કંઈક નવું કરવામાં ઉંમર ક્યારેય ન જોવી... સુરતમાં વૃદ્ધોએ ફેશન શોમાં રેમ્પવોક કર્યું

સામાન્ય રીતે યંગસ્ટર્સ માટે ફેશન શોનું આયોજન થતું હોય છે. પરંતુ વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સૂઈધાગા’ બાદ ફેશન જગતમાં રેમ્પવોકની પરિભાષા બદલાયેલી જોવા મળી હતી. આ ફિલ્મમાં ગામડાના ગરીબ અને વૃદ્ધોએ ફેશન શોમાં રેમ્પવોક કર્યુ હતું. ત્યારે સુરતમાં પણ આવુ જ કંઈક જોવા મળ્યું. વૃદ્ધોમાં આત્મવિશ્વાસ વધારવા અને તેમના જીવનમાં ઉત્સાહ ભરવા માટે વૃદ્ધો માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 
કંઈક નવું કરવામાં ઉંમર ક્યારેય ન જોવી... સુરતમાં વૃદ્ધોએ ફેશન શોમાં રેમ્પવોક કર્યું

ચેતન પટેલ/સુરત :સામાન્ય રીતે યંગસ્ટર્સ માટે ફેશન શોનું આયોજન થતું હોય છે. પરંતુ વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સૂઈધાગા’ બાદ ફેશન જગતમાં રેમ્પવોકની પરિભાષા બદલાયેલી જોવા મળી હતી. આ ફિલ્મમાં ગામડાના ગરીબ અને વૃદ્ધોએ ફેશન શોમાં રેમ્પવોક કર્યુ હતું. ત્યારે સુરતમાં પણ આવુ જ કંઈક જોવા મળ્યું. વૃદ્ધોમાં આત્મવિશ્વાસ વધારવા અને તેમના જીવનમાં ઉત્સાહ ભરવા માટે વૃદ્ધો માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સુરત શહેરમાં શાંતમ એક અનુભવ અને આઈડીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજી દ્વારા ઓલ્ડ ઈઝ ગોલ્ડ થીમ પર શાંતમ ખાતે દાદા દાદીઓ એટલે કે, વરિષ્ઠ નાગરિકો માટે એક અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત કરાયેલ ફેશન શોમાં 60 થી 85 વર્ષ સુધીના મહિલા અને પુરુષોને આઈડીટીના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. તેઓએ મોડેલની જેમ રેમ્પ વોક કર્યું હતું. શાંતમ સંસ્થા સિનિયર સિટીઝન્સ માટે ડે બોર્ડિંગ સુવિધા પૂરી પાડે છે. તેમની કાળજી લેવામાં આવે છે અને તેમની જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવે છે. 

No description available.

શાંતમના સંસ્થાપક વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે દાદા દાદી ફેશન શોના માધ્યમથી અમે વરિષ્ઠ નાગરિકોના જીવનમાં નવો ઉત્સાહ ભરવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોનું કહેવું છે કે, તેઓએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેઓ ક્યારેય રેમ્પ વોક કરી શકશે. ભૂતપૂર્વ કાપડના વેપારી અને 74 વર્ષીય રમેશભાઈએ જણાવ્યું હતું કે, કંઈક નવું કરવા માટે ક્યારેય ઉંમરને જોવી ન જોઈએ. જ્યારે 72 વર્ષીય હંસા મહેતા ભાવુક થઈ ગયા, તેઓ ખુશ હતા કે તેઓ તેમના જીવનમાં પ્રથમ વખત રેમ્પ વોક કરી રહ્યા છે, પરંતુ તેમના પરિવારમાંથી કોઈ સદસ્ય તેણીની ખુશી જોવા માટે ઉપસ્થિત ન હોતા. 

એમ કહી શકાય છે કે, વૃદ્ધોએ ફેશન શોમાં નવો પ્રાણ પૂર્યો હતો. સામાન્ય રીતે ફેશન શોમાં મોડલ્સ આવીને જતા રહે છે. પણ આ વૃદ્ધોએ ફેશન શોને ખરા અર્થમાં માણ્યો હતો. અનેક મહિલાઓએ સ્ટેજ પર આવીને રેમ્પ વોક દરમિયાન ડાન્સ પણ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news