ભાવનગરના હીરા બજારમાં મંદી આવી : લાભ પાંચમ અને દેવ દિવાળી બાદ ખૂલતા કારખાના હજી નથી ખૂલ્યા
recession in diamond industry : ભાવનગરમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે કારખાનાઓ બંધ રહેતા કારીગરો મુશ્કેલીમાં... દિવાળી વેકેશન લંબાતા હીરા ઉદ્યોગ પર નભતા 2 લાખથી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા
Trending Photos
Bhavngar News નવનીત દલવાડી/ભાવનગર : દિવાળીના વેકેશન બાદ ભાવનગરમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાતા રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની છે. સામાન્ય રીતે લાભ પાંચ અને દેવ દેવાળી બાદ હીરા ઉદ્યોગ ધમધમવા લાગતા હોય છે. પરંતુ મંદીના લીધે હાલ માત્ર 10 ટકા જેટલા જ કારખાના શરૂ થયા છે. મોટાભાગના કારખાના હજુ પણ બંધ જ છે. જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 2 લાખથી વધુ પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. ભાવનગરના હીરા ઉદ્યોગમાં મંધીના લીધે 2500થી વધુ યુનિટમાંથી માત્ર 10 ટકા જ કારખાના ચાલુ છે. જ્યારે અન્ય કારખાનાના માલિકોએ હજુ પણ રજા જાહેર કરેલ છે. જેના લીધે એક લાખ 50 હજારથી વધુ રત્નકલાકારો મુંઝવણમાં મૂકાયા છે. જો આ વેકેશન વહેલીતકે પૂર્ણ ના થાય તો પરિવારનું ગુજરાન ચલાવવાનું રત્નકલાકારો માટે મુશ્કેલ બની જશે.
ભાવનગર જિલ્લામાં દિવાળીનું મીની વેકેશન પૂર્ણ થયા બાદ મોટા ભાગના હીરાના કારખાનાઓ લાભ પાંચમ કે દેવદિવાળીના શુભ દિવસથી કારખાનાઓ શરૂ કરી દેતા હોય છે. પરંતુ આજે વેકેશન પૂર્ણ થયાને દિવસો વીત્યા છતાં હજુ સુધી માત્ર 10 ટકા જેટલો સળવળાટ જોવા મળી રહ્યો છે. જ્યારે મોટા ભાગના કારખાનાઓ હજુ પણ બંધ છે. મંદીના કારણે હજુ કેટલા દિવસ વેકેશન લંબાશે એ કહેવું મુશ્કેલ છે. ત્યારે હીરા ઉદ્યોગ પર નભતા 2 લાખથી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ ભારતના હીરા ઉદ્યોગ ઉપર માઠી અસર પડી છે. અને તેના કારણે હાલ ગુજરાતમાં મહત્વનો કહી શકાય તેવો આ હીરા ઉદ્યોગ મંદીના ભરડામાં ફસાયો છે. ગુજરાતમાં સુરત બાદ હીરા ઉદ્યોગમાં ભાવનગર બીજા નમ્બરે આવે છે. પરંતુ હાલ રસિયા માંથી આવતા હીરાની રફ ઉપર મુકાયેલ બેન્ડના કારણે અને તૈયાર હીરાની માંગ નહીં હોવાથી ભાવનગર નો હીરા ઉદ્યોગ હાલ મંદી માં ફસાયો છે. એટલું જ નહીં ભાવનગરમાં આવેલા 2500 કરતા વધુ યુનિટ પૈકી માત્ર 10 ટકા કારખાનાઓ એ દિવાળી વેકેશન બાદ કામકજ શરૂ કર્યા છે. તો બીજીબાજુ કેટલાક કારખાના માલિકોએ તો હાલ મીની વેકેશન જાહેર કરી દેતા રત્ન કલાકારોની હાલત કફોડી જોવા મળી રહી છે.
ભાવનગરનો હીરા ઉદ્યોગ રત્ન કલાકારોને મોટાપાયે રોજગારી આપતો ઉદ્યોગ ગણાય છે. જેમાં શહેર અને જિલ્લામાં 1.50 લાખથી વધુ રત્ન કલાકાર કામ કરી રહ્યાં છે. ભાવનગરનો હીરા ઉદ્યોગ હાલ મંદી માંથી પસાર થઈ રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય કારીગર વર્ગ ઉપર પડી રહી છે. એક તરફ હીરાની માંગ નથી અને બીજીબાજુ મોંઘવારી ના કારણે હાલ કારીગરો ને વેતન ઓછું મળી રહ્યું હોય ઘર ચલાવવું પણ મુશ્કેલ બને છે. ત્યારે મંદીના કારણે કારખાનાઓ બંધ રહેતા આવા કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બીજી બાજુ હીરાના 25 ટકા કારખાનેદારોએ તો વેકેશન બાદ પોતાના કારખાના શરૂ જ નહીં કરતા અને વેકેશન લંબાવતા મોટા ભાગના કારીગરો બેકાર બન્યા છે. ત્યારે દોઢ લાખ કારીગરો સાથે દોઢ લાખ પરિવારના પાંચ લાખ જેટલા લોકો મંદીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યાંરે કારીગરોનું કહેવું છે કે એક બાજુ મોંઘવારીના કારણે પરિવારનું પૂરું થતું નથી એટલે માથે દેવું કરી ને પણ ઘર ચલાવવું પડે તેવી સ્થતિ છે.
ભાવનગર જિલ્લામાં હીરા ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ છે. સરકાર તરફથી આ ઉદ્યોગને આમ તો કોઈ સહાય મળતી નથી, પરંતુ જયારે આ ઉદ્યોગ મંદીમાં હોઈ ત્યારે ઉદ્યોગકારો સરકાર પાસે હાથ લંબાવે છે. પરંતુ તેમાં તેમને કોઈ જ સફળતા મળતી નથી એ પણ વાસ્તવિકતા છે. ત્યારે હવે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દોઢ લાખ પરિવારોને મંદી નો માર સહન કરવાનો વારો આવ્યો છે.
ભારતનો પોલિટિકલ નક્શો બદલાયો : ચાર રાજ્યોના પરિણામોએ લોકસભાની દિશા નક્કી કરી, ક્યા કોની સરકાર છે જુઓ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે