ધ્યાન નહીં રાખો તો ત્રીજી લહેર ઘાતક સાબિત થઈ શકે છે, દૈનિક 5 લાખ કેસ આવી શકે
કોરોના વાયરસની ત્રીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે અને તેનો પીક સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર સુધીમાં હોઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: જો જાન્યુઆરી જેવી બેદરકારી વર્તવામાં આવી તો કોરોના સંક્રમણની ત્રીજી લહેર વધુ ભયાનક બનશે. સ્થિતિ વણસતા દેશમાં રોજ પાંચ લાખ સુધીના દૈનિક કેસ પણ નોંધાઈ શકે છે. ત્રીજી લહેરનો પીક પણ સપ્ટેમ્બરમાં આવી શકે છે. આ વાત આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. રાજેશ રંજન અને પ્રો.મહેન્દ્ર વર્માએ કરી. તેમણે કહ્યું કે અત્યારથી સાવધાની વર્તવાની જરૂરિયાત છે. તેના દ્વારા ત્રીજી લહેરના પ્રભાવને ઓછો કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ આ દાવો એ આધારે કર્યો કે દેશ 15 જુલાઈ સુધીમાં સંપૂર્ણ રીતે અનલોક થઈ જશે. જો કે તેમાં તેમણે રસીકરણને સામેલ કર્યું નથી. આઈઆઈટીના પ્રોફેસર રાજેશ રંજન અને પ્રો.મહેન્દ્ર વર્માએ ગાણિતીક મોડલ સર તૈયાર કર્યું છે. જેના આધારે ત્રીજી લહેરને લઈને દેશને અલર્ટ કરવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકોએ ત્રણ રિપોર્ટ રજુ કર્યા છે. વર્તમાનમાં જે સ્થિતિ રહી છે જો તેવી જ સ્થિતિ રહી તો ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર દરમિયાન દૈનિક 3 લાખ કેસ આવવાની શક્યતા છે. પહેલી લહેર બાદ જાન્યુઆરીમાં દેશની જે સ્થિતિ હતી એટલે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને નજર અંદાજ કરાયું હતું તેવી જ સ્થિતિ જો જુલાઈમાં અનલોક થયા બાદ રહી તો હાલાત ઘાતક સાબિત થશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ઓગસ્ટથી જ સ્થિતિ વણસવાની શરૂઆત થઈ જશે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો ત્રીજા તબક્કા પહેલા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવધાનીઓ વર્તવામાં આવી અને રસીકરણનું કાર્ય ઝડપથી ચાલતું રહ્યું તો ત્રીજી લહેર ઓક્ટોબરના અંત સુધીમાં આવે તેવી શક્યતા છે. તે દરમિયાન સ્થિતિ વધુ ભયાનક નહીં હોય. આવા સમયમાં કોરોનાના કેસની સંખ્યા રોજના બે લાખ કરતા ઓછા રહેશે. વૈજ્ઞાનિકોએ આ માટે ઝડપથી રસીકરણ કરાવવા અને વર્ષના અંત સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરાવવાનો આગ્રહ કર્યો છે. આ અનુમાનમાં રસીકરણ સામેલ નથી
આઈઆઈટી કાનપુરે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તેમના આ અનુમાનમાં રસીકરણ સામેલ નથી. રસી ટ્રાન્સમિશનની ચેઈનને તોડે છે અને પીક ઘટાડે છે. આવામાં રસીકરણ સાથે ત્રીજી લહેરના સંશોધિત મોડલ પર રિસર્ચર્સ કામ કરી રહ્યા છે અને જલદી તેને બહાર પણ પાડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે