સાવધાન...હાહાકાર મચાવી રહેલા કોરોનાના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી, UK થી પાછા ફરેલા 6 લોકોમાં જોવા મળ્યા લક્ષણ
Corona Virus New Strain: એક ચિંતાજનક સમાચાર એ છે કે કોરોનાનો જે નવો સ્ટ્રેન યુકેમાં હાહાકાર મચાવી રહ્યો છે તેની હવે ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં આ નવા કોરોના વાયરસ સ્ટ્રેનના 6 કેસ મળી આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં આમ તો કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ સતત ઘટી રહ્યો હોય તેવો જણાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા16,432 દર્દીઓ નોંધાયા છે. પરંતુ એક ચિંતાજનક સમાચાર એ છે કે કોરોનાનો જે નવો સ્ટ્રેન(Corona Virus New Strain) યુકેમાં હાહાકાર મચાવી રહ્યો છે તેની હવે ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં આ નવા કોરોના વાયરસ ટ્રેનના 6 કેસ મળી આવ્યા છે. યુનાઈટેડ કિંગડમથી આવેલા 6 લોકોમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. જેમાંથી 3 બેંગ્લુરુ, 2 હૈદરાબાદ અને એક પુણેની લેબના સેમ્પલમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે.
મંગળવારે ભારત સરકાર તરફથી યુકેના નવા સ્ટ્રેન પર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. જેમાં અલગ અલગ લેબમાં ટેસ્ટ કરાયેલા સેક્શન અંગે જણાવવામાં આવ્યું. 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં યુકેથી લગભગ 33 હજાર લોકો પાછા ફર્યા હતા. બધાને ટ્રેક કરવામાં આવ્યા અને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી કુલ 114 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. ત્યારબાદ આ તમામના સેમ્પલોને દેશની 10 લેબ (કોલકાતા, ભુવનેશ્વર, NIA પુણે, CCS પુણે, CCMB હૈદરાબાદ, CCFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS Bengaluru, IGIB Delhi, NCDC Delhi) મોકલવામાં આવ્યા હતાં.
Samples of 3 UK returnees have been tested & found positive for new UK strain in NIMHANS, Bengaluru, two in Centre for Cellular and Molecular Biology, Hyderabad & one in National Institute of Virology, Pune. All 6 people have been kept in single room isolation: Health Ministry https://t.co/tgrWYLKh2G
— ANI (@ANI) December 29, 2020
જેમાંથી કુલ 6 લોકોના સેમ્પલમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. આ તમામ લોકોને રાજ્ય સરકાર દ્વારા એક સેલ્ફ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટિન કરી દેવાયા છે. અન્ય મુસાફરોની પણ માહિતી ભેગી કરવામાં આવી રહી છે.
Between November 25 & December 23, about 33,000 passengers disembarked at various Indian airports from UK. All these passengers are being tracked & subjected by states/UTs to RT-PCR tests. So far only 114 have been found positive for COVID-19: Union Health Ministry
— ANI (@ANI) December 29, 2020
સરકાર તરફથી આ સાથે એવી પણ જાણકારી અપાઈ છે કે 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યુકેથી આવનારી તમામ ફ્લાઈટ પર રોક લગાવવામાં આવી છે. યુકેથી પાછા આવી રહેલા લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેમના સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ તપાસ કરવામાં આવી રહી છે. કોરોનાના નવા સ્ટ્રેનની જાણકારી આવ્યા બાદ નેશનલ ટાસ્ક ફોર્સે મોટી બેઠક કરી અને તૈયારીઓની સમીક્ષા કરી.
India reports 16,432 new COVID-19 cases, 24,900 recoveries, and 252 deaths in last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,02,24,303
Active cases: 2,68,581
Total recoveries: 98,07,569
Death toll: 1,48,153 pic.twitter.com/gPTZWjXkWm
— ANI (@ANI) December 29, 2020
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,432 કેસ
આ બાજુ દેશમાં કોરોનાનો પ્રકોપ આંકડાકીય માહિતી જોતા ઘટી રહ્યો હોય તેમ લાગે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,432 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 1,02,24,303 પર પહોંચી ગઈ છે. જેમાંથી હાલ 2,68,581 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 98,07,569 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી એક જ દિવસમાં 252 લોકોએ જીવ ગુમાવ્યા. કુલ મૃત્યુઆંક 1,48,153 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે