Cyclone Tej: એક નહીં 2 વાવાઝોડાનું જોખમ, વિનાશકારી બન્યું 'તેજ', હામૂન પણ મચાવી શકે છે તબાહી, લેટેસ્ટ અપડેટ જાણો
Trending Photos
અરબ સાગરમાં ઉઠેલું ચક્રવાતી તોફાન તેજ વધુ વિનાશકારી બન્યું છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક ડિપ્રેશન બન્યું છે જે 24 ઓક્ટોબર સુધીમાં ઓછી તીવ્રતાવાળા ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. આઈએમડીએ એક બુલેટિનમાં જણાવ્યું છે કે આ દબાણ ઓડિશાના પારાદીપથી લગભગ 610 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રીત છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જાણો ગુજરાત પર શું અસર થઈ શકે?
આઈએમડીના જણાવ્યાં મુજબ ESCS (Extremely Severe Cyclonic Storms) TEJ રવિવારે 22 ઓક્ટોબરના રોજ 23.30 વાગે એસડબલ્યુ અરબ સાગર પર સોકોટ્રા (યમન)થી લગભગ 200 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં, સલાલાહ (ઓમાન)થી 300 કિમી દક્ષિણમાં અને અલ ગૈદાહ (યમન)થી 240 કિમી દક્ષિણપૂર્વ માં કેન્દ્રીત હતું. ESCS એટલે કે અત્યંત ભીષણ ચક્રવાત તેજ ઉત્તર પશ્ચિમમાં આગળ વધીને આગામી 6 કલાકમાં થોડું નબળું પડી VSCS માં ફેરવાય તેવી સંભાવના છે.
ESCS “TEJ” OVER WC ARABIAN SEA MOVED NW DURING PAST 6 HRS AND LAY CENTERED AT 0530 HRS IST OF 23 OCT OVER WC ARABIAN SEA ABOUT 200 KM N-NW OF SOCOTRA (YEMEN), 300 KM S OF SALALAH (OMAN) AND 240 KM SE OF AL GHAIDAH (YEMEN). TO MOVE NW AND WEAKEN INTO A VSCS DURING NEXT 06 HRS. pic.twitter.com/YhaIlKjRzx
— India Meteorological Department (@Indiametdept) October 23, 2023
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચક્રવાતી તોફાન 24 ઓક્ટોબરના રોજ યમન-ઓમાનના તટોને પાર કરે તેવી ભવિષ્યવાણી કરાઈ છે. જે 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ખુબ જ ગંભીર ચક્રવાત તોફાન બનશે. 25 ઓક્ટોબરના રોજ સવારે યમનમાં અલ ગૈદા અને ઓમાનમાં સાલાલહ વચ્ચે યમન ઓમાન તટને પાર કરે તેવી સંભાવના છે.
આઈએમડીએ જણાવ્યું કે ચક્રવાત તેજ રવિવારે ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાયું ત્યારબાદ તે ઓમાન-યમનના કાંઠાઓ તરફ આગળ વધી ગયું. જેનાથી ભારત માટે જો કે હાલ જોખમ પણ ટળ્યું છે. પરંતુ બંગાળની ખાડીમાં ઉઠેલું ડિપ્રેશન હજુ પણ ચિંતાનો વિષય બનેલો છે. કારણ કે હજુ તે શરૂઆતના તબક્કામાં છે અને તે આવનારા કલાકોમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. એવું કહેવાય છે કે વર્ષ 2018માં પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં એક સાથે ચક્રવાતી તોફાન આવ્યું હતું જેણે ભારે તબાહી મચાવી હતી.
બંગાળની ખાડી ઉપર પણ ડિપ્રેશન
બંગાળની ખાડી પર બનેલું દબાણ સોમવાર સવાર સુધીમાં વધુ તીવ્ર થઈ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તે આગામી 12 કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને પછી આગામી ત્રણ દિવસમાં બાંગ્લાદેશ-પશ્ચિમ બંગાળના કાંઠાઓ તરફ આગળ વધશે. પ્રાદેશિક હવામાન ખાતાના વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે જો કે એક ચક્રવાતી તોફાન બનવાની આશંકા છે પરંતુ તે નબળું રહી શકે છે. તેની ઓડિશા પર મામૂલી અસર જોવા મળશે, જેના કારણે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડશે. સમુદ્રમાં તે રાજ્યના તટથી લગભગ 200 કિમી દૂર રહેશે. આ દબાણ હાલ પારાદીપ (ઓડિશા)થી 550 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં, દિઘા (પ.બંગાળ)થી 690 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં અને ખેપુપારા (બાંગ્લાદેશ)થી 590 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે.
DD OVER WC BoB MOVED NW DURING PAST 6 HRS AND LAY CENTERED AT 0530 HOURS IST OF 23 OCT OVER WC BoB ABOUT 400 KM S OF PARADIP (ODISHA), 550 KM S-SW OF DIGHA (WB) AND 690 KM S-SW OF KHEPUPARA (BANGLADESH). TO INTENSIFY INTO A CS DURING NEXT 12 HOURS. pic.twitter.com/VO8pOm6Ggt
— India Meteorological Department (@Indiametdept) October 23, 2023
દબાણના કારણે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 25 ઓક્ટોબર સુધીમાં તે ધીરે ધીરે વધીને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આઈએમડીના બુલેટિન મુજબ સોમવારે સવારે 8.30થી 24 કલાક સુધી કાંઠાના જિલ્લાઓ, ક્યોઝર, મયૂરભંજ, અંગુલ, ઢેંકનાલ, બૌધ, કંધમાલ, રાયગડા, કોરાપુટ અને મલાકનગિરિમાં કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે. મત્સ્ય પાલન, અને પશુ સંસાધન વિકાસ વિભાગે આઈએમડીના પૂર્વાનુમાન અંગે પારાદીપ અને અન્ય વિસ્તારોમાં માછલી પકડનારા બંદરો પર માછીમારો માટે ચેતવણી બહાર પાડી છે. આ બધા વચ્ચે દુર્ગા પૂજાના આયોજકો ચિંતિત છે. આ દરમિયાન 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ ગતિ ઘટી શકે છે.
ચક્રવાતનું નામ હામૂન
જો આ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાય તો તેને હામૂન નામ આપવામાં આવશે. આ નામ ઈરાને આપેલું છે. દાસે કહ્યું કે માછીમારોને 25 ઓક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની ચેતવણી અપાઈ છે. આઈએમડીએ ખેડૂતોને તૈયાર પાકની 23 ઓક્ટોબર સુધીમાં લલણી કરી લેવાની સલાહ આપી છે. ઓડિશાના કાંઠા વિસ્તારોના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે. જે માછીમારો સમુદ્રમાં છે તેમને પાછા ફરવાની સલાહ અપાઈ છે.
ગુજરાત પર શું અસર?
આગાહીકાર અંબાલાલ પટેલે જો કે કહ્યું છે કે વાવાઝોડું તેજ 24-25 ઓક્ટોબરે આફ્રિકા, ઓમાન અને યમન વચ્ચે ટકરાશે. પણ તેના કારણે ગુજરાતમાં ભારે ફેરફાર આવશે. આ વાવાઝોડું વિકરાળ હશે. દરિયો ભારે તોફાની બનશે. દક્ષિણ ભારત તરફ વધુ તુફાની રહેશે. યમન તરફ વધુ તોફાની રહેશે
. સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદી ઝાપટા રહેશે. ભારે પવન ફંકાઈ શકે છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 23-24-25 ઓક્ટોબરે ગુજરાત ના ઉત્તર પશ્ચિમ ભાગોમાં વાદળ આવશે. પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં પશ્ચિમી વિક્ષેભના કારણે કમોસમી વરસાદ થશે. મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે