Covid Update: ભારતમાં ચોથી લહેરના ભણકારા! બુલેટ ગતિથી વધ્યા દૈનિક કેસ

Covid-19 Latest Update: દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારતના અઠવાડિક કોવિડ કેસમાં 35 ટકાનો વધારો નોંધાયો છે.

Covid Update: ભારતમાં ચોથી લહેરના ભણકારા! બુલેટ ગતિથી વધ્યા દૈનિક કેસ

Covid-19 Latest Update: દેશમાં કોરોનાના નવા કેસમાં મસમોટો વધારો જોવા મળ્યો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,183 નવા કેસ નોંધાયા છે. જ્યારે અઠવાડિક કેસની વાત કરીએ તો ભારતના અઠવાડિક કોવિડ કેસમાં 35 ટકાનો વધારો નોંધાયો છે. જાન્યુઆરી બાદ પહેલીવાર કોવિડ કેસમાં આટલો વધારો જોવા મળ્યો છે. કોરોનાના અઠવાડિક કેસમાં વધારો દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં વધુ થયો છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસ 35 ટકા જેટલા વધ્યા છે. જ્યારે આજે નોંધાયેલા દૈનિક કેસમાં 90 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. 

ભારતમાં નવા 2183 નવા કેસ
દેશની વાત કરીએ તો દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 2,183 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,985 લોકો સાજા થયા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 214 લોકોના મોત થયા છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 11,542 છે. જ્યારે ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 1,150 નવા કેસ નોંધાયા હતા. તે પહેલા 16મીએ 975 નવા કેસ અને 15મીએ 949 નવા કેસ નોંધાયા હતા. 

Active cases 11,542 pic.twitter.com/UfFx8H3ao4

— ANI (@ANI) April 18, 2022

અઠવાડિક વધારો 3 રાજ્યોમાં જોવા મળ્યો
જો કે કેસમાં થયેલો આ વધારો ત્રણ રાજ્ય (દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ) પૂરતા જ સિમિત છે. પરંતુ કોરોનાના કેસના વધતા આંકડાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં રવિવારે સમાપ્ત થયેલા સપ્તાહમાં લગભગ  6,610 નવા કેસ નોંધાયા. જે ગત અઠવાડિયાએ નોંધાયેલા  4,900 કરતા વધુ છે. તે પહેલાના સપ્તાહમાં લગભગ 7010 કેસ નોંધાયા હતા પરંતુ આ આંકડામાં કેરળના આંકડા સામેલ નથી. કારણ કે રાજ્યએ વર્તમાન સપ્તાહથી કોવિડ ડેટા બહાર પાડવાનો  બંધ કરી દીધો છે. કેરળમાં ગત સપ્તાહ (4થી 10 એપ્રિલ)માં 2185 નવા કેસ નોંધાયા હતા. 

15 દિવસમાં 500 ટકા વધારો
'લોકલસર્કિલ્સ' દ્વારા કરાયલા હાલના એક સર્વે મુજબ 'કોવિડ નેટવર્ક પ્રિવલેન્સ' છેલ્લા 15 દિવસમાં 500 ટકા સુધી વધ્યો છે. એટલે કે દિલ્હી-એનસીઆરમાં પોતાના નીકટના સોશિયલ નેટવર્કમાં કોઈને કોવિડ હોવાની સૂચના આપનારા લોકોની સંખ્યામાં છેલ્લા 15 દિવસમાં 500 ટકાનો વધારો થયો છે. કંપનીએ જણાવ્યું કે સર્વેમાં દિલ્હી અને એનસીઆરના તમામ જિલ્લાના 11,743 લોકોની પૂછપરછ કરવામાં આવી. 

દિલ્હીમાં રવિવારે 517 નવા કેસ નોંધાયા. દિલ્હીમાં હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1518 થઈ છે.સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ આ દરમિયાન 261 લોકો કોરોનાથી મુક્ત થયા છે. રાહતની વાત એ છે કે 24 કલાકમાં કોરોનાથી કોઈએ જીવ ગુમાવ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news