દિલ્હીમાં ફરી વધ્યા કોરોનાના કેસ, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન 

દિલ્હી (Delhi) માં ફરીથી કોરોના (Corona Virus) ના દર્દીઓ વધી રહ્યાં છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આજે અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે 17 ઓગસ્ટથી કોરોનાના કેસ વધ્યા છે. જો કે બાકીની સ્થિતિ નિયંત્રણમાં છે. આવનારા દિવસોમાં દિલ્હીમાં ટેસ્ટિંગ ડબલ કરવામાં આવશે. બાકી બધા પેરામીટર ઠીક છે. 
દિલ્હીમાં ફરી વધ્યા કોરોનાના કેસ, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી: દિલ્હી (Delhi) માં ફરીથી કોરોના (Corona Virus) ના દર્દીઓ વધી રહ્યાં છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આજે અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે 17 ઓગસ્ટથી કોરોનાના કેસ વધ્યા છે. જો કે બાકીની સ્થિતિ નિયંત્રણમાં છે. આવનારા દિવસોમાં દિલ્હીમાં ટેસ્ટિંગ ડબલ કરવામાં આવશે. બાકી બધા પેરામીટર ઠીક છે. 

કેજરીવાલે કહ્યું કે "દિલ્હી સરકાર એક અઠવાડિયામાં 40,000 ટેસ્ટ રોજ કરશે. હાલ રોજના 20,000 ટેસ્ટ થાય છે. કોરોનાથી ઠીક થયા બાદ પણ જો લોકોને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ થાય તો સરકાર તેમને ઓક્સીમીટર આપશે અને જરૂર પડશે તો ઘર પર જ ઓક્સીજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરશે." 

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે "કોરોનાની ઈન્ટેન્સિટી વધી રહી છે એવું જોવા મળતું નથી. રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. ઓગસ્ટમાં ડેથ રેટ 1.4 ટકા છે. જો કોઈ પણ માસ્ક વગરનો જોવા મળશે તો કાર્યવાહી કરાશે. એ સારું છે કે લોકોમાં ભરોસો વધ્યો છે પરંતુ લોકો સમસ્યાને અવગણે નહીં." 

કેજરીવાલે કહ્યું કે, "દિલ્હીમાં ફક્ત 3700 બેડ પર કોવિડ દર્દીઓ દાખલ છે. તેમાંથી 2900 પર દિલ્હીવાસીઓ અને 800 પર અન્ય રાજ્યના લોકો દાખલ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1693 નવા કેસ સામે આવ્યાં છે. અમારી પાસે કોવિડ સમર્પિત કુલ 14130 બેડ છે, જેમાંથી 10.448 ખાલી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ-19ના કેસમાં સામાન્ય વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીમાં 14 જુલાઈથી હોમ આઈસોલેશનમાં રહેનારા કોઈ પણ કોવિડ-19 દર્દીનું મૃત્યુ થયું નથી."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news