રાશિફળ 24 ઓગસ્ટ: આ રાશિના જાતકો પર્સમાં રાખે પત્નીનો ફોટો, દરિદ્રતાથી છૂટકારો મેળવવા કરો 'આ' કામ

રાશિફળ 24 ઓગસ્ટ: આ રાશિના જાતકો પર્સમાં રાખે પત્નીનો ફોટો, દરિદ્રતાથી છૂટકારો મેળવવા કરો 'આ' કામ

પ્રશ્ન – પરિવારના સર્વાંગી વિકાસ માટે શું કરવું

  • ઘરમાં તુલસીનો છોડ રાખવો. તેનું પૂજન કરવું.
  • ઘરમાં મધ રાખવું. નવું ઘર બનાવતા હોય તો જમીનમાં ઈંટની સાથે મધનું વાસણ પણ દાટવું
  • ઘરમાં ગરીબાઈ રહેતી હોય તો ગૌદાન કરી શકાય અથવા ગૌપૂજન કરી શકાય અથવા ગૌમાતાનો ફોટો રાખવો તેનું પૂજન કરવું.

આજનું પંચાંગ

તારીખ

24 ઓગસ્ટ, 2018 શુક્રવાર

માસ

શ્રાવણ સુદ તેરસ

નક્ષત્ર

ઉત્તરાષાઢા

યોગ

સૌભાગ્ય

ચંદ્ર રાશી

મકર રાશી (ખ, જ)

  1. આજે રવિયોગ સવારે 6.41 વાગ્યાથી આવતીકાલે સવારે 9.50 સુધી
  2. મહાલક્ષ્મીદેવીનું પૂજન કરી શકાય
  3. ઓમ શ્રીં નમઃ, ઓમ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ, ઓમ શ્રીં હ્રીં શ્રીં ક્લીં શ્રીં સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ આ ત્રણમાંથી એક મંત્રની ત્રણ માળા કરી કરી શકાય.
  4. કેસર અથવા હળદર મિશ્રીત દૂધથી મહાલક્ષ્મી અથવા શ્રીયંત્ર ઉપર અભિષેક કરી શકાય.
  5.  

રાશિ ભવિષ્ય (24-8-2018)

મેષ (અલઈ)

  • હિંમત અને ધીરજનો સંચાર થશે
  • પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી ઉકેલ કાઢી શકશો
  • દરગુજર કરવાની ભાવના વધે

વૃષભ (બવઉ)

  • પ્રશ્નોનો નિકાલ આવી શકે છે
  • આપની બુદ્ધિ ખૂબ તેજ અને ઉત્તમ કાર્ય કરશે
  • કર્મનું ઉત્તમ ફળ લેવા માટે સક્ષમ છો
  • આજના અભિગમને આપ કાયમ યાદ રાખજો

મિથુન (કછઘ)

  • અતિશય મૂંઝવણ રહ્યા કરે
  • ડીપ્રેશનથી જે જાતકો પીડાતા હોય તે સચેત રહે
  • શરદીજન્ય કે વાઈરલ ઈન્ફેક્શનથી સાવધાન

કર્ક (ડહ)

  • સામે ચાલીને ઝઘડો વ્હોરી લો તેવું બને
  • ભાગીદારી પેઢીએ સંયમ રાખવો
  • પગની ઘૂંટીનું દર્દ પીડા આપી શકે છે

સિંહ (મટ)

  • ગેસની તકલીફ થઈ શકે છે
  • વિકાસની લલત આપને બેચેન કરી મૂકે
  • ભાડૂઆત સાથે તકરાર ન થાય તે જોવું

કન્યા (પઠણ)

  • સામો પક્ષ આપની ઇચ્છા મુજબ જ બોલે તે અભિગમ ત્યાગજો
  • મોટાભાઈ આપના સંતાનના હિતમાં કાર્ય કરે
  • અધિકારી સાથે મતભેદ સર્જાઈ શકે છે

તુલા (રત)

  • ઘરમાં કલહ ન થાય તે જોવું
  • છાતીમાં બળતરા થઈ શકે છે
  • રાત્રે મોડે સુધી ઊજાગરો પણ વેઠવો પડે
  • આજે ગણેશપૂજા અવશ્ય કરજો

વૃશ્ચિક (નય)

  • ખેલકૂદ સાથે સંકળાયેલા જાતકો માટે સાનુકૂળતા
  • સરકારી કર્મચારી માટે પણ યોગ્ય પરિસ્થિતિ
  • ભાગ્યનો સાથ મળી રહેશે
  • ધર્મપ્રવાસ દરમિયાન મનદુખ થઈ શકે છે

ધન (ભધફઢ)

  • પતિ-પત્ની વચ્ચે આજે વૈમનસ્ય થઈ શકે છે
  • જમીન-મકાનથી લાભ
  • લોન સંબંધી કાર્યવાહી ચાલતી હોય તો લાભ

મકર (ખજ)

  • પતિ-પત્ની આજે સાથે મળી કાર્ય કરશો તો વિજય
  • પત્ની આજે પતિનો ફોટો પર્સમાં રાખે
  • પતિ આજે પત્નીનો ફોટો પર્સમાં રાખે
  • કુંવારા છે તે માતાનો ફોટો પર્સમાં રાખે. કાર્ય સિદ્ધિમાં સુગમતા રહેશે

કુંભ (ગશષસ)

  • ઉત્પાદન સાથે સંકળાયેલા જાતકોને લાભ
  • ધર્મકાર્ય સાથે સંકળાયેલા જાતકોને ધનલાભ
  • સ્નાયુની બિમારીથી સાચવવાનું રહેશે

મીન (દચઝથ)

  • જળતત્ત્વની રાશી છે આજે ઉશ્કેરાટથી બચવું
  • પથરીની બિમારીથી પીડાતા જાતકો સચેત રહે
  • કાર્યસિદ્ધિના યોગ પણ રચાયા છે
  • માતા અથવા સસરાનું આરોગ્ય જોખમાય

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news