હે ભગવાન મિચોંગ મચાવશે તબાહી! આ રાજ્યોમાં વિનાશ વેરશે વાવાઝોડુ, શું થશે ગુજરાતનું?

Cyclone Michaung: આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, પુડુચેરીની સાથે કેન્દ્રએ પણ ચક્રવાત 'મિચાઉંગ'ને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે તેઓ દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે.

હે ભગવાન મિચોંગ મચાવશે તબાહી! આ રાજ્યોમાં વિનાશ વેરશે વાવાઝોડુ, શું થશે ગુજરાતનું?

Cyclone Michaung: વાતાવરણમાં આવેલાં પલટાને કારણે ફરી તોળાઈ રહ્યાં છે સંકટના વાદળો. ભારે પવન સાથે ફૂંકાશે પવન. હવામાન વિભાગે પણ અગાઉ આ અંગે જાણકારી આપી દીધી છે. ચક્રવાત 'મિચોંગ'ના કારણે આ રાજ્યો જોખમમાં છે, ભારે વરસાદ અને તેજ પવનની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે તેઓ દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. તેમણે રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.

આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, પુડુચેરીની સાથે કેન્દ્રએ પણ ચક્રવાત 'મિચાઉંગ'ને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે તેઓ દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. તેમણે તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક પ્રશાસનને મદદ કરવા અપીલ કરી છે. વડા પ્રધાને રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.

પીટીઆઈ અનુસાર, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડી પરનું ઊંડા દબાણનું ક્ષેત્ર રવિવારે ચક્રવાતી તોફાન 'મિચોંગ'માં પરિવર્તિત થયું છે. એવી સંભાવના છે કે તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને મજબૂત બનશે અને સોમવારે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચશે. જોકે, ગુજરાતને સીધી રીતે આ વાવાઝોડાથી કોઈ સમસ્યા નડે એવી નથી. તેની દિશા અલગ હોવાથી ગુજરાત માટે કોઈ ચિંતાનો વિષય નથી. વાતાવરણમાં ફેરફાર થઈ શકે અને પવનની ગતિ સામાન્ય કરતા થોડી તેજ હોઈ શકે છે.

110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે-
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે પછી ઉત્તર તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે સમાંતર આગળ વધશે અને 5 ડિસેમ્બરે બપોરના સમયે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે. આ ચક્રવાતી ગતિવિધિને કારણે પવનની ઝડપ 80-90 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.

NDRFની ટીમો તૈનાત-
NDRF એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં 21 ટીમો તૈનાત કરી છે અને વધારાની આઠ ટીમો તૈયાર રાખવામાં આવી છે. જહાજો અને વિમાનોની સાથે કોસ્ટ ગાર્ડ, આર્મી અને નેવીની બચાવ અને રાહત ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

એસએમએસ અને વેધર બુલેટિન દ્વારા સ્થાનિક ભાષાઓમાં એલર્ટ જારી કરવામાં આવી રહ્યા છે. માછીમારો અને બોટ સલામત સ્થળે પરત ફર્યા છે. આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે ચોવીસ કલાક દેખરેખ માટે પૂરતી સંખ્યામાં અધિકારીઓ તૈનાત કર્યા છે.

તમિલનાડુએ ઘણા વિસ્તારોમાં જાહેર રજા જાહેર કરી છે-
તમિલનાડુમાં, સરકારે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપેટ અને તિરુવલ્લુરમાં સોમવારે જાહેર રજા જાહેર કરી છે કારણ કે IMD એ આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યાં ભારે વરસાદની શક્યતા છે, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે. દરમિયાન, ઓડિશા સરકારે આગામી પાંચ દિવસ માટે પાંચ જિલ્લાના કૃષિ વિભાગના ક્ષેત્રીય અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.

પીએમએ આંધ્રના સીએમ સાથે વાત કરી-
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સાથે ચક્રવાત 'મિચોંગ'ને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વાત કરી અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી.

તૈયારીઓની સમીક્ષા કરવા NCMC બેઠક-
મોદીએ ઉચ્ચ અધિકારીઓને રાજ્યને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો. તૈયારીઓની સમીક્ષા કરવા NCMC બેઠક મળી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) ની બેઠક યોજાઈ હતી જેમાં આ ચક્રવાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

કેબિનેટ સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગની નવીનતમ આગાહીને ધ્યાનમાં રાખીને સંબંધિત રાજ્યોએ તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈનું મૃત્યુ ન થાય અને જોખમવાળા વિસ્તારોને સમયસર ખાલી કરવામાં આવે.

તમિલનાડુ, ઓડિશા, પુડુચેરીના મુખ્ય સચિવો અને આંધ્ર પ્રદેશના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપનના વિશેષ મુખ્ય સચિવએ NCMCને તૈયારીઓ વિશે માહિતી આપી હતી. સમિતિને કહેવામાં આવ્યું કે નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરી લેવામાં આવી છે અને લોકોને રાહત કેન્દ્રોમાં ખસેડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

(ઇનપુટ - એજન્સી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news