Corona Case: શું આ ચોથી લહેર છે? કેસ બેકાબુ... બાળકો પર વધ્યો ખતરો... જાણો શું કહે છે એક્સપર્ટ

Coronavirus Fourth Wave In India: રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. પોઝિટિવિટી રેટ પણ 5 ટકાની નજીક આવી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર 5 ટકા પોઝિટિવિટી રેટ ચિંતાજનક હોય છે.

Corona Case: શું આ ચોથી લહેર છે? કેસ બેકાબુ... બાળકો પર વધ્યો ખતરો... જાણો શું કહે છે એક્સપર્ટ

Coronavirus Fourth Wave In India: રાજધાની દિલ્હીમાં કોરોના ફરી એકવાર ડરાવી રહ્યો છે. રવિવારના દિલ્હીમાં કોરોનાના 517 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમણ દર 4.21 ટકા પર પહોંચી ગયો છે. રાજધાનીમાં જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે, તેનાથી ચોથી લહેરની આશંકા પણ વધી રહી છે. જો કે, એક્સપર્ટ હજુ પણ એવું કહી રહ્યા છે કે, નવી લહેર વિશે અત્યારે કંઇપણ કહેવું યોગ્ય નથી.

સરકારનું કહેવું છે કે, હજુ ગભરાવવાની વાત નથી. કેમ કે, હોસ્પિટલમાં દાખલ થતા દર્દીની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ હોમ આઇસોલેશનમાં રહેતા સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શનિવાર સુધી દિલ્હીમાં 772 દર્દી હોમ આઇસોલેશનમાં હતા, જેમની સંખ્યા રવિવારના વધી 964 થઈ ગઈ છે. ત્યારે 1 એપ્રિલના હોમ આઇસોલેશનમાં રહેતા સંક્રમિતોની સંખ્યા 332 હતી.

દિલ્હીમાં કોરોનાના ઝડપથી ફેલાઈ રહ્યો છે, તે દિલ્હી સરકારના આંકડાઓ પરથી સમજી શકાય છે. ગુરુવારના દિલ્હીમાં કોરોનાના 325 કેસ આવ્યા અને પોઝિટિવિટી રેટ 2.39 ટકા રહ્યો. શુક્રવારના 3.95 ટકા પોઝિટિવિટી રેટ સાથે 366 કેસ સામે આવ્યા. શનિવારના પોઝિટિવિટી રેટ 5.33 ટાકા પર આવી ગયો અને કેસ 461 પર પહોંચી ગયા. રવિવારના સંક્રમણ દરમાં ઘટાડો જરૂર થયો પરંતુ નવા સંક્રમિતોની સંખ્યા 50 થી વધારે હતી.

જો કે, એક ચિંતાની વાત એ પણ છે કે, અત્યારે કોરોનાની તપાસ પણ એટલી વધારે નથી થઈ રહી. રવિવારના 12270 કોવિડ ટેસ્ટ થયા, જ્યારે શનિવારના 8646 ટેસ્ટ થયા. આટલા ઓછા ટેસ્ટમાં પણ સંક્રમણ દર 5 ટકાની નજીક પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર 5 ટકાથી વધારે પોઝિટિવિટી રેહ હોવો ચિંતાજનક છે.

બાળકો પર પણ વધ્યો ખતરો...!
દિલ્હી અને તેની નજીક એનસીઆરના વિસ્તારોમાં કેટલીક સ્કૂલોમાં હવે બાળકો સંક્રમિત થયાના કેસ પણ સામે આવી રહ્યા છે. સ્કૂલોમાં બાળકોના સંક્રમિત મળવા પર દિલ્હી સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે. ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં પણ કેટલીક સ્કૂલોમાં બાળકો સંક્રમિત મળી રહ્યા છે. જોકે, એક્સપર્ટનું માનવું છે કે હજું ચિંતાની વાત નથી.

એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ગભરાવવા જેવી કોઈ વાત નથી, કેમ કે અગાઉની લહેરના ડેટા જણાવી રહ્યા છે જો બાળકો સંક્રમિત થાય છે તો પણ તેમનામાં હળવા લક્ષણો હોય છે અને તેમની સારવાર પણ જલદી થાય છે.

જો કે, મહામારી વિશેષજ્ઞ ડો. ચંદ્રકાન્ત લહારિયાનું કહેવું છે કે, બાળકોના કોરોના સંક્રમિત થયાના સમાચાર ધ્યાન આપવું એટલા માટે જરૂરી છે કેમ કે, હવે સ્કૂલો શરૂ થઈ ગઈ છે. જો કે, તેઓ એવું પણ કહે છે કે, સ્કૂલો ખુલતા પહેલા જ સીરો સર્વેના ડેટામાં સામે આવ્યા હતા કે 70 થી 90 ટકા બાળકો સંક્રમિત થઈ ગયા છે.

ત્યારે આઇસીએમઆરના એડીજી સમીરન પાંડાએ જણાવ્યું કે, દુનિયાભરમાંથી જે પુરાવા સામે આવ્યા છે, તે જણાવી રહ્યા છે કે, કોરોના ફેલાવવા માટે સ્કૂલો જવાબદાર નથી. તેમણે માસ્કનો ઉપયોગ કરવા અને કોવિડ પ્રોટોકલનું પાલન કરવાની વાત કરી છે. આ સાથે જ તેમણે બાળકોને પણ સલાહ આપી છે કે તેમણે સ્કૂલમાં એકબીજા સાથે શેરિંગ કરવાથી બચવું જોઇએ.

પરંતુ કેમ વધી રહ્યા છે?
ઓમિક્રોનના કારણે આવેલી ત્રીજી લહેર લગભગ અટકી ગઈ હતી, પરંતુ હવે ફરી એકવાર સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા ભલે વધી રહી ના હોય, પરંતુ હોમ આઇસોલેશનમાં રહેતા સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ તેનું કારણ શું છે?

એક્સપર્ટનું માનવું છે કે, ત્રીજી લહેર બાદ સંક્રમણમાં ઘટાડો આવ્યા બાદ તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા. માસ્ક પહેરવું ફરજિયાત પણ દિલ્હીમાંથી દૂર કરવામાં આવ્યુ હતું. લોકોની બેદરકારી પણ વધી ગઈ હતી. આ કારણોથી સંક્રમણ ફરી એકવાર વધવા લાગ્યું છે.

ડોક્ટર્સનું કહેવું છે કે, લોકોએ ભીડ ભેગી કરવાથી દૂર રહેવું જોઇએ અને માસ્ક પહેરવું જોઇએ। દિલ્હીના LNJP હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, જે લોકોમાં લક્ષણ દેખાઈ રહ્યા છે, તે લોકોમાંથી મોટાભાગના લોકો ટેસ્ટ કરાવવા જઈ રહ્યા નથી. તે લોકોને લક્ષણ દેખાતા તરત ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

દિલ્હીની સરકારી હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડો. રિતુ સક્સેનાનું કહેવું છે કે લોકોએ ભીડ ભેગી કરવાથી દૂર રહેવું જોઇએ અને માસ્ક ફરજિયાત પહેરાની સાથે સાથે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ.

તો કેવી રીતે કંટ્રોલ થશે કોરોના?
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયે 2 એપ્રિલના ફરજિયાત માસ્કના નિયમને દૂર કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે એક આદેશ જાહેર કરી કહ્યું હતું કે, સાર્વજનિક સ્થળો પર માસ્ક ન પહેરાવ પર કોઈ દંડ લેવામાં આવશે નહીં. જો કે, અગાઉ માસ્ક ન પહેરાવ પર 500 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો.

દિલ્હીમાં વધતા સંક્રમણને જોતા હવે 20 એપ્રિલથી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક થવાની છે. આ બેકઠમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા થશે. જણાવવામાં આવી રહ્યું છે કે, મિટિંગમાં તે આદેશ પર પણ ચર્ચા થઈ શકે છે, જેમાં માસ્ક ન પહેરવા પર દંડ ન લેવાની વાત કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, સંક્રમણ વધતા ફરીથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવી શકે છે.

અપોલો હોસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસિનના સીનિયર એડવાઈઝર ડો. સુરનજીત ચેટર્જીનું માનવું છે કે હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ભલે ઓછી છે, પરંતુ સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news