Cyclone Tej : વાવાઝોડું 'તેજ' મચાવી શકે છે તબાહી! જાણો ક્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે, આ વિસ્તારોમાં જોવા મળશે અસર
Cyclone Tej Update: ચોમાસું વિદાય થયા બાદ દેશે બહુ જલદી ચોમાસા પછીના વાવાઝોડાની થપેટો ઝીલવી પડી શકે છે. હકીકતમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપના ક્ષેત્ર ઉપર એક સંભવિત ચક્રવાત પ્રણાલી તૈયાર થઈ ચૂકી છે.
Trending Photos
ચોમાસું વિદાય થયા બાદ દેશે બહુ જલદી ચોમાસા પછીના વાવાઝોડાની થપેટો ઝીલવી પડી શકે છે. હકીકતમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપના ક્ષેત્ર ઉપર એક સંભવિત ચક્રવાત પ્રણાલી તૈયાર થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે અરબ સાગરમાં ઓછા દબાણવાળું ક્ષેત્ર તૈયાર થઈ રહ્યું છે અને જો તે તેજ થયું તે ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે.
લક્ષદ્વીપ વિસ્તાર અને નીકટના દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને કેરળ તટ પર ચક્રવાતી સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગઈ અને દક્ષિણ પૂર્વ અરબ સાગર અને નજીકના લક્ષદ્વીપ વિસ્તાર પર બનેલી છે. આઈએમડીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેના પ્રભાવથી આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ પૂર્વ અને તેની નજીક પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર વિક્સિત થવાની સંભાવના છે. અધિકારીઓએ કહ્યું કે હવામાન પ્રણાલીના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવા અને 21 ઓક્ટોબરની આજુબાજુ મધ્ય અરબ સાગરની ઉપર એક દબાણમાં ફેરવાઈ જવાની સંભાવના છે. અધિકારીઓ દ્વારા ચક્રવાતની સંભવત તીવ્રતા હજુ નિર્ધારિત કરવામાં આવી નથી.
આઈએમડીએ કહ્યું કે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે સમુદ્રનું તાપમાન ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચેના સમયગાળાને બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતી પરિસંચરણના વિકાસ માટે અનુકૂળ બનાવે છે. જો કે 2022માં ચોમાસા બાદ અરબ સાગરમાં કોઈ ઉષ્ણકટિબંધીય તોફાન આવ્યું નહીં. જ્યારે બંગાળની ખાડીમાં બે ઉષ્ણકટિબંધીય તોફાન, સિતારંગ અને મેન્ડોસ આવ્યા હતા.
તો...નામ અપાશે તેજ!
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતો માટે અપનાવવામાં આવનારા નામકરણ સૂત્ર મુજબ જો ભારતીય સમુદ્રમાં ઉઠનારું ઉષ્ણકટિબંધીય તોફાન ચક્રવાતમાં ફેરવાય તો તેને તેજ નામ આપવામાં આવશે. સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ પૂર્વોત્તર મોનસૂનના આગમનની નિર્ધારિત તારીખ 20 ઓક્ટોબર છે. તેમાં વિલંબ થાય તેવી પણ શક્યતા છે.
કયાં થઈ શકે અસર
જો કે ઓછા દબાણવાળા ક્ષેત્ર બાદ ચક્રવાતી સિસ્ટમની ઉપસ્થિતિ BoB પર પૂર્વી પ્રવાહને ઉત્તેજિત કરશે. આ સપ્તાહ દરમિયાન તમિલનાડુના કાંઠા વિસ્તારો અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ પૂર્વોત્તર મોનસૂનની સામાન્ય શરૂઆત માટે આ પૂરતું હોઈ શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે