CHANDRA GRAHAN : સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ
આ સદીનો સૌથી લાંબો બ્લડ મૂન ચંદ્રગ્રહણ ચાલુ થઇ ચુક્યું છે. આ ખગોળીય ઘટના સાથે જ મંગળ ગ્રહ 15 વર્ષમાં ચાંદની સૌથી નજીક હશે. આ નજારો જીવનમાં ક્યારેક ક્યારેક અને કોઇ કોઇ વ્યક્તિને જ જોવા મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી : આ સદીનો સૌથી લાંબો બ્લડ મૂન ચંદ્રગ્રહણ ચાલુ થઇ ચુક્યું છે. આ ખગોળીય ઘટના સાથે જ મંગળ ગ્રહ 15 વર્ષમાં ચાંદની સૌથી નજીક હશે. આ નજારો જીવનમાં ક્યારેક ક્યારેક અને કોઇ કોઇ વ્યક્તિને જ જોવા મળી શકે છે.
ક્યારે થાય છે ચંદ્રગ્રહણ?
ચંદ્રગ્રહણ તે ખગોળીય સ્થિતીને કહે છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની બરોબર પાછળ તેના પડછાયામાં આવી જાય છે. એવામાં સુર્ય, પૃત્વી અને ચંદ્ર આ ક્રમમાં લગભગ એક સીધી રેખામાં આવી જાય છે. ચંદ્રગ્રહણ અને સુર્યગ્રહણ હંમેશા સાથે સાથે થાય છે અને સૂર્યગ્રહણના બે અઠવાડીયા પહેલા ચંદ્રગ્રહણ થાય છે.
પૂર્ણ ચંદ્રગ્રહણને જુઓ વીડિયોમાં
વૈજ્ઞાનિક માન્યતા
ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે માટે આ સમયને અશુભ માનવામાં આવે છે અને આ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ કિરણો નિકળે છે જે એંજાઇમ સિસ્ટમને પ્રભાવિત કરે છે, એટલા માટે ગ્રહણ દરમિયાન સાવધાની વર્તવી જોઇએ. આ સમયે ચંદ્રમા, પૃથ્વીના સૌથી નજીક હોય છે. જેમાં ગુરૂત્વાકર્ષણનો સૌથી વધારે પ્રભાવ પડે છે. આ કારણે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. ભૂકંપ પણ ગુરૂત્વાકર્ષણ વધવા અને ઘટવાનાં કારણે જ આવે છે.
પૌરાણિક માન્યતા
જ્યોતિષ અનુસાર રાહુ, કેતુને અનિષ્ટકારણ ગ્રહ માનવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણના સમયે રાહુ અને કેતુની છાયા સુર્ય અને ચંદ્રમા પર પડે છે. આ કારણે સૃષ્ટિ આ દરમિયાન અપવિત્ર અને દૂષિતને થઇ જાય છે.
ગ્રહણ દરમિયાન આ ન કરો
- ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઇએ
- ગ્રહણ દરમિયાન ઉંઘવુ પણ ન જોઇએ.
- ગ્રહણને ખુલ્લી આંખે ન જોવું જોઇએ
- ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે, જે બાળકો અને માં બંન્ને માટે હાનિકારક છે.
જાણો ગ્રહણનો સમય
ગ્રહણનો સ્પર્શ રાત્રે 11.54 વાગ્યે
ખગ્રાસ આરંભ રાત્રે 12 વાગ્યે
ગ્રહણ મધ્ય રાત્રે 1.52 વાગ્યે
ખગ્રાસ ગ્રહણ સમાપ્ત રાત્રે 2.43 વાગ્યે
ગ્રહણ સમાપ્ત રાત્રે 3વાગીને 49 મિનિટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે