અપસેટનો શિકાર બની સેરેના વિલિયમ્સ, વેસ્ટર્ન એન્ડ સાઉથર્ન ટેનિસ ટૂર્નામન્ટમાંથી બહાર

13મી સીડ મારિયા સકારીએ પોતાનું શાનદાર પ્રદર્શન કરતા સેરેનાને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. 
 

 અપસેટનો શિકાર બની સેરેના વિલિયમ્સ, વેસ્ટર્ન એન્ડ સાઉથર્ન ટેનિસ ટૂર્નામન્ટમાંથી બહાર

ન્યૂયોર્કઃ બે વખતની ચેમ્પિયન અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ન્યૂયોર્કમાં જારી વેસ્ટર્ન એન્ડ સાઉથર્ન ટેનિસ ટૂર્નામેન્ટમાં અપસેટનો શિકાર બનીને બહાર થઈ ગઈ છે. 

13મી સીડ મારિયા સકારીએ પોતાનું શાનદાર પ્રદર્શન કરતા સેરેનાને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. 

પોતાની પ્રથમ મેચમાં અમેરિકાની ઉભરતી ખેલાડી કોકો ગોફને હરાવનારી સકારીએ બે કલાક 17 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેનાને 5-7, 7-6(5), 6-1થી પરાજય આપ્યો હતો. 

સકારીએ જીત બાદ કહ્યું, મને હજુ પણ તેનો અનુભવ નથી. આ એક સુખદ અનુભવ છે, કારણ કે વિલિયમ્સ મારા જેવી ઉભરતી ખેલાડીઓની એક રોલ મોડલ છે. 

સકારીએ કહ્યું, 'સેરેના વિલિયમ્સે અત્યાર સુધી જે કંઈ હાસિલ કર્યું છે, તે ખુબ મોટું છે. સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે સકારીનો સામનો બ્રિટિશની નંબર 1 ખેલાડી જોહાના કોન્ટા સામે થશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news