દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, 700 જમાતીયોના જપ્ત કર્યા પાસપોર્ટ
દિલ્હી પોલીસ (Delhi Police)ની ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)એ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે લગભગ 700 જમાતીયોના પાસપોર્ટ તેમજ અન્ય દસ્તાવેજ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના સૂત્રાના જણાવ્યા અનુસાર, જમાતીયો પર શક છે કે તેઓ ખોતી રીતે વીઝા મેળવી હિન્દુસ્તાન આવ્યા હતા અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસ કરવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી પોલીસ (Delhi Police)ની ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)એ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે લગભગ 700 જમાતીયોના પાસપોર્ટ તેમજ અન્ય દસ્તાવેજ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના સૂત્રાના જણાવ્યા અનુસાર, જમાતીયો પર શક છે કે તેઓ ખોતી રીતે વીઝા મેળવી હિન્દુસ્તાન આવ્યા હતા અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કેન્ટીનમાં માત્ર સ્વદેશી વસ્તુનું વેચાણ
પ્રાપ્ત જાણખારી અનુસાર, તમામ જમાતી ભારત ટૂરિસ્ટ વિઝા દ્વારા આવ્યા હતા અને જમાતમાં સામેલ થયા હતા. વીઝાની શરતોના ઉલ્લંઘન મામલે ભારત સરકારે તમામના વીઝા રદ કર્યા છે અને LoC ખોલવામાં આવી હતી જેથી કોઈપણ દેશથી બહાર ના જઈ શકે. મળતા સમાચાર અનુસાર, મલેશિયાના કેટલાક લોકો ખોટુ બોલી તેમના દેશની સ્પેશિયલ ફ્લાઇટથી જવા માગે છે. ત્યારે તેમને આ કારણથી દિલ્હી એરપોર્ટ પર પકડવામાં આવ્યા હતા. આ તમામની સામે વિદેશી અધિનિયમ અને વીઝા ફ્રોડના ગુના અંતર્ગત દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:- Coronavirus: સુપ્રીમ કોર્ટમાં નવા ડ્રેસ કોડ બહાર પાડવામાં આવશે, ઉનાળાની લાંબી રજાઓમાં કટ
આરોપ છે કે, દુનિયાભરથી હજારોની સંખ્યામાં નિઝામુદ્દીન મરકઝમાં આવેલા જમાતીઓએ અહીથી નીકળી દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાવ્યો છે. નિઝામુદ્દીન મરકઝ પર સાસન કરનાર મોલાના સાદ હજુ સુધી ફરાર છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ મોલાના સાદની શોધ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા દિલ્હી પોલીસે મોલાના સાદને નોટીસ દ્વારા એમ્સ અથવા કોઈ સરકારી હોસ્પિટલમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવી રિપોર્ટ મોકલવા કહ્યું હતું. મોલાના સાદે દાવો કર્યો હતો કે, તે કોવિડ-19નો ટેસ્ટ કરાવી ચુક્યો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેણે નોટિસના જવાબમાં કહ્યું કે, તેણે સરકારી નહીં પરંતુ પ્રાઇવેટ લેબામાં કોરોના ટેસ્ટ કરાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે