શુક્રવારે શુભ સમાચાર!, દેશમાં બનેલી કોરોનાની સસ્તી અને પ્રભાવી દવા લોન્ચ માટે તૈયાર

આ સમાચારને તમે આજના દિવસના સારા સમાચાર જ સમજો. ભારતમાં જ તૈયાર થયેલી જીવલેણ કોરોના વાયરસ (Corona Virus) ની દવા હવે લોન્ચ માટે તૈયાર છે. આ ભારતીય દવા (Corona Medicine) ની ખાસિયત એ છે કે તે ખુબ જ સસ્તી છે અને આ સાથે જ કોરોના સામેની લડતમાં ખુબ પ્રભાવી પણ છે. 

શુક્રવારે શુભ સમાચાર!, દેશમાં બનેલી કોરોનાની સસ્તી અને પ્રભાવી દવા લોન્ચ માટે તૈયાર

નવી દિલ્હી: આ સમાચારને તમે આજના દિવસના સારા સમાચાર જ સમજો. ભારતમાં જ તૈયાર થયેલી જીવલેણ કોરોના વાયરસ (Corona Virus) ની દવા હવે લોન્ચ માટે તૈયાર છે. આ ભારતીય દવા (Corona Medicine) ની ખાસિયત એ છે કે તે ખુબ જ સસ્તી છે અને આ સાથે જ કોરોના સામેની લડતમાં ખુબ પ્રભાવી પણ છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) દ્વારા કોવિડ-19ની સારવાર માટે વિક્સિત દવા ફેવિપિરાવિર (Favipiravir) ને લોન્ચ કરવા માટે હવે દવા કંપની સિપલા (Cipla) સંપૂર્ણ રીતે તૈયાર છે. 

એક અધિકૃત નિવેદન મુજબ મૂળ જાપાનની ફૂજી ફાર્મા (Fuji Pharma) દ્વારા વિક્સિત ફેવિપિરાવિરના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન પરિણામ સારા રહ્યાં છે, ખાસ કરીને હળવા અને મધ્ય લક્ષણો ધરાવતા કોવિડ-19ના દર્દીઓમાં. CSIRએ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ રસાયણોનો ઉપયોગ કરીને આ દવાને સસ્તી બનાવવાની પ્રક્રિયા શોધી અને તે સિપ્લાને આપી. 

નિવેદન મુજબ સિપલાએ આ દવાનું નિર્માણ શરૂ કરી દીધુ છે અને ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI) પાસે દવાને ભારતીય બજારમાં લોન્ચ કરવાની મંજૂરી માંગી છે. DCGIએ દેશમાં ફેવિપિરાવિરને ઈમરજન્સી સ્થિતિમાં વાપરવાની મંજૂરી આપેલી છે. સિપલા હવે કોવિડ-19થી પીડાઈ રહેલા દર્દીઓની મદદ માટે આ દવા લાવી રહી છે. 

આ મામલે CSIR-IICRના ડાઈરેક્ટર એસ.ચંદ્રશેખરનું કહેવું છે કે ટેકનિક ખુબ સસ્તી અને પ્રભાવી છે. તેની મદદથી સિપલા ઓછા સમયમાં વધુ દવાઓનું ઉત્પાદન કરી શકશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news