|
પ્રીતિ
|
ચંદ્ર રાશી
|
મકર
|
અક્ષર
|
ખ,જ
|
- બુધ દેવ આજે અસ્તના થશે. બુધદેવ વક્રી છે, વળી અસ્તના પણ થશે એટલે આજે શનિવાર છે પણ વિષ્ણુદેવની ઉપાસના પણ કરજો.
- હનુમાન અષ્ટકનો પાઠ પણ કરજો, હનુમાન સહસ્રનામાવલીનો પાઠ પણ કરવો.
- રામરક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરી શકાય.
- અને હા, હનુમાનજીનું પ્રસાદીનું સિંદૂરનું તિલક પણ અવશ્ય કરજો.
- શનિવાર છે એટલે, શનિચાલીસાનો પાઠ પણ અવશ્ય કરજો. ખૂબ કૃપાવર્ષા પ્રાપ્ત થશે.
મેષ (અલઈ)
|
- આજે અચાનક કાર્યપરીવર્તન થઈ શકે
- ગળામાં ઈન્ફેક્શનથી સાચવવું
- કોઈપણ પ્રકારની સ્નાયુની બિમારીથી સાચવવું
- બેસવા-ઊઠવામાં ખૂબ શાતિ જાળવવી, ઝડપથી બેસવાની કે ઊભા થવાની ક્રિયાથી દૂર રહેવું.
|
વૃષભ (બવઉ)
|
- મુસાફરીના યોગ પૂર્ણકળાએ ખિલ્યા છે
- પિતાનું આરોગ્ય જાળવવું
- આજે કોઈપણ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવું નહીં
- જો સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો જીવનસાથીને પરિવારના અન્ય સભ્યો સાથે વૈમનસ્ય સર્જાય
|
મિથુન (કછઘ)
|
- તમારે તન, મન અને ધન આ ત્રણેય મુદ્દામાં સાવધાની રાખવાની છે
- ગુરૂ અથવા જીવનસાથીના સહકારથી દિવસ સફળ બને
- વિદેશ જવા માટે ઇચ્છુક જાતકોએ આજે સક્રીય થવું
|
કર્ક (ડહ)
|
- ઉશ્કેરાટથી બચવું
- જીવનસાથીના સંબંધમાં અચાનક કોઈ નિર્ણય ન લેવો
- પરિવારમાં શાંતિ જળવાય
- લાભ પ્રબળ બનતો જણાય છે
|
સિંહ (મટ)
|
- આરોગ્યમાં પૂર્ણ સાવધાની રાખવી
- નેત્રપીડા થઈ શકે છે.
- જેમને યુરીક એસીડનો પ્રશ્ન હોય તેમણે વિશેષ સાચવવું
- આર્થરાઈટીસથી પીડાતા જાતકોએ પણ સાવચેત રહેવું
|
કન્યા (પઠણ)
|
- આપની માતા દ્વારા ધનસ્થાન પ્રબળ બને
- સાંજના ચાર વાગ્યા પછી આનંદ ઉલ્લાસ વર્તાય
- વકીલ મિત્રો માટે આજે સાનુકૂળતા
- આજે સામાન્યતઃ આપ આપનો પક્ષ યોગ્ય રીતે મૂકી શકશો
|
તુલા (રત)
|
- આજે અચાનક લાભ મળે
- વાહન અકસ્માતતી સાચવવું
- મુસાફરીના યોગ પણ વર્તાય છે
- નાના-ભાઈ બહેનના કાર્યમાં વ્યસ્તતા રહે
|
વૃશ્ચિક (નય)
|
- તમે હમણાં સંયમ રાખો
- જીવનસાથી તરફથી તમને નૈતિક હિંમત મળશે
- ધનસ્થાન પણ બળવાન બન્યું છે
- આપ સક્રીય રહેશો પણ યોગ્ય-અયોગ્યનો વિચાર કરજો
|
ધન (ભધફઢ)
|
- આજે આપબળ મજબૂત બન્યું છે
- તપ અને સાધનાના વિચારો આવે
- સાસરી પક્ષ સાથે ચર્ચા ટાળવી
- પિતાનુ આરોગ્ય જાળવવું
|
મકર (ખજ)
|
- પતિ અને પત્નીને ઐક્ય જળવાય
- વિકાસની આ એક સારી નિશાની છે
- મિત્રો દ્વારા પણ લાભ
- વેપારની તકો પણ ઉજળી બની છે
|
કુંભ (ગશષસ)
|
- એક પ્રકારે વિપરીત રાજયોગ સર્જાયો છે
- પૂર્વની મહેનતનું ફળ આજે મળે
- અથવા, આજની સખત મહેનતનું ફળ આગામી દિવસોમાં ઉત્તમ મળે તેવું પણ રચાયું છે
- ગુસ્સો આજે નથી જ કરવાનો.
|
મીન (દચઝથ)
|
- પરિસ્થિતિનો સામનો કરો
- વિપરીત પરિસ્થિતિનો દોર શરૂ થયો છે
- ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર
- આ ઉક્તિનો ધ્યાનમાં રાખીને સક્રિય થજો
- ગણેશજીની ઉપાસના કરજો. સરળતા રહેશે.
|
જીવનસંદેશ - સંપ-સુહૃદભાવ અને એકતા...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે