અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી વિકસી, સરવેમાં મળી ચોંકાવનારી માહિતી

અમદાવાદ શહેરના 7 ઝોનની વિશ્વનો સૌથી મોટી કોરોનાની હર્ડ ઈમ્યુનિટી મામલે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 16 જૂનથી 11 જુલાઈ સુધી 27 દિવસ આ અભ્યાસ કરાયો હતો. તેમાં સાતેય ઝોનમાંથી એન્ટીબોડી માટે 30 હજાર લોકોના સેમ્પલ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 17.50ની પોઝિટિવિટી મળી હતી. સામાન્ય રીતે 70થી 80 ટકા હોય ત્યારે હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે. તાજેતરમાં સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકામાં અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ દેશમાં કોરોનાની હર્ડ ઇમ્યુનિટી નથી.

અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી વિકસી, સરવેમાં મળી ચોંકાવનારી માહિતી

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ શહેરના 7 ઝોનની વિશ્વનો સૌથી મોટી કોરોનાની હર્ડ ઈમ્યુનિટી મામલે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 16 જૂનથી 11 જુલાઈ સુધી 27 દિવસ આ અભ્યાસ કરાયો હતો. તેમાં સાતેય ઝોનમાંથી એન્ટીબોડી માટે 30 હજાર લોકોના સેમ્પલ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 17.50ની પોઝિટિવિટી મળી હતી. સામાન્ય રીતે 70થી 80 ટકા હોય ત્યારે હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે. તાજેતરમાં સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકામાં અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ દેશમાં કોરોનાની હર્ડ ઇમ્યુનિટી નથી.

અમદાવાદના સ્ટડી સર્વેમાં 17.61 ટકા પોઝિટિવિટી આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમા 30,054 સેમ્પલ લેવામાં આવ્યા હતા. 29,800 સીરો સેમ્પલમાં 5263 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. એટલે 17.61 ટકા પોઝિટિવિટી આવી હતી. અમદાવાદમાં સીરો પોઝિટિવિટી સૌથી વધુ મધ્ય ઝોનમાં 28.43 ટકા, ઉત્તર ઝોનમાં 27.42, પૂર્વ ઝોનમાં 23.22 ટકા, દક્ષિણ ઝોનમાં 16.15, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 13.43 ટકા અને પશ્ચિમ ઝોનમાં 10.05 ટકા અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6.43 ટકા નોંધાયા હતા. 

જોકે વ્યક્તિની ઉંમર પ્રમાણે 0 પોઝિટિવિટી 15.49 ટકાથી 22.22 ટકા જેટલી નોંધાઈ હતી. જેમા સૌથી વધુ 90થી 100 વર્ષની ઉંમરમાં 22.22 ટકા અને સૌથી ઓછી 20થી 29 વર્ષના લોકોમાં 15.55 ટકા જણાઈ હતી. AMCના ડેપ્યુટી હેલ્થ ઓફિસરથી લઈ AMC મેટ મેડિકલ કોલેજ, NHL મેડિકલ કોલેજના મળી 10 જેટલા ડોક્ટર તેમજ પ્રોફેસરો દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news