Corona omicron in India: કોરોના જ ઓમિક્રોન...દેશમાં નવો વેરિયન્ટ કેવી તબાહી મચાવશે? NTAGI ચેરમેને આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

ડો. અરોરાએ જણાવ્યું હતું કે હવે ત્રીજી લહેરે દેશમાં એન્ટ્રી કરી લીધી છે. આ ખૂબ જ ખતરનાક છે અને આ વાયરસ પહેલાની જેમ જ વર્તે છે. દુનિયાના તમામ પશ્ચિમી દેશોમાં તે આગની જેમ ફેલાઈ રહ્યો છે અને ભારતમાં પણ તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

Corona omicron in India: કોરોના જ ઓમિક્રોન...દેશમાં નવો વેરિયન્ટ કેવી તબાહી મચાવશે? NTAGI ચેરમેને આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

નવી દિલ્હી: દેશમાં કોરોના કેસમાં ફરી એકવાર રોકેટગતિએ સ્પીડ પકડી છે. દેશના દરેક રાજ્યમાં રેકોર્ડબ્રેડ કેસ નોંધાઈ રહ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટના કારણે પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આ ત્રીજી લહેર કેટલી ખતરનાક સાબિત થશે, ઓમિક્રોનને કેટલો ખતરનાક માનવામાં આવી રહ્યો છે. શું આવનારા સમયમાં સૌથી વધુ મોત થનાર છે? આ તમામ સવાલોના જવાબ NTAGIના ચેરમેન ડોક્ટર એન કે અરોડાએ વિસ્તારપૂર્વક આપ્યા છે.

અનેક ઘણા વધ્યા કોરોના કેસ
ડો. અરોરાએ જણાવ્યું હતું કે હવે ત્રીજી લહેરે દેશમાં એન્ટ્રી કરી લીધી છે. આ ખૂબ જ ખતરનાક છે અને આ વાયરસ પહેલાની જેમ જ વર્તે છે. દુનિયાના તમામ પશ્ચિમી દેશોમાં તે આગની જેમ ફેલાઈ રહ્યો છે અને ભારતમાં પણ તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારતમાં એક અઠવાડિયામાં કોરોના કેસમાં અનેકગણો વધારો થયો છે. હવે સ્પીડનો સવાલ છે તો તે આપણા પર નિર્ભર કરશે કે આપણે કેવી રીતે કોરોના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ.

દિલ્હીના સંસદ ભવનમાં કોરોનાએ મચાવ્યો કોહરામ, એકસાથે 400થી વધુ લોકો સંક્રમિત

તેમણે ઉમેર્યું હતું કે, આવનાર સમયમાં કેસમાં હજુ વધારો નોંધાશે. આ લહેરને આગળ ઓમિક્રોન જ વધારી રહ્યો છે અને સૌથી વધુ કેસ પણ આજ વેરિયન્ટના સામે આવી રહ્યા છે. લગભગ 70-80 ટકા કેસ ઓમિક્રોન દર્દીઓના છે. નોર્થ ઈસ્ટના પ્રદેશ અને બંગાળમાં હજુ પણ ડેલ્ટા સક્રિય છે. ત્યાં હજુ પણ ડેલ્ટા વેરિયન્ટના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. 

ડોક્ટરોએ ભાર મૂકીને જણાવ્યું છે કે ડેલ્ટામાં હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત વધારે હતી, પરંતુ ઓમિક્રોનમાં આવી કોઈ શક્યતા હાલના ધોરણે જોવા મળી નથી. તેમણે દેશના નાગરિકોને અપીલ કરી હતી કે તેમ છતાં આપણે વડીલોનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે.

ખતરો મોટો, વેક્સિન તૈયાર
જોકે, તેમણે એવું પણ જણાવ્યું છે કે ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી, દેશમાં ખૂબ ઓછા લોકોને ઓમિક્રોનથી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી રહી છે. આપણા દેશના આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી દીધી છે. ઓક્સિજનથી લઈને ICU બેડ સુધી, આપણે તૈયાર છીએ. પહેલી અને બીજી લહેરમાંથી આપણે ઘણા બોધપાઠ લીધો છે. અમે ઈચ્છીએ કે દેશમાં પીક વધારે ન આવે, એટલા માટે વીકેન્ડ અને નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવી રહ્યા છે. તેનાથી 20-25ટકા મૂવમેન્ટ ઓછી થશે, આ નિયમો લાગૂ કરવાથી બીમારી જતી રહેતી નથી પરંતુ તેનો ગ્રોથ ધીમો પડી જાય છે. 

આ તમામ વાતો વચ્ચે ડોક્ટરોએ વેક્સીનને લઈને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ જણાવી રહ્યા છે કે આગામી બેથી ત્રણ મહીનાઓમાં ચારથી પાંચ વેક્સીન બીજી આવી જશે, જે ભારતમાં બની હશે. સાથે mRNA વેક્સીન આઠ અઠવાડિયામાં આવી જશે અને Intranasal વેક્સીન છ અઠવાડિયામાં આવવાની આશા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news