બાંગ્લાદેશમાં પ્રવેશ બાદ નબળું પડ્યું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ', 2ના મોત
Trending Photos
ઢાકા: ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ' (Cyclone Bulbul) બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યા બાદ ધીરે-ધીરે નબળુ પડવા લાગ્યું છે. હવામાન અધિકારીએ તેની જાણકારી આપી છે.
હવામાન વિભાગના નિર્દેશક શમસુદ્દીન અહમદના હવાલેથી બીડીન્યૂઝ24એ રવિવારે સવારે જણાવ્યું કે સમુદ્વી પોર્ટને સ્થાનિક સાવધાની સંકેત સંખ્યા-3 ફરકાવવાની સલાહ આપી છે.
West Bengal: Water-logging in parts of Kolkata following rainfall in the region due to #CycloneBulbul. pic.twitter.com/nC5fbe6aIo
— ANI (@ANI) November 10, 2019
માછીમારોને સાવધાની વર્તવાની આપી સલાહ
શનિવારે રાત્રે ભૂસ્ખલન બાદ વિભાગે મોંગલા અને પાયરાના સમુદ્વી પોર્ટને 'ગ્રેટ ડેંજર સિંગ્નલ નંબર-10' ફરકાવવાની સલાહ આપી છે. ઉત્તરી ખાડીમાં માછલીઓ પકડનાર બધા જહાજો અને હોડીઓને આગામી સૂચના સુધી સાવધાની વર્તવાની સલાહ આપી છે.
આ દરમિયાન તોફાનના તટીત વિસ્તારમાં તાંડવથી બાંગ્લાદેશના પટુઆખાલી જિલ્લામાં ઘરમાં ઝાડ પડવાથી એક વૃદ્ધનું મોત નિપજ્યું છે અને ખુલનામાં પણ અન્ય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે